મોઢાના છાલા ની દવા અત્યારે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે તમે જે મોટાભાગના લોકોને જોવા મળતી હોય છે. મોઢામાં ચાંદા પડવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે તેમાં જોઈએ તો અત્યારે ઉનાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. માટે વધુ પડતી ગરમી શરીરમાં થવાથી મોઢામાં ચાંદા પડી જતા હોય છે.
તમે ધૂમ્રપાન કરતા હોય તો તમાકુનું સેવન કરતા હોય તો પણ મોઢામાં ચાંદા પડી શકે છે. તમારું યોગ્ય સમયે પેટમાં સાફ થતું હોય તો પણ મોઢામાં ચાંદા ની સમસ્યા થતી હોય છે. મોઢામાં ચાંદા પડ્યા હોય તો તમે કોઈપણ વસ્તુ ખાઈ કે પી શકતા નથી. મોઢામાં પડેલાં ચાંદાની યોગ્ય સમયે તપાસ કરાવવી અથવા તેનો સમયસર દેશી ઉપચાર કરવો જોઈએ. નહીં તો એના કારણે આગળ જતાં ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે.
ચાંદા ની સમસ્યાની સારવાર માટે એવુ જરૂરી નથી કે ડોક્ટર પાસે જવું પરંતુ તમે આ સમસ્યાનું યોગ્ય સમયે સારવાર કરો તે મહત્વનું છે. માટે આજે અમે તમને એવા કેટલાક દેશી ઉપચાર વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે મોઢામાં પડેલાં ચાંદાંમાં ફાયદો મેળવી શકો છો.
મોઢાના છાલા ની દવા
બરફ – મોઢામાં પડેલા ચાંદા માટે બરફ સૌથી અસરકારક સાબિત થાય છે. તેના યોગ્ય ઇલાજ માટે તમારે નાનો બરફનો ટુકડો લેવો. ત્યારબાદ તેને પાંચ સેકન્ડ ચાંદા ઉપર રાખવો. આ રીતે ચારથી પાંચ વખત કરવાથી ચાંદા ની સમસ્યામાંથી છુટકારો મળે છે.
કપૂર – તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેમાંથી છુટકારો મેળવવા માટે કપૂર પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેના ઈલાજ માટે 50 ગ્રામ જેટલું ઘી ગરમ કરવું તેમાં 6 ગ્રામ જેટલું કપૂર નાખીને મિક્સ કરવું. આ મિશ્રણને ગરમ કરવું ત્યાર બાદ તેને મોઢામાં પડેલા ચાંદા ઉપર લગાડી લેવું એનાથી ચાંદા મટી જાય છે.
દેશી ઘી – દેશી ઘી મોઢામાં પડેલા ચાંદા માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ભાગ પર ચાંદા પડ્યા હોય તે ભાગ ઉપર થોડું દેશી ઘી લગાવી દેવું. એનાથી ચાંદામાં જલ્દી રૂઝ આવવા લાગે છે.
હળદર – તમને જાણ નહીં હોય પરંતુ હળદર પણ મોઢામાં પડેલા ચાંદા માટે અસરકારક ઉપાય છે. હળદરથી ખૂબ જ ફાયદો થાય છે, એ એક ચમત્કારિક દવા તરીકે કામ કરે છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
કાથો – કાથા વિશે તો તમે પરિચિત જ હશો કાથો એ તમને મોઢામાં પડેલી ચાંદી માટે એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. જે ભાગ ઉપર ચાંદા પડી ગયા હોય ત્યાં કાથો લગાડવાથી ચાંદા માં રૂઝ આવે છે.
તુલસી – તુલસીના ત્રણથી ચાર પાન પીસીને થોડો રસ કાઢીને તેનો રસ ચહેરા ઉપર લગાવવાથી ચાંદા મટી જાય છે.
મેથી ની ભાજી – ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરવાથી તરત રાહત મળે છે.
મીઠું – એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરવા.
કોથમીર – કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ કાઢીને આ રસને ચાંદા પર લગાવવું. એનાથી બે-ત્રણ દિવસમાં રાહત મળે છે.
એલોવેરા જેલ – એલોવેરા જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવવી. એનાથી થોડાક દિવસમાં ચાંદાથી છૂટકારો મળે છે.
કેળા અને દહીં – મોઢાના ચાંદા થયા હોય ત્યારે કેળા ને દહીં ની ખાવાથી મોઢાના ચાંદા જલ્દી સારા થઇ જાય છે.
બેકિંગ સોડા – ખાવા વાળા સોડા ને પાણી મેળવીને પેસ્ટ બનાવી લેવી ત્યારબાદ એ પેસ્ટ ને મોઢાના ચાંદા પર લગાવાવથી ચાંદા થી આરામ મળે છે.
મીઠાનું પાણી – મીઠાના પાણી થી દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી પણ મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
મધ અને ઈલાયચી – મધમાં ઇલાયચી નો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવીને આ પેસ્ટને મોઢાના ચાંદા ઉપર લગાવો. મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
ગોળ ને ચૂસવો – ખાવાનું ખવાય ગયા બાદ થોડો ગોળ મોં માં મૂકી ચૂસવાથી પણ મોઢાના ચાંદા થી રાહત મળે છે.
ફટકડી નાં પાણી નાં કોગળા કરવાથી મોના ચાંદા રૂઝાય છે.જમરૂખ ના પાંદડા જમરૂખ ના પાંદડા ને ચાવવાથી પણ મોઢાના ચાંદા સારા થઇ જાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજે ના લેખ ની માહિતી તમને જરૂર થી ઉપયોગી થઇ શકે.
1 thought on “મોઢાના છાલા ની દવા ચાંદાને દુર કરવા માટે કરો આ ઉપાય”