મની પ્લાન્ટ આજે ઘરે ઘરે આપણને જોવા મળે છે ઘણા તો તેના વિષે જાણતા પણ નહિ હોય કે તેને કેવી રીતે અને ક્યાં લગાવવો જોઈએ. ઘણાએ એકબીજાની દેખાદેખીમાં મની પ્લાન્ટ લગાવી દીધો હોય છે. હવે જયારે તેનાથી કાંઈ ફાયદો ના મળે એટલે એમ સમજે કે અમને તો આનાથી કાંઈ ફાયદો થતો નથી, મની પ્લાન્ટથી કોઈ ફાયદો થતો નથી. આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે.
હા, મની પ્લાન્ટથી ફાયદો જરૂર થાય છે. પણ તેની માટે અમુક ખાસ વાતો ધ્યાનમાં રાખવાની હોય છે. એમાં પણ એવું ના હોય કે તમે આજે મનીપ્લાન્ટ લગાવો અને કાલથી તમારા પર પૈસાનો વરસાદ થવા લાગે. આવી માન્યતા જો તમારા મનમાં હોય તો ભૂલી જજો. મની પ્લાન્ટને ઘરમાં રાખવા માટેના અમુક ખાસ નિયમ છે. જો તમે એ અપનાવો છો અને સાથે સાથે પોઝિટિવ રીતે મહેનત કરો છો તો તમને ફાયદો થશે જ.
ચાલો પહેલા તમને જણાવી દઈએ મની પ્લાન્ટની કયારેય ના જાણેલી વાતો અને તેના ફાયદા.
1.મની પ્લાન્ટ રંગ લીલો હોય છે તેમાં અમુક વાર સફેદ છાંટ પણ પડતી હોય છે. આ પ્લાન્ટનો લીલો રંગ એ આપણી આંખોને ઠંડક આપે છે. આમ એવું નથી કે મની પ્લાન્ટથી ઘરમાં પૈસા જ વધે પણ તેના બીજા ઘણા ફાયદા છે. આ સાથે જો તમને આંખના નંબર છે અને તમે ઈચ્છો છો કે તમારી આંખોને ઠંડક મળે તો મની પ્લાન્ટને ઘરની અંદર મુકો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને ઘરમાં ક્યારેય ઈશાન ખૂણામાં મુકવો જોઈએ નહિ. જો આ દિશામાં તમે મની પ્લાન્ટ મુકો છો તો તે નકારાત્મતા ફેલાવે છે તો જો તમે અત્યારે ઈશાન દિશામાં મુકેલ હોય તો પણ તેની જગ્યા બદલી દેજો.
2.આજકાલ લોકો પોતાના બજેટ પ્રમાણે ઘરની ખરીદી કરતા થયા છે. ઘણા લોકોની ઈચ્છા હોય છે બંગલો કે પછી બગીચા સાથેનું ઘર લેવાની પણ આપણા જેવા મિડલક્લાસ લોકોને માટે બંગલો લેવો એ સપનું બની રહે છે અને આખરે આપણે એપાર્ટમેન્ટ કે ફ્લેટ લઈએ છીએ હવે આજકાલ ફ્લેટનું બાંધકામ એ ખુબ મજબૂત થાય છે અને ફ્લેટમાં તમે ક્યારેય જમીનનો ભાગ જોઈ શકશો નહિ. એટલે જો તમારા ઘરમાં જમીનનો ભાગ નથી તો તમારે તમારા ઘરમાં મની પ્લાન્ટ કરવો જ જોઈએ. મની પ્લાન્ટ એ તમારા ઘરમાં રહેલ શુક્રની સ્થિતિ મજબૂત કરશે અને તામ્ર ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે.
3.હવે જે વાત હું તમને જણાવીશ એ ખુબ રસપ્રદ છે જો તમે ઈચ્છો છો કે મની પ્લાન્ટનો સંપૂર્ણ અને પોઝિટિવ ફાયદો તમને મળે. તો તમારે મની પ્લાન્ટ ક્યારેય ખરીદવો જોઈએ નહિ. જો કોઈ તમને ભેટમાં આપે છે તો તે સારી વાત છે પણ જો કોઈ તમને ભેટમાં નથી આપતા તો તમારે એક કામ કરવાનું છે. તમે ક્યાંય મની પ્લાન્ટ જોવો તો તેમાંથી એક ડાળ તોડી લો અને તેને છુપાઈને ઘરે લઈ આવો. આમ કરવાથી તમારા ઘરમાં જે મનીપ્લાન્ટ થશે એનાથી તમને ધનલાભ પણ થશે અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સાથે તમારા ઘરમાંથી લાંબા સમયથી ચાલી રહેલ બીમારી પણ દૂર થશે.
4.મની પ્લાન્ટ ને તમે એક માટીના કુંડમાં પણ વાવી શકો છો અને જો તમે કોઈ કાચની બોટલમાં પાણી ભરશો અને તેમાં પણ જો મની પ્લાન્ટની ડાળ કે પછી વેલ મુકશો તો પણ તે ખીલી ઉઠશે. મની પ્લાન્ટ જયારે તમારા ઘરમાં વધવા લાગે અને તમે જયારે તેને ખાદ્ય એટલે કે ખાતર આપવા માટે કાઢો ત્યારે વધી પડેલા મની પ્લાન્ટ ને ઘરમાં બીજી જગ્યાએ સજાવવા મૂકી શકો છો અથવા જરૂર ના હોય તો તેને તમે વહેતા પાણીમાં વહાવી શકો છો.
5.તમારા ઘરમાં ઊગેલ મની પ્લાન્ટમાંથી ક્યારેય કોઈ ભાગને તોડીને કોઈને આપશો નહિ. આમ કરવાથી તમે તમારા ઘરની પોઝિટિવ એનર્જી અને સુખ શાંતિ બીજા સાથે શેર કરી રહ્યા છો એવું બની શકે. તમે બહારથી ખરીદીને મની પ્લાન્ટ કોઈપણ ને આપી શકો છો તેને તમારા ઘરે લઈ જઈને પછી એ કોઈને પણ આપશો નહિ.
તો તમને અમારી આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે
મારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.