અથાણાનો મસાલો બનાવવાની રીત
સામગ્રી
-250 ગ્રામ મેથીના કુરિયા
-100 ગ્રામ રાઈના કુરિયા
-300 ગ્રામ મીઠું
-300 ગ્રામ લાલ મરચું પાઉડર
-300 ગ્રામ તેલ
-2 ચમચી હિંગ
બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટું તપેલું લઈ તેમાં પહેલાં મીઠું પાથરી દેવું. ત્યાર બાદ તેની ઉપર રાઈના કુરિયા અને તેના પણ ઉપર મેથીના કુરિયા પાથરવા. તેની પર હિંગનો ઢગલો કરવો. તેલ ગરમ કરવું. પછી આ ગરમ તેલ તપેલામાં રેડી દેવું. તપેલું તરત ઢાંકી દેવું. ઠંડું થાય એટલે બરાબર હલાવી મરચું ભેગું કરવું. પછી આ મસાલો કાચની બરણીમાં ભરી દેવો. જરૂર પડયે આ મસાલો ઉપયોગમાં લેવો. ૧૨ મહિના સુધી આ મસાલો સારો રહે છે.
મેથીનો મસાલો બનાવવાની રીત
સામગ્રી
- રાઈ ના કુરિયા ½ કપ
- મેથી ના કુરિયા 1 કપ
- સીંગતેલ 5-6 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 3 કપ
- હિંગ 1 ચમચી
- મીઠું ½ કપ
બનાવવાની રીત
મેથી મસાલો બનાવવા સૌપ્રથમ મેથી ના કુરિયા , રાઈ ના કુરિયા ને સાફ કરી થોડી વાર તડકા માં તપાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ધીમા તાપે હલાવતા રહો બે ત્રણ મિનિટ મીઠા ને ગરમ કરી લ્યો અત્યાર બાદ મીઠા ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
હવે કડાઈ કે વઘાસિયા માં તેલ ને ફૂલ ધુમાડા કાઢે એટલું ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી થોડા પીસી દરદરા કરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ વચ્ચે જગ્યા કરી લ્યો . હવે રાઈ ના કુરિયા ને મેથીના કુરિયા ની વચ્ચે મૂકો અને એની વચ્ચે પણ જગ્યા બનાવી લ્યો અને વચ્ચે હિંગ અને હળદર મૂકો.
હવે ગરમ તેલ ને હિંગ ઉપર નાખો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી વાસણ ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો સામગ્રી બરોબર મિક્સ થઈ જાય અને મિશ્રણ સાવ ઠંડુ થઈ જાય એટલે એમાં શેકી રાખેલ મીઠું અને લાલ મરચાનો પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
અથાણું બનાવતા પહેલા કામની છે આ ટિપ્સ
-અથાણા માટેના શાક અને ફળ તાજા અને રસભર્યા હોય તે જરૂરી છે.
– મસાલા મિક્સ કરતાં પહેલાં શાકને ધોઇને સૂકવી લેવા.
– અથાણું બનાવવા જાડા તળિયાના વાસણનો ઉપયોગ કરો.
– અથાણું બનાવવાનું વાસણ કોરું હોય તે ધ્યાન રાખો.
– અથાણું તૈયાર થાય નહીં ત્યાં સુધી તેને કપડું બાંધીને સમયાંતરે તડકે મૂકો.
– રોજ વાપરવા માટેના અથાણાને નાની બરણીઓમાં કાઢીને વાપરો.
– અથાણાની બરણીને સારી રીતે બંધ કરો. જો તે ફિટ બંધ નહીં થાય તો તેમાં થોડા સમય બાદ ફંગસ જોવા મળશે.
– જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ અને કોરા ચમચાનો ઉપયોગ કરો.
– જે અથાણું આખું વર્ષ રહેવા દેવાનું હોય તે તેલમાં ડૂબેલું રહે તે આવશ્યક છે. માટે અથાણું કાઢો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો.
સામગ્રી
- ૫૦૦ ગ્રામ મેથીના કુરિયા
- ૨૫૦ ગ્રામ રાય ના કુરિયા
- ૨૫૦ ગ્રામ મીઠું
- ૨૫૦ મિલિ સિંગતેલ
- ૧૦૦ ગ્રામ પટણી મરચું
- ૨૦૦ ગ્રામ કાશ્મીરી મરચું
- ૧ ટેબલસ્પૂન વરિયાળી
- ૩ ટીસ્પૂન રસ ની હિંગ
- ૧ ટેબલસ્પૂન હળદર
બનાવવાની રીત
સૌપ્રથમ મેથીના અને રાયના કુરિયા ને ધીમા તાપે શેકી લેવા. મીઠું ને પણ ધીમા તાપે રંગ બદલાય નહીં એ રીતે શેકી લેવું. આમ કરવાથી બધી વસ્તુઓનો ભેજ નીકળી જાય છે અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. મેથીના અને રાયના કુરિયા એકદમ ઠંડા થાય એટલે એને મીક્સરમાં એક-બે વાર પલ્સ કરી લેવા. વધારે વટાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું.
તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરીને હૂંફાળું થાય ત્યાં સુધી ઠંડુ કરી લેવું.
હવે એક વાસણમાં બહાર મેથીના કુરિયા ગોળાકારમાં ગોઠવવા ત્યારબાદ એની અંદર રાઈના કુરિયા ની લાઈન કરવી. પછી વરિયાળી મૂકી વચ્ચે હિંગ મૂકવી. હવે એની ઉપર હુંફાળું તેલ ઉમેરીને ઢાંકણ ઢાંકી દેવું. ઢાંકણ ને પાંચ મિનિટ ઢાંકેલું રાખવું જેથી કરીને હિંગ ની સુગંધ મસાલામાં બેસી જાય. હવે તેમાં હળદર અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
જ્યારે મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારે તેમાં મરચું ઉમેરી બધું ભેગું કરી લેવું. મરચું મસાલો ઠંડો થયા બાદ જ ઉમેરવું જેથી કરીને મસાલાનો રંગ આખું વર્ષ એકદમ લાલ રહે. મસાલામાં કોઈ પણ પ્રકારની સ્ટ્રોંગ હિંગ વાપરી શકાય પરંતુ બજારમાં મળતા મસાલા જેવો મસાલો બનાવવા માટે રસની હિંગ વાપરવાથી ખુબ જ સરસ સુગંધ આવે છે. અથાણાં ના મસાલાને એરટાઇટ બરણીમાં એક વર્ષ સુધી સાચવી શકાય છે. આ મસાલાનો ઉપયોગ કરીને કેરી ના અલગ અલગ પ્રકારના અથાણા બનાવી શકાય છે.
કેરીનું અથાણું બનાવાની રીત
કેરીનું અથાણું બનાવવાની રીત
ઉનાળાની સિઝનમાં કાચી કેરી આવતી હોવાથી લોકો જાત જાતના અથાણાં ઘરે બનાવતા હોય છે. જેમાં અમુક અથાણાં તો લોકો આખું વર્ષ સ્ટોર કરતા હોય છે. જેના માટે કેટલીક તકેદારીઓ રાખવાથી અથાણું બગડતું નથી. ત્યારે આજે અમે તમને દાબડા કેરીનું અથાણું બનાવતા શીખવીશું. જેને જાર વગરની કેરીનું અથાણું પણ કહેવાય છે. આને તમે ભોજનમાં પણ લઈ શકો છો
સામગ્રી:
- રાજાપુરી કેરી / કેરી 1 કિલો
- ગોળ 1 કિલો
- રેસમપટ્ટી મરચા પાઉડર 50 ગ્રામ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 50 ગ્રામ
- ધાણાના કુરિયા 100 ગ્રામ
- રાઈના કુરિયા 50 ગ્રામ
- મેથીના કુરિયા 25 ગ્રામ
- વરિયાળી 25 ગ્રામ
- હળદર 10 ગ્રામ
- સૂંઠ પાઉડર 10 ગ્રામ
- હિંગ 10 ગ્રામ
- મીઠું 10 ગ્રામ
- લવિંગ 5-7
- મરી 10-15
- તજ ના ટૂકડા 3-4
- તેલ 80 ગ્રામ
- હળદર ½ ચમચી
- મીઠું 1 ½ ચમચી
મસાલા
- મેથીના દાણા: ૭૫૦ ગ્રામ
- તેલ
- મીઠું
- વરિયાળી: ૧ ચમચી
- તજનો પાઉડર: ૨૫૦ ગ્રામ
- લાલ મરચું: ૧૦૦ ગ્રામ
- હળદર: ૫ ટુકડા
- તજ: ૨ ટુકડા
પલાળવા માટે:
- આખું મીઠું
મસાલા માટે:
- ૭૫૦ ગ્રામ મેથીના દાણા
- ૨ કિલો તેલ
- ૩૦૦ ગ્રામ મીઠું
- ૧ ચમચી વરિયાળી
- ૨૫૦ ગ્રામ તજનો પાઉડર
- ૧૦૦ ગ્રામ લાલ મરચું પાવડર
- ૫ ટુકડા હળદર
- ૨ ટુકડા તજ
રીત:
1. કેરીને તૈયાર કરો:
- કેરીને સારી રીતે ધોઈને કાપી લો.
- કાપેલી કેરીમાં મીઠું ભરીને ૨-૩ દિવસ માટે ઠંડા, સૂકા અને અંધારા વાતાવરણમાં પલાળી રાખો.
- દરરોજ કેરીને હલાવી દો.
2. મસાલા તૈયાર કરો:
- એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં મેથીના દાણા, વરિયાળી, તજ અને હળદર નાખીને ૨-૩ મિનિટ સુધી શેકો.
- ઠંડુ થયા પછી, મિક્સરમાં પીણીને પાવડર બનાવી લો.
- લાલ મરચું અને મીઠું પણ મિક્સરમાં પીણીને પાવડર બનાવી લો.
3. અથાણું મિક્સ કરો:
- પલાળેલી કેરીમાંથી પાણી કાઢીને તેને સૂકવી લો.
- એક મોટા વાસણમાં કેરી, મસાલા પાવડર અને હળદર મિક્સ કરો.
4. અથાણું ભરો:
- કાચની બરણી અથવા પ્લાસ્ટિકના ડબ્બાને સારી રીતે ધોઈને સૂકવી લો.
- તેમાં તૈયાર કરેલું અથાણું ભરીને ઢાંકણ બંધ કરી દો.
કિચન ટીપ્સ
પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ પર પડી ગયેલા ડાઘને સાફ કરવા માટે, બે ચમચી ખાવાના સોડામાં અડધું લીંબુનો રસ મિક્સ કરવો અને બોર્ડ પર ઘસવું. પછી ચોપિંગ બોર્ડને 15 મિનિટ સુધી રહેવા દેવું ત્યારબાદ બોર્ડને લીંબૂની છાલ થી ઘસીને સાફ કરી લેવું. એનાથી શોપિંગ બોર્ડ ચમકવા લાગશે.
– એ જ રીતે લાકડાના ચોપિંગ બોર્ડ પર પડેલ ડાઘ ને સામગ્રી સાફ કરવા માટે, મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. એક ચમચી મીઠામાં અડધો લીંબુનો રસ મિક્સ કરીને તેને લીંબુની છાલ પર લગાવીને, લાકડાના ચોપિંગ બોર્ડને ઘસવું. ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. એનાથી લાકડાનું ચોપિંગ બોર્ડ એકદમ ચોખ્ખું થઈ જશે.
– કોથમીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તેને સરખી રીતે સાફ કરી લેવી. ત્યાર પછી એક એર ટાઈટ કન્ટેનરમાં ટીશ્યુ મૂકીને કોથમીર ને ધોયા વગર જ રાખવી. બીજા ટિશ્યૂ પેપરથી તેને ઢાંકી દેવી. કન્ટેનર ને બંધ કરીને ફ્રીજમાં રાખવો. દર ચાર પાંચ દિવસ એ ટીસ્યુ પેપરને બદલવા. એનાથી કોથમીર બે થી ત્રણ અઠવાડિયા સુધી સૂકાતી નથી.
– જ્યારે પણ તમે આખા મસાલાને ગ્રાઇન્ડ કરો ત્યારે લાંબા સમય સુધી તે બગડે નહીં, એના માટે તેને કાચની બરણીમાં સ્ટોર કરવા. એનાથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ગ્રાઉન્ડ મસાલાને સાચવવાની એક સરળ રીતે પણ છે કે, ફ્રીઝરના દરવાજાની બાજુમાં તમે રાખી શકો છો.
– એ જ રીતે પીસેલા મસાલાને બગડતા અટકાવવા માટે, તેમાં એકથી બે ચમચી મીઠું મિક્સ કરવું. એનાથી મસાલા ઝડપથી બગાડતા નથી અને ફૂગ પણ લાગતી નથી.
– જો વધારે કેળા ખરીદીને લાવ્યા હોય તો, કેળાને સાચવવા માટે, તેના ઉપરના દાંડીવાળા ભાગ પર એલ્યુમિનિયમ ફોઈલ લપેટી લેવું. જેનાથી કેળા ઝડપથી પાકતા નથી અને લાંબા સમય સુધી બગડતા પણ નથી.
– છોલેલા લસણની વધુ દિવસ સુધી સાચવવા માટે લસણને એર ટાઈટ કન્ટેનરમાં સીલ કરીને સ્ટોર કરવું. જોઈએ પરંતુ ભરતી વખતે ધ્યાન રાખવું કે, કન્ટેનર સંપૂર્ણ પણે સુકાયેલ હોય.
– છાલ વગરના લસણને એરટાઈટ કન્ટેનરમાં જ રાખવું જોઈએ. પરંતુ લસણને ધોવું જોઈએ નહીં. જો લસણ પાણીના સંપર્કમાં આવે તો, તે ઝડપથી બગડી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તેને ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ. તમે આ લસણને 15 થી 20 દિવસ સંગ્રહિત કરી શકો છો.
– જો તમે કોઈ ગ્રાઈન્ડ કરેલા મસાલામાં મીઠું મિક્સ કર્યું હોય તો, શાક બનાવતી વખતે મસાલાનો ઉપયોગ કરતી વખતે તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે, શાકમાં મસાલો નાખતી વખતે મીઠા નું પ્રમાણ વધી જાય નહીં.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.