હોઠ અને દાઢી ઉપર ના ભાગ માં આવતી અણગમતી રૂંવાટી ને દૂર કરવા અપનાવો આ ઉપાય

રૂંવાટી ને દૂર કરવાનો ઉપાય શરીર પરના અણગમતા વાળની સમસ્યા એ સામાન્ય છે. આપણા શરીરના અણગમતા વાળને દૂર કરવા માટે આજે કેટલાક ઉપાય અમે તમને જણાવીશું. અણગમતા વાળની સૌથી વધુ સમસ્યા મહિલાઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. જેને દૂર કરવા માટે મહિલાઓ ઘણા બધા પ્રયત્ન કરતી કરતી હોય છે.

મહિલાઓમાં આ સમસ્યા હોઠને ઉપરના ભાગમાં અને દર્દીના ભાગમાં જોવા મળે છે જેની અસર મહિલાઓની સુંદરતા પર પડતી હોય છે, માટે મહિલાઓ અને યુવતીઓને આવતી રુવાટી દૂર કરીને ચહેરાને સુંદર બનાવી રાખવા ના ઉપાય આજે અમે જણાવીશું.

રૂંવાટી ને દૂર કરવાનો ઉપાય

દૂધનો ઉપયોગ કરવો જોઈએ

આ ઉપાય કરવા માટે એક બાઉલમાં બે થી ત્રણ ચમચી દૂધ લેવું. ત્યાર પછી એક રૂનો ટુકડો લઈને તેને દૂધમાં પલાળીને રુવાટી વાળી જગ્યા પર લગાવવું જોઈએ. 15 મિનિટ માટે સુકાવા દેવું. ત્યારપછી કોટન વડે ઘસવું. ત્યારબાદ પાણી વડે ચહેરાને સાફ કરવો. ઉપાય કરવા માટે એક બાઉલમાં બે થી ત્રણ ચમચી દૂધ લેવું. આ રીતે અઠવાડિયામાં ચાર દિવસ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવાથી અણગમતી રૂંવાટીથી છુટકારો મળે છે.

રૂંવાટી

મીણબત્તી નો ઉપયોગ કરવો 

એક મીણબત્તી લઈને તેને છીણી લેવી. ત્યાર પછી છીણેલા મીણને અણગમતી રુવાંટી પર લગાવી દેવું. 20 મિનિટ જેવું થાય ત્યારબાદ કોટન ના કપડા થી સારી રીતે ધોઈને સાફ કરી લેવું. ત્યાર પછી ચહેરાને સાફ પાણી વડે ધોઇ લેવો આ ઉપાય કરવાથી પણ રુવાંટી દૂર થાય છે.

ચણાનો લોટ

રૂંવાટી દૂર કરવા માટે ચણાનો લોટ ખૂબ જ અસરકારક છે. આ ઉપાય કરવા માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લેવો. ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી મિક્સ કરવું. એની પેસ્ટ બનીને તૈયાર થાય ત્યારે એને રુવાટી વાળી જગ્યા પર લગાવી લેવું. ફક્ત પંદર મિનિટ સુધી અને સૂકવવા માટે રાખવું. ત્યાર પછી ચહેરાને સાફ પાણી વડે ધોઇ લેવો. આ ઉપાય કરવાથી રૂંવાટી ઘણી જ ઓછી થઈ જાય છે. ચાર-પાંચ વખત આ ઉપાય કરવાથી રુવાંટી સંપૂર્ણ રીતે દૂર થાય છે અને ચહેરો સુંદર અને ચમકદાર બને છે.

ગોમૂત્ર 

ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી અણગમતી રૂંવાટીથી છુટકારો મેળવી શકાય છે. અણગમતી રુવાંટી ને દૂર કરવા માટે ગૌમુત્ર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એના માટે ચહેરા પર જ્યાં અણગમતી રુવાંટી હોય એ જગ્યાએ ગૌમૂત્ર લગાવીને 25 મિનિટ સુધી રહેવા દેવું જોઈએ. ત્યારબાદ ચહેરાને ધોઈ લેવો. આ રીતે ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી ચહેરા પરના અણગમતા વાળથી છુટકારો મેળવી શકાય છે.

લીંબૂનો ઉપાય 

લીંબૂનો ઉપાય કરવા માટે એક બાઉલમાં એક ચમચી જેટલો લીંબુનો રસ લેવો. તેને રુવાંટી વાળી ત્વચા પર લગાવી દેવું. ત્યારબાદ ૧૫ મિનિટ સુધી અને સૂકવવા માટે રાખવું. ત્યાર પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. આ ઉપાય કરવાથી રુવાંટી ધીરે ધીરે ઓછી થવા લાગે છે.

હળદરની પેસ્ટ નો ઉપાય 

એક બાઉલમાં એક ચમચી હળદર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. ત્યાર પછી એને અણગમતી રુવાંટી ઉપર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ તેને ધોઈ લેવું. આ ઉપાય કરવાથી રુવાંટી દૂર થાય છે અને ત્વચા પણ સુંદર બને છે.

રૂંવાટી ને દૂર ઉપાય

એ સિવાય આ અન્ય ઉપાય પણ કરીને અણગમતી રુવાંટી થી છુટકારો મેળવી શકાય છે.
સૌ પ્રથમ મધ , દાળિયાની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરી લેવો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લેવી. આ પેસ્ટ સૂકાઇ જાય તે બાદ બરાબર સ્ક્રબ કરો અને 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી બરાબર ધોઇ લેવો. આ ઉપાય કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવાથી ચહેરા પરના અણગમતા વાળથી છૂટકારો મળે છે.

ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. થોડીવાર પછી તેને રગડીને કાઢી નાખવું. ત્યારબાદ ચહેરાને ધોઈ લેવો. રોજ આ ઉપાય કરવાથી ન જોઈતા વાળ થી છૂટકારો મળશે અને ચહેરામાં ચમક આવે છે.

આ લેખમાં જણાવેલી ટિપ્સ નો ઉપયોગ કરીને દરેક મહિલા અને યુવતી અણગમતિ રૂંવાટીથી છુટકારો મેળવી શકે છે, અને ત્વચાને પણ સુંદર બનાવી શકે છે. અમને આશા છે કે આ લેખની આ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment