આજના ભાગતા અને બદલાયેલા ખોરાક વાળા સમયમાં શરીરના દુખાવા સામાન્ય થઈ ગયા છે. છતાં શરીરના ભાગ નો કોઈ દુખાવો જો કાયમી થઈ જાય તો એનાથી છૂટકારો મેળવવા માટે રોજ પેઇનકિલર્સ નો ઉપયોગ કરવો પડે છે. જોકે ના વધુ પડતા ઉપયોગથી શરીરને મોટું નુકસાન થાય છે અને તમે ઘણી ગંભીર બીમારીઓનો ભોગ બની શકો છો.
માટે જો આપણે એ પેઇનકિલર્સ ની જગ્યાએ નાના-નાના ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ અસરકારક અને કોઈપણ જાતની આડઅસર વિનાનું રહે છે.
જો તમને પણ શરીરના કોઈ ભાગ નો દુખાવો કાયમી રહેતો હોય તો આજે અમે તમને એ વિશે ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છે. જેનો ઉપયોગ કરીને તમે કોઈ પણ આડઅસર વિના દુખાવામાં રાહત મેળવી શકશો.
લસણનો ઉપયોગ: કરીને તમે દુખાવામાં રાહત મેળવી શકો છો. લસણમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટીરિયલ, એન્ટિ ઇન્ફ્લેમેટરીના ગુણ મળી મળી આવ્યા છે. જેને કારણે તમને શરીરના દુખાવામાં રાહત મળી રહે છે.
જુના દુખાવો રહેતો હોય તો લસણ અને મીઠાંની પેસ્ટ અને અસરગ્રસ્ત ભાગ પર લગાવી દેવી એનાથી દુખાવામાં રાહત મળે છે. આ સિવાય જે ઘડી અને સિદ્ધિઓની સમસ્યાથી પરેશાન છે એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સમસ્યાથી પીડાતા લોકોએ લસણને કાચું ખાવું જોઈએ એનાથી ખૂબ જ રાહત મળે છે.
લવિંગ નો ઉપયોગ: કરીને પણ તમે દુખાવામાં રાહત મેળવી શકો છો. લવિંગમાં પણ એન્ટિક ગુણધર્મો મળી આવે છે જે દુખાવામાં ખૂબ જ રાહત અપાવે છે. જો દાંતમાં દુખાવો રહેતો હોય તો લવિંગને જે દાંત દુઃખતો હોય એના પર લગાવવું જોઈએ. એનાથી દુખાવો દૂર થાય છે. એ સિવાય સંધિવા અને ગઠિયાની, વા ની હાડકાં ના દુખાવાની સમસ્યામાં લવિંગના તેલ નો ઉપયોગ કરી શકો છો. એનાથી પણ દુખાવામાં ખૂબ જ રાહત મળે છે.
હળદર ના ઉપયોગ: થી પણ દુખાવામાં રાહત મળે છે. હળદરમાં કરક્યુમિન નાનુ પોષક તત્વો મળી આવે છે અને એના કારણે જ દુખાવામાં રાહત આપે છે.
હળદરમાં એંટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. એના કારણે ખરાબ પેટની સમસ્યામાં પણ રાહત મળે છે. જો શરીરના કોઈ ભાગમાં તમને દુખાવો થઈ રહ્યો હોય તો હળદરનું સેવન કરવું અને માલિશ કરવી.
ચેરી પણ દુખાવામાં ખૂબ જ રાહત આપે છે. સામાન્ય રીતે ચેરી નો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે.
શેરડી દ્વારા શરીરના દુખાવા અને પ્રાકૃતિક રીતે દૂર કરી શકાય છે.
જો તમને પણ સોજા આવવાની અને બળતરાની સમસ્યા હોય તો તમે પણ ચેરી નો ઉપયોગ કરીને એનાથી છુટકારો મેળવી શકો છો. શેરી એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને થી સમૃદ્ધ છે તે તમને ગઠીયા ની સમસ્યામાં પણ ખૂબ જ રાહત આપે છે.
ફુદીનાનો ઉપયોગ: કરીને પણ તમે દુખાવામાં રાહત મેળવી શકો છો. ફુદીનાના પાન એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મ મળી આવે છે.
આ સિવાય શરીરના દુખાવામાં શેખ કરીને પણ રાહત મેળવી શકાય છે. શરીરમાં કંઈક વાગવાથી અથવા સાંધામાં કોઈપણ પ્રકારનો દુખાવો હોય તો આવશ્યકતા અનુસાર ગરમ પાણીનો અથવા તો ઠંડા પાણીનો શેક કરી શકો છો.
ઘૂંટણ, ખભા, આંગળી, કોણી જેવા જોઈન્ટ ઘસાય છે ત્યારે દુખાવો થતો હોય ત્યારે ગરમ પાણીનો શેક કરવો જોઈએ. એનાથી વાયુઓ ઢીલા થાય છે અને શરીરની નસોમાં લોહીનો પ્રવાહ વધવાથી દુખાવામાં રાહત મળે છે.
આ સિવાય વાયુને કારણે સાંધામાં થતા દુખાવામાં તલનું તેલ અથવા સરસિયાનું તેલ પણ રાહત આપે છે. શરીરના જે ભાગમાં દુખાવો થતો હોય એ ભાગ પર તલનું તેલ અથવા સરસિયાના તેલથી માલિશ કરીને ડાયરેક્ટ ભીનો પાણીનો જ શેક કરવો. આનાથી સાંધાના દુખાવામાં લાંબાગાળાનો ફાયદો થાય છે.
ગરદન અને પેટના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાને શેકીને ની પોટલી બનાવી લેવી ત્યારબાદ રાત્રે સૂતા સમયે પોટલી જવાના શેક કરવો થોડા દિવસ સુધી આ ઉપચાર કરવાથી દુખાવામાં રાહત મળે છે.
ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી પણ આખા શરીર દરમિયાનનો થાક અને શરીરના દરેક ભાગમાં થતા દુખાવાથી રાહત મળે છે.
તો આ હતા શરીરના અંગોમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટેના ઘરગથ્થુ ઉપાય અમને આશા છે કે આજનો આર્ટીકલ તમને ખૂબ જ ઉપયોગી થશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.