કમરનો દુખાવો, ગેસ, અપચો થઈ જશે ગાયબ કરો આ ઉપાય

કમરનો દુખાવો :- કમર ના દુખાવા ના કારણો શરીરની મોટાભાગની સમસ્યાઓ પેટ થી પેદા થતી હોય છે. પછી ભલે તે પાચન સંબંધી હોય કબજિયાત કે એસીડીટી હોય. એના માટે ગોળ અને જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. એ બધી જ સમસ્યાઓમાં રાહત આપે છે. ગોળ અને જીરું બન્ને સ્વાદ માટે અને આરોગ્ય માટે ફાયદાકારક છે. શારીરિક તકલીફ હોય કે પછી વજન ઘટાડવું હોય તો પણ ગોળ અને જીરાનું પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો સૌપ્રથમ આ ગોળ અને જીરા નું પાણી કેવી રીતે બનાવવું તે જાણીએ.

કમરનો દુખાવો ની દવા | કમર ના દુખાવા ના કારણો

ગોળ અને જીરા નું પાણી

ગોળ અને જીરા નું પાણી અનેક રોગો સામે રક્ષણ આપે છે. એને બનાવવા માટે એક વાસણમાં એક કપ પાણી લેવું, તેને ગરમ કરવું, ગરમ પાણીમાં એક ચમચી જીરૂં અને એક ચમચી ગોળ નાખવો. પાણીને બરાબર ઉકાળવુ. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ગાળી લેવું. જ્યારે પાણી નવશેકું થઈ જાય ત્યારે તેને પીવું જોઈએ. હવે તમને ગોળ અને જીરા ના પાણી પીવાના ફાયદા વિશે જણાવીએ.

જીરુ અને ગોળ આપણા શરીરમાંથી ગંદગીને દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગોળ અને જીરાનું પાણી કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓને પણ દૂર કરે છે, માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જો રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે. પિરિયડસ સમયે થતા પેટના દુખાવાની આ સમસ્યામાં પણ ગોળ અને જીરા નું પાણી અસરકારક સાબિત થાય છે.

ગોળ અને જીરા

તાવ, શરદી અને માથાનો દુખાવો હોય તો પણ ગોળ અને જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત શરીરમાં લોહીના અભાવના કારણે આવતી નબળાઈ અને થાકની અસર દૂર થાય છે. શરીરમાં લોહી ની ઉણપ હોય તો ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ.શરીરમાં લોહીની ઉણપ તેમજ એનીમિયાની સમસ્યા થવા પર ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ. જેમા રહેલા પોષક તત્વ લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે. આ પાણી પીવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. મહિલાઓએ દરરોજ ગોળ અને જીરાનું પાણીનું સેવન કરવું જોઈએ કારણ કે, સ્ત્રીઓમાં લોહીની ઉણપ વધુ હોય છે.

હાઈ બ્લડપ્રેશરથી પીડાતા વ્યક્તિઓ માટે ગોળ અને જીરાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગોળ અને જીરાનું પાણી પીવાથી ત્વચા પર ખુબ જ સારી અસર પડે છે. એનાથી ત્વચા નરમ થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. એ ઉપરાંત ખીલની સમસ્યા પણ દૂર થાય છે.

ગોળનું પાણી પીવાથી પાચનતંત્ર સારું બને છે. ખોરાક સરળતાથી પચે છે જે લોકોને ખોરાક પચતો નથી તેઓ દરરોજ સવારે ખાલી પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. એક અઠવાડીયા સુધી નિયમિતપણે પાણી પીવાથી પાચનશક્તિમાં સુધારો આવે છે. માથામાં અને શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય તો પણ જીરા ને ગોળનું પાણી પીવાથી રાહત મળે છે.

અસ્થમાની સમસ્યા થી પીડાતા લોકો માટે ગોળ અને જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જીરું અને ગોળનો ઉકાળો પેટમાં રહેલા એસિડને દૂર કરે છે. ઉપરાંત એસીડીટીની સમસ્યા પણ દુર થાય છે. દરરોજ એક ગ્લાસ જીરા અને ગોળ ના પાણી નું સેવન કરવાથી પીઠ, કમર અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.

જીરુ અને ગોળ માં પોટેશિયમની માત્રા વધારે હોય છે. જેનાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે અને ઊર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી જીરૂ મિક્ષ કરીને ઉકાળી ને રોજ તેનું સેવન કરવાથી શરીરમાંથી વધારાની ચરબી દૂર થાય છે. તમે ગોળાની ચા પણ બનાવીને પી શકો છો અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં થતા દુખાવાની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત કમરના દુખાવામાં પણ રાહત મળે છે જીરામાં રહેલા તત્વ પાચનક્રિયા માટે સહાયક બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધિત કમરનો દુખાવો  માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment