સ્વાસ્થ્ય માટે વરદાન છે મમરા જાણો તેના ફાયદા

મમરા ના ફાયદા 

મોટાભાગે નાસ્તો બનાવવા માટે મમરાની જરૂર પડતી હોય છે. જેમ કે ભેળસેવ મમરા ના લાડુ વગેરે માટે મમરા ની જરૂર પડે છે. મમરાનો ચેવડો એક હળવો ખોરાક છે જેમાં કેલરી ઘણી વધારે અને સ્વાદમાં પણ ખુબ જ સારો હોય છે. તેને તમે ઘરે અથવા ઓફીસ મુસાફરી દરમિયાન પણ ખાઈ શકો છો. મમરાના લાડુ પણ ખુબ જ સરળ રીતે બની શકે છે અને લોકોને પણ ખુબ જ વધારે પસંદ આવે છે.

દરેક વ્યક્તિને ઘણી વખત તે સમયે ભૂખ લાગે છે, જ્યારે તે સમયે તે ખોરાક ન ખાઈ શકે, ત્યારે લોકો ચોખાના મમરા અથવા કોઈપણ નાસ્તો ખાય છે. હકીકતમાં, મમરા ચોખામાંથી જ તૈયાર કરવામાં આવે છે અને લોકો તેનો ઉપયોગ ખાવા માટે મોટા પાયે ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કોઈ ખાસ સ્થળે અથવા કેટલાક રાજ્યના લોકો દ્વારા કરવામાં આવતો નથી, પરંતુ આખા ભારતમાં મમરા ખાસ કરીને ભેલપુરી અને ચાટ વગેરેમાં વપરાય છે. જે લોકોને શરીર વધારે હોય છે અને તે તેમના આહાર પર ધ્યાન આપે છે. એમના માટે પણ મમરા પણ ખુબ ઉપયોગી છે.

એમાં પણ વઘારેલા મમરા બધા ને ભાવતા હોય છે. જે એક સ્વસ્થ નાસ્તો છે. જે કેલરી અને સ્વાદમાં શ્રેષ્ઠ હોય છે. લોકો તેને ઘણીવાર ઘરે, ઓફિસમાં અથવા મુસાફરી દરમિયાન ખાય છે. ઘણી જગ્યાએ લોકો તેને ગોળના લાડુ બનાવીને પણ ખાય છે, તેમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આમ મમરામાંથી બનાવેલો નાસ્તો ખાવાથી કયા ફાયદા થાય છે એના વિશે મોટાભાગે લોકોને તેની જાણ હોતી નથી. માટે આજે અમે તમને નાસ્તામાં લેવામાં આવતા મમરા ખાવાથી કયા કયા ફાયદા થાય છે, એના વિશેની જાણકારી આપીશું.

મમરા ખાવાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ઉપરાંત વજન પણ ઘટે છે આમ જોઈએ તો મમરા સ્વાદીષ્ટ હોય છે. સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મમરા ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. માટે નાસ્તામાં અથવા ભોજનમાં મમરા નો સમાવેશ કરવો જોઈએ. મમરા બજારમાં ખૂબ જ સરળતાથી અને સસ્તા મળે છે.

વજન ઘટાડે છે 

સામાન્ય રીતે જોઈએ તો તમે વધુ પડતા વજનથી કંટાળી ગયા છો તો, મમરા ખાવાથી વજન ઘટે છે. મમરામાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી તમે મમરાનો સેવન કરવામાં આવે તો વજન ઓછું થશે. મમરામાંથી ફાઇબર મળી રહેતું હોવાથી, આખો દિવસ સુધી પેટ ભરેલું રહે છે, ઉપરાંત ભૂખ લાગતી નથી.

એનર્જી નું લેવલ વધારે છે

જે લોકો નાસ્તામાં મમરા ખાય છે, તેમનું એનર્જી લેવલ પણ જળવાઈ રહે છે. આખો દિવસ સુધી કામ કરતા હોય છે. છતાં પણ થાક લાગતો નથી. મમરામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન,એનર્જી, કાર્બોહાડ્રેટ, ઉર્જા, પોટેશિયમની, થાયમીન અને નિયાસીન રીબોફ્લેવિન જેવા જરૂરી તત્વો રહેલા છે.

મમરાનું સેવન કરવાથી એનર્જીનું સ્તર વધે છે અને થાકની સમસ્યાથી છુટકારો મળી જાય છે. હકીકતમાં મમરામાં ઘણી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. શરીર કાર્બ્સને ગ્લૂકોઝમાં બદલે છે. જે એનર્જીનું મુખ્ય સ્ત્રોત હોય છે. એટલે જે લોકોને નબળાઈ અને થાકની ફરિયાદ રહેતી હોય તો, એ લોકો પોતાના ખોરાકમાં મમરાનો સમાવેશ જરૂર કરવો જોઈએ અને રોજ નિયમિત એનું સેવન કરે.

કબજિયાતની સમસ્યામાંથી માટે મુક્તિ અપાવે છે

મમરામાં ડાયટરી ફાઇબર રહેલુ હોવાથી ખાધેલો ખોરાક પચવામાં સરળતા થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે, તેમને પણ જમ્યા પછી મમરા ખાવાથી ફાયદો મળે છે.

પોષક તત્વોની ઉણપ દૂર થાય છે 

તમને ખબર હશે કે આપણા શરીરને ચલાવવા માટે જરૂરી પોષક તત્વો ખૂબ જ મહત્વના છે. જો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો, તેને દૂર કરવા માટે પણ મમરાનું સેવન કરવું જોઈએ.

મમરા વિટામીન, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સથી ભરપૂર માત્રામાં મળી આવે છે. આ તત્વ ઈમ્યૂન સિસ્ટમને તાકત આપે છે અને એ ખાવાથી ઈમ્યૂન સીસ્ટમ મજબૂત થાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે

મમરા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો કરે છે. આ હળવી વસ્તુને કોઈએ એકદમ હળવી રીતે ન લેવી જોઈએ. આ ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વસ્થ્યકારક છે. મમરાનું સેવન કરવું એ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે અને પસંદ આવશે.

Leave a Comment