લીવર, કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ મેળવવા અને યુરિક એસિડને કંટ્રોલ કરવા આ વસ્તુનું સેવન

યુરિક એસિડ આપણા શરીરમાં અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ જો તેને પ્રમાણે વધી જાય તો નુકસાન થઈ શકે છે. જેથી સ્વાસ્થ્ય જાળવવા માટે શરીરમાં દરેક તત્વનું પ્રમાણ જળવવું ખૂબ જ જરૂરી છે, માટે આજે આ લેખમાં અમે તમને યુરિક એસિડનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય, એના વિશે જણાવીશું. જેમાં કારેલાના સેવન વિશેની રીત જણાવીશું.

ખરાબ ખાણીપીણી અને ખાનપાનમાં સંતુલનના કારણે તથા વધુ પડતા જંકફુડના સેવનથી યુરિક એસિડ ની સમસ્યા ખૂબ જ ઝડપથી વધતી હોય છે. શરીરમાં યુડીક એસિડ ની માત્રા વધવાથી સાંધામાં દુખાવો, સાંધા જકડાઈ જવા જેવી સમસ્યા અને બીજી અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે. યુરિક એસિડ વધવાને કારણે આર્થરાઇટિસ જેવી બીમારીનું જોખમ પણ વધી જાય છે.

યુરિક એસિડ એ શરીરમાં પ્યુરીન નામના પ્રોટીનના કારણે વધે છે. યોગ્ય સમયે યુરિક એસિડને કંટ્રોલ ન કરવાથી તે તમારા માટે ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે. યુરિક એસિડને નિયંત્રણમાં કરવા માટે ખાનપાન નો વિશેષ ધ્યાન રાખવું જોઈએ. યુરિક એસિડ ઓછું કરવા માટે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો યુરિક એસિડ માટે કારેલા ના કેટલાક વિશેષ ફાયદા વિશે જાણીએ.

યુરિક એસિડ ઓછું કરવા માટે કારેલાના વિશેષ ફાયદા:

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. કારેલામાં રહેલા વિશેષ ગુણ શરીરમાં વધેલા યુરિક એસિડના સ્તરને ઓછું કરવા અને શરીરને હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કારેલામાં વિટામિન સી, આયર્ન, બીટા કેરોટીન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં રહેલા છે.

કારેલાનું શાક અથવા તો કારેલાના જ્યુસ નું સેવન કરવાથી યુરિક એસિડ ઓછું થાય છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે નિયમિત રૂપે જો કારેલાનું જ્યુસ પીવામાં આવે તો યુરિક એસિડ ની માત્રા ઝડપથી ઓછી થાય છે. આમ યુરિક એસિડને નિયંત્રણમાં કરવા માટે કારેલાનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે.

શરીરમાં વધેલા યુરિક એસિડને નિયંત્રણમાં કરવા માટે તો કારેલા ફાયદાકારક છે જ, એ ઉપરાંત એ ડાયાબિટીસ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપે જો કારેલા ના જ્યુસનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર પર નિયંત્રણમાં રહે છે. એક શોધ પ્રમાણે કારેલાનું સેવન કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીનું જોખમ પણ ઓછું થાય છે. કારેલામાં રહેલા ગુણ કેન્સરની કોશિકાઓની ઝડપથી વધતા રોકે છે અને તેના જોખમને ઘટાડે છે.

કારેલાને ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઇન્સુલિન હોય છે, જેને પોલીપેપ્ટાઇડ પણ કહેવામાં આવે છે. કારેલાનું જ્યૂસ શરીરમાં બ્લડ શુગર લેવલને હંમેશા કંન્ટ્રોલમાં રાખે છે. કારેલાના જ્યુસ ને ખાલી પેટે પીવાથી વધુ ફાયદો થાય છે.

કારેલામાં વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે. જે શરીરને અનેક વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. કારેલાનું જ્યૂસ ઇમ્યૂનસિસ્ટમને મજબૂત બનાવે છે. જેથી શરીર બિમારીઓથી દૂર રહે છે.

કારેલાના જ્યુસ નું સેવન કરવાથી લીવરને પણ ખૂબ જ ફાયદો થાય છે. તેના કારણે લીવરમાં રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળે છે અને લીવરના કામકાજને સારું રાખે છે. ત્વચાને પણ હેલ્ધી રાખે છે, ઉપરાંત અનેક બિમારીઓ સામે રક્ષણ પૂરો પાડે છે. કારેલામાં રહેલા ગુણ ત્વચાને હેલ્ધી અને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. તે ભૂખ ને કંટ્રોલમાં રાખવાનું અને પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. માટે કારેલાના જ્યુસ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

યુરિક એસિડને ઓછું કરવા માટે કારેલાનું સેવન કરવાની રીત :

યુરિક એસિડ ઓછું કરવા માટે અથવા તેની નિયંત્રણમાં કરવા માટે કારેલાનું સેવન કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી જોઈએ. કારેલાના જ્યુસ નું સેવન અથવા તેની સબ્જીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. આ ઉપરાંત કારેલાનું સેવન અન્ય ઘણી રીતે કરી શકાય છે, પરંતુ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને તેમના કહ્યા પ્રમાણે કારેલાનું સેવન કરવાથી તેના ઔષધીય લાભ મેળવી શકાય છે. આમ કારેલાનું સેવન યુરિક એસિડ ની બિમારી માં ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે તે અન્ય બીમારી સામે પણ રક્ષણ પૂરું પાડે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની વિશેષ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment