જો તમારા બાળકને આજીવન માટે સ્વસ્થ અને મજબૂત બનાવવા માંગતા હોવ તો ખવડાવો આ વસ્તુ

નાના બાળકોથી મોટા વ્યક્તિ સુધી દરેકને દરરોજ એક જ પ્રકારનો નાસ્તો કરવો પસંદ હોતો નથી. તો પણ મોટી વ્યક્તિઓ તો માની જાય છે, પરંતુ બાળકોની જીદ આગળ નમતું ચોખ્ખો પડે છે અને બાળકો પોતાના મન પ્રમાણે પસંદગીની વસ્તુઓ ખાતા હોય છે. એવામાં દરેક માતાને પ્રશ્ન થાય છે કે, મારા બાળક પણ હેલ્ધી હોય અને તેમના સ્વાદને પણ વધારે એના માટે શું બનાવવું જોઈએ ?, તો આજે અમે તમને આ લેખમાં સાબુદાણાની વિવિધ વાનગીઓ વિશે જણાવશુ. જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે.

જો તમે કોઈ એક જ વસ્તુ બનાવી રહ્યા હોય તો તેને અલગ અલગ વાનગીઓ ટ્રાય કરવી જોઈએ. જેમ કે નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરી રહ્યા હોત તો, તમારા બાળકને પણ તેની અલગ અલગ વાનગીઓ બનાવીને આપવી જોઈએ. જેનાથી તમારા બાળકો બોર પણ થશે નહીં અને ખુશ થઈને ખાશે, પરંતુ આજે આપણે સાબુદાણાની વિવિધ રેસીપી જાણીશું. જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે. સાબુદાણા અનેક રીતે ફાયદાકારક છે. તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો આયર્નના સિરપ લેવાને બદલે સાબુદાણા ખાવાનું શરૂ કરી દો. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે તમને એનિમિયાથી બચાવે છે. તે શરીરમાં રક્તકણોની સંખ્યા વધારે છે. આથી એનિમિયા માટે સાબુદાણા રામબાણ ઈલાજ છે.
નાસ્તામાં સાબુદાણાની ખીચડી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફેટ ઓછી હોય છે પરંતુ તેમાં પોષકતત્વોનો ખજાનો હોવાથી તે શરીરને આખા દિવસ ચેતનવંતુ અને ઉર્જાવાન રાખે છે.

સાબુદાણાની ખીર :

સાબુદાણાની ખીરની ખાસિયત એ છે કે, તે સરળતાથી બની જાય છે. ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકોને પણ ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. તમે એમને ખીર ખવડાવી શકો છો. સાબુદાણામાં કેલ્શિયમ હોય છે. જે બાળકના હાડકાને મજબૂત બનાવે છે, ઉપરાંત તેને તાકાત આપે છે. આ સિવાય સાબુદાણાની ખીરમાં ફાઇબર અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. જેનાથી બાળકનું વજન પણ ઝડપથી વધે છે. સાબુદાણામાં ઓછી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે, માટે તે બાળકના વિકાસ માટે સહાય કરી બને છે.

સાબુદાણાની ખીચડી :

સાબુદાણાની ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને અલગ અલગ પ્રાંતમાં વિવિધ પ્રકારની બનાવવામાં આવે છે. સાબુદાણા સ્ટાર્ચ અને સિમ્પલ સુગર થી ભરેલા હોય છે. જે શરીરમાં સરળતા થી ચયાપચન કરે છે. જેનાથી જરૂરી ઊર્જા પણ મળી રહે છે, માટે સાબુદાણાની ખીચડીમાં તમે અનેક પ્રકારના શાક અને મસાલા નો પ્રયોગ કરી શકો છો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખુશીથી થાય છે.

Sabudana Khichdi

સાબુદાણાના કબાબ :

સાબુદાણાના શેકેલા કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાબુદાણા કેટલાક ખાસ એમિનો એસિડથી બનેલા હોય છે. જે બાળકોના વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક બને છે. કબાબમાં ક્રશ કરેલા બટાકાનો ઉપયોગ કરી શકાય છે. એને બનાવવા માટે તમે સાબુદાણાની સાથે દહીં, લાલ મરચું, કોથમીર, શેકેલી મગફળી, રાજગરાનો લોટ, મીઠું વગેરેનો ઉપયોગ કરીને એને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો..

સાબુદાણાની ટીક્કી :

સાબુદાણાની ટીકી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકો અને સ્નેક્સ તરીકે પણ ખુશીથી ખાઈ લે છે અને હેલ્ધી બનાવવા માટે અલગ અલગ પ્રકારના શાક કાપીને એમાં મિક્સ કરી શકાય છે અને વિવિધ પ્રકારની રેસિપી બનાવી શકાય છે.

સાબુદાણાના વડા :

સાબુદાણાના વડા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. બાળકો એને અત્યંત ખુશીથી થાય છે. આની ખાસિયત એ છે કે તેમાં ફાઇબરની માત્રા ખુબ જ સારા પ્રમાણમાં રહેલી હોય છ અને તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ વડા બનાવવા માટે વિવિધ ઉપયોગ પણ કરી શકાય છે. જેમ કે કોબીજ, ગાજર, વટાણા, ટામેટા, કેપ્સિકમ વગેરે નાખી શકાય છે. જે બાળકોના શ્વાસ માટે ખૂબ જ ફાયદાકારક બને છે, આમ તમે સાબુદાણાના વડામાં વિવિધ પ્રકારના શાક નાખીને પાવની અંદર ભરીને પણ આપી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજના લેખની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે.

Leave a Comment