કફ ની આયુર્વેદિક દવા આજની જીવનશૈલી અને પ્રદુષિત વાતાવરણને કારણે લોકો વિવિધ પ્રકારના રોગ થઈ રહ્યા છે. પ્રદૂષણની અસર વધુ પડતી ફેફસાં પર થાય છે. ફેફસામાં કફ અને શરદી ભરાવાને કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં અડચણ ઊભી થાય છે. જેના કારણે શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. જેના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જાય છે.
કફ ની આયુર્વેદિક દવા | કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર
તુલસી
અજમો, કપૂર, લવિંગ, ઈલાયચી અને તુલસીના પાનને વાટી લેવા. આ બધી ઔષધીય વસ્તુઓને ભેગી કરીને એને નાના રૂમાલ કે કપડામાં બાંધી લેવી. ત્યારબાદ તેને 17 થી 18 વાર સૂંઘવાથી નાક અને શ્વાસનળી સ્વચ્છ થઈ જાય છે. આ સુગંધ ફેફસાં સુધી પહોંચે તો ફેફસાંમાં રહેલો કફ છૂટો પડે છે અને ફેફસાં સ્વચ્છ થાય છે. જેથી શ્વાસોશ્વાસની ક્રિયામાં આવતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં સરળતા રહે છે. જેનાથી શરીરને પૂરતો ઓક્સિજન મળી રહે છે. જેના કારણે ઑક્સિજન લેવલ વધે છે, ઘટેલું 95 – 96 સુધી પહોંચે છે. આ ઉપાય ત્રણ – ત્રણ કલાકના અંતરે કરવો જોઈએ. એનાથી ઑક્સિજન લેવલ બરાબર થઈ જાય છે.
લીંબુ અને ડુંગળી :
એક લીંબુ અને એક ડુંગળીનો રસ કાઢીને, એક ગ્લાસ પાણી ગરમ કરીને લીંબુ અને ડુંગળીના રસને એમાં મિક્સ કરી દો. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીવું.આવું કરવાથી કફ ની સમસ્યા દૂર થાય છે. લીંબુ અને ડુંગળી તમે કફ ની આયુર્વેદિક દવા તરીકે લઈ શકો છો
આદુ અને લસણ :
આદુ અને લસણ ખાવાથી પણ ગળામાં જામેલો કફ દૂર થાય છે. આદુને ચગળવાથી કે ચૂસવાથી ગળાની તકલીફમાં ઘણી રાહત મળે છે.
બામ
ઝંડુ બામ પણ શ્વાસનળીઓને નાકને ખુલ્લુ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એને સૂંઘવાથી બંધ નાક ખૂલી જાય છે. ઉપરાંત જામી ગયેલો કફ છૂટો પડે છે. જેના કારણે શરીરને ઓક્સીજન પૂરતી માત્રામાં મળી રહે છે.
બીજા ઉપાય માં એક તપેલીમાં પાણી ગરમ કરીને એમાં ઝંડુ બામ નાખવો. જ્યારે બામ એમાં ઓગળે ત્યારે નાક અને ગળું ખુલ્લું રાખીને નાસ લેવો. આ ઉપાય અપનાવવાથી નાક અને ગળામાં જામેલો કફ છુટો પડે છે, અને પાણી સ્વરૂપે નીકળવા માંડે છે. ધીરે ધીરે આ પ્રયોગ કરતા રહેવાથી જામેલો કફ છુટો પડે છે અને ફેફસાં સાફ થઈ જાય છે.
આ ઉપરાંત તુલસીના સૂકા પાન, કપૂર, કાથો, ઈલાયચી બધું સરખા પ્રમાણમાં લઇને એને વાટી લેવું. આ મિશ્રણને દિવસમાં બે વખતે એક ચપટી જેટલું ખાવું જોઈએ. આ મિશ્રણનું સેવન દિવસમાં બે વાર કરવાથી ફેફસામાં જામેલો કફ દૂર થાય છે. જેનાથી ફેફ્સા પૂરતા પ્રમાણમાં હવા લઈ શકે છે, અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. લોહીનું શુદ્ધિકરણ પહેલા ફેફસામાં થાય છે, ત્યારબાદ હૃદયમાં પહોચે છે.
આદુ
આ ઉપરાંત આદુ સેવન કરવાથી પણ ફેફસાની શુદ્ધિ થાય છે. એના માટે 500મીલીથી લઈને 1 લીટર જેટલું પાણી લેવું. જેમાં 300 ગ્રામ જેટલો ગોળ નાખો. તેમાં આદું છોલીને એક ટુકડા જેટલું નાખવું. એમાં બે ચમચી જેટલી હળદર નાંખવી, ઉપરાંત લસણની કળીઓને પેસ્ટ અથવા છૂંદો કરી ને નાખવી. આ મિશ્રણને ગરમ કરવું જ્યારે તે ઉકળી જાય ત્યારબાદ એને ઠંડુ કરીને ગાળી લેવું. આ મિશ્રણનું ભૂખ્યા પેટે સેવન કરવું જોઈએ. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી ફેફસા ની સફાઈ થાય છે, જામેલો કફ છુટો પડી જાય છે.
સ્ટીમ બાથ લેવાથી પણ ગળામાં અને છાતીમાં જામેલો કફ છૂટો પડે છે. જેના કારણે માથાનો દુખાવાને સાઇનસની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
ગાજર
ગાજર ખાવાથી પણ ફેફસા ની સફાઈ થાય છે. ગાજરમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. એક ગાજરને પાણીમાં બાફવું. ગાજર બફાઈ જાય ત્યારબાદ પાણી કાઢીને ગાજરને છુંદી ને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટમાં 4 થી 5 ચમચી જેટલું મધ મિક્ષ કરવું. બરાબર મિક્સ કર્યા બાદ ગાજરનું ગરમ કરેલું પાણી આ પેસ્ટમાં ભેળવી દેવું. આ મિશ્રણને કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકાય છે. ત્યારબાદ એનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે.
નીલગીરી નો ઉપયોગ કરવાથી પણ છાતી માં જમા થયેલો કફ બહાર નીકળે છે. એ કફ ઢીલો કરે છે. જો સતત ઉધરસ આવતી હોય તો તેના શ્રેષ્ઠ ઉપચાર તરીકે નિલગિરીનું તેલ નો ઉપયોગ કરવો જોઈએ. એના માટે નિલગિરીના તેલના વરાળ લેવી જોઈએ અથવા બામનો ઉપયોગ પણ કરી શકાય છે. એનાથી ફેફસામાં રહેલો કચરો અને ગંદકી પણ દૂર થાય છે.
સુખી હોવાને કારણે ગળા અને નાક ની સમસ્યા વધુ થાય છે. જેના કારણે વધુ કફ પેદા થાય છે. જે ફેફસામાં ફસાય છે. એના માટે રાત્રે સૂતા સમયે બેડરૂમમાં હ્યુમીડીફાયર તે હવાને ગરમ રાખે છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી ફેફસા ચોખ્ખા રહેશે અને ઊંઘ સારી આવે છે. ગળું અને નાક સાફ રહે છે. ગળાની ખરાશની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આજે અમે તમને સ્વાસ્થ્ય મેં લગતી ખુબ મહત્વપૂર્ણ જાણકારી આપી, અમને આશા છે આ માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.