ગમે તેવી પથરી પણ પાંચ દિવસમાં ભૂકો થઇ ને બહાર નીકળી જશે જાણો આ ઉપાય

પથરી ની દવા લોહીમાં ખરાબ તત્વ કેટલીક વખત ક્રિસ્ટલ્સ નું નિર્માણ કરે છે. જેની કિડનીની અંદર એકઠા થાય છે. ધીમે ધીમે આ ક્રિસ્ટલ્સ પથ્થર જેવી ગાંઠ બની જાય છે. જેને પથરી કહેવામાં આવે છે. આશરે 90 ટકા કિડનીની પથરીની સમસ્યા ખરાબ પાણી ને કારણે થાય છે. લીલી ડુંગળી, બીટ,  અજમો, મગફળી, બદામ, કાજુ, માછલી, સોયાનું  સેવન ઓછું કરવું કારણ કે, તેમાં એકસાલિક એસિડ વધુ પ્રમાણમાં હોય છે. જે કિડનીની પથરી નું કારણ બને છે.  ઓછું પાણી પીવાથી અને વારસાગત પથરીની સમસ્યાને કારણે પણ પથરી થવાની શક્યતા રહે છે.

પથરી ના દુખાવા ના લક્ષણો

વધુ પ્રોટીન ધરાવતો અને માંસાહારી ખોરાક, ભોજનમાં વધુ પડતું નમક અને ઓક્ષલેટનું વધુ પ્રમાણ અને ખોરાકમાં ફળો અને પૉટેશિયમનું પ્રમાણ ઓછું હોવાને કારણે પથરીનું જોખમ રહે છે. પથરી થવાનું જોખમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. કિડનીની પથરી હોય એવા દર્દીઓમાં 75 ટકા અને મૂત્રાશયની પથરી હોય એવા દર્દીઓમાં 95 ટકા પુરુષો હોય છે.

જે વ્યક્તિ લાંબો સમય પથારીવશ રહે છે. તે ખૂબ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય છે. વારંવાર મૂત્ર માર્ગનો ચેપ, મૂત્રમાર્ગમાં અવરોધ, ખોરાકમાં વિટામિન સી અને કેલ્શિયમનું અત્યંત વધારે પ્રમાણ પણ પથરી થવાનું કારણ બને છે. દુખાવો ન કરતી પથરી ને કારણે કિડની બગડવાનો ભય પણ વધે છે.

જ્યારે પિત્તાશય બરાબર કામ ન કરે, ત્યારે જ તેમાં પથરી થવાની શરૂઆત થાય છે. અને તે પથરી સંખ્યામાં એક કે એકથી વધુ હોઈ શકે છે. પિત્તાશયમાં થતી પથરી જ્યારે તેના મોઢામાં આગળ ફસાઈ છે કે, પિત્તની નળીમાં સરકી જાય છે ત્યારે પિત્તની નળીમાં અટકાવ ઉત્પન્ન કરે છે. ત્યારે પિત્તાશયમાં સોજો આવે છે.

ઘણીવાર પથરી નું નિદાન આકસ્મિક રીતે થાય છે. જે પથરી ના કોઈ ચિન્હો હતા નથી તેને સાઇલન્ટ સ્ટોન કહે છે. પીઠમા અને પેટમાં સતત દુખાવો થવો, ઉલટી ઉબકા થવા, પેશાબ માં લોહી આવવું, પેશાબ કરતી વખતે દુખાવો થવો, બળતરા થવી એ પથરીના લક્ષણો છે. જો પથરી મૂત્રમાર્ગમાં અટકી જાય તો પેશાબ થવાનું એકાએક બંધ થઈ જાય છે. આ બધા પથરીના લક્ષણો છે.

પથરી થવાના કારણો

યુરિન માં કેટલા તત્વો હોય છે જે શરીરમાં સ્ટોન બનતા રોકે છે. તેમાં સાઈટ્રેટ વિટામિન બી 6, મેગ્નેશિયમ અને  કેટલાક ખાસ પ્રોટીન નો સમાવેશ થતો હોય છે. જેમાં આ તત્વ નથી હોતા એમને પથરી થવાનો ભય રહે છે. તમારા પરિવારમાં કોઈને પથરી હોય તો પણ તમને પથરી થવાનો ભય વધી જાય છે.

ઓછું પાણી પીવાથી, ટામેટા અને રીંગણ વધુ ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાંતોનું માનીએ તો ટામેટા અને રીંગણના બીજ થી પણ પથરીની સમસ્યા થઈ શકે છે. તથા કબજિયાત રહેતી હોય અથવા કિડનીમાં ઇન્ફેક્શન હોય તો પણ પથરી થઈ શકે છે.

હાઇપર પેરાઠાયરોડીઝમની નામની તકલીફ ધરાવતા વ્યક્તિઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે શરીરમાં પથરીનું નિર્માણ થઈ શકે છે.રોજિંદા જીવનમાં ઓછું પાણી પીવા વાળી વ્યક્તિઓને પણ પથરી વધુ થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. જો ક્ષાર ઓગાડવાની ક્ષમતા ઓછી હોય તો પણ પથરી થઈ શકે છે.

પથરી મટાડવાના ઉપાય | પથરી ની દવા દેશી | પથરી ના દુખાવા ને બંધ કરવા

વધારે પ્રોટીનયુક્ત અને ઓછી ફાઇબર વાળા ડાયટનું સેવન કરવું જોઈએ. જો તમને પથરી કેલ્શિયમના વધુ સેવનથી  થઈ છે, તો તમારા ડાયટમાં મીઠું ઓછું કરવાની જરૂર છે. જે કેલ્શિયમને શરીરમાં શોષિત થવાથી રોકે છે.

ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપટી સૂકો ખાર નાખી ને આ ઉકાળો પીવો જોઈએ. એનાથી પથરી ભાંગીને ભૂકો થઇ જાય છે. મેંદીના પાનને ઉકાળીને પીવાથી પથરી મટે છે. ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભૂકો પાણી સાથે ફાકવાથી પથરી તૂટીને પેશાબ વાટે નીકળી જાય છે.

પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ આ પ્રકારના પ્રવાહી લેવા જોઈએ નહીં જેમ કે દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ,  કડક ચા, ચોકલેટ, કોફી અથવા વધુ પડતાં ખાંડવાળા ઠંડા પીણા, દારૂ-બિયર વગેરે લેવાનું ટાળવું જોઈએ.

પ્રવાહીમાં નારિયેળ પાણી, જવનું પાણી પાતળી છાસ, સાદા ઠંડા પીણા, મીઠા વગરની સોડા વધારે પ્રમાણમાં લેવું જોઈએ. જેનાથી પથરી બનવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કોઇપણ પ્રવાહીમાં 50 ટકા જેટલું પ્રવાહી સાદુ પાણી જ લેવું જોઈએ.

ટામેટા અને રીંગણના બીજથી પથરીની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે બંને શાકને તેના બીજ કાઢીને જ ખાવા જોઈએ. પાણી વધારે પીવું જોઈએ. ભોજનમાં કેલ્શિયમનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું જોઈએ. સોડિયમના સેવનને  ઘટાડવું જોઇએ. પ્રાણીઓના પ્રોટીનનું સેવન મર્યાદિત કરવું. બીટ, ચોકલેટ ચા જેવા પદાર્થથી પથરી થાય છે. તેથી આ આહારનું સેવન ટાળવું જોઈએ.

મુળાના પાનના રસમાં સૂકોખાર નાખીને મિશ્રણ રોજ પીવાથી, પથરી ઓગળીને નીકળી જાય છે. પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

અમને આશા છે આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment