લીમડાનો રસ આપણે ઘણા બધા જ્યૂસ પીતા હોઈએ છીએ અને એમના ફાયદાઓ થી પણ સારી રીતે જાણકારી છીએ. આ બધા જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેટલાક એવા જ છે જેનું સેવન કેટલાક રોગોમાં થતું નથી.
આજે અમે તમને એવા જ્યુસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમે કોઇ પણ રોગમાં પી શકો છો અને તમને એનાથી ઘણા બધા ફાયદા પ્રાપ્ત થાય છે. તેનાથી કોઈ નુકસાન પણ થતું નથી. તેનો સ્વાદ થોડો કડવો હોય શકે છે પરંતુ તે ફાયદાકારક છે. આજે અમે વાત કરી રહ્યા છે લીમડાના રસ ની.
લીમડાનો રસ પીવાના ફાયદા
લીમડામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી બાયોટિક ગુણ રહેલા છે. જે શરીરના બધી જ આંતરીક ખામી ને ખૂબ જ ઝડપથી દૂર કરીને શરીરને શક્તિશાળી બનાવવાનું કામ કરે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના સમસ્યા દર્દીઓ માટે નિયમિત પણે ખાલી પેટે લીમડાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. આ કારણે ડાયાબિટીસના દર્દીનું સુગર લેવલ ઝડપથી ઘટવા લાગે છે. જો તેનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યા જડથી દૂર થઈ છે.
ખંજવાળ, ધાદર
ખંજવાળ, ધાદર જેવા ચામડીના રોગોમાં પણ લીમડાનો રસ પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને ત્વચાના રોગમાંથી છૂટકારો મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી ત્વચાના બધા રોગોમાંથી છુટકારો મળે છે. ઉપરાંત લોહીને શુદ્ધ કરે છે અને ખીલ જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
લીમડાનો રસ પીવાથી હૃદય સ્વસ્થ અને મજબૂત બને છે. તેનું નિયમિત સેવન કરવાથી લોહી પાતળું બને છે. જેના કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. હૃદય રોગથી પીડાતા લોકો માટે લીમડાનો રસ ખૂબ જ ફાયદાકારક છે.
વજન ઘટાડવા માટે
લીમડાનો રસ શરીરમાં સંગ્રહ થયેલ ચરબીને ઘટાડે છે. જે સ્થૂળતાની સમસ્યા માંથી છુટકારો અપાવે છે. લીમડાનું સેવન મગજને તીક્ષ્ણ બનાવે છે અને ત્વચાને પણ ચમકદાર બનાવે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
લીમડાના રસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે અને બીપી માં પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન થાઇરોડમાં પણ ખૂબ જ ફાયદાકારક બની રહે છે. લીમડાના રસનું સેવન કરવાથી આંખોની રોશની પણ વધે છે .લીમડો કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. લીમડાનું મહિના સેવન કરતા રહેવાથી હાર્ટએટેકની બીમારીમાં રક્ષણ મળે છે.
ત્વચા માટે
આ સિવાય પણ લીમડાના અનેક ગુણ અને ઉપયોગ છે. જેમ કે, લીમડાના પાન અને ફળ નો ઉપયોગ કરીને સફેદ ડાઘ અને ત્વચાના વિવિધ રોગોમાં ફાયદો પ્રાપ્ત કરી શકાય છે. લીમડાના પાનને પીસીને તેની પેસ્ટ બનાવીને એક મહિના સુધી ડાઘ વાળી જગ્યા પર લગાવવું જોઈએ. તેમજ લીમડા નું ફળ ખાવું જોઈએ અને લીમડાનાં પાનનો રસ પણ પીવો જોઈએ. આ લોહીને સાફ કરે છે અને ત્વચા સંબંધિત રોગોમાંથી છુટકારો અપાવે છે.
શરીર ઉપર ચીકન પોક્સના નિશાનને સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરવો અને તેનું સેવન કરવું. તે ઉપરાંત ત્વચા સબંધી રોગ, જેવા કે એક્જીમાં અને સ્મોલ પોક્સ પણ તેનો રસ પીવાથી દુર થઇ જાય છે.
પેઢા માંથી લોહી આવવા અને પાયોરિયા થવા ઉપર લીમડાના થડની અંદરની છાલ કે પાંદડાને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી લાભ થાય છે. તેનાથી પેઢા અને દાંત મજબુત થાય છે. લીમડાના ફૂલની રાબ બનાવીને પિવાથી પણ તેમાં લાભ થાય છે. લીમડાનું દાંતણ રોજ કરવાથી દાંતોની અંદર જોવા મળતા જીવાણુંનો નાશ થાય છે. દાંત ચમકતા અને પેઢા મજબુત અને નીરોગી થાય છે. તેનાથી મન પ્રસન્ન રહે છે.
મેલેરિયા
લીમડાના રસના ફાયદા મેલેરિયા રોગમાં પણ થાય છે. લીમડો વાયરસના વિકાસને અટકાવે છે અને લીવરની કાર્યક્ષમતાને મજબુત કરે છે.
અરુચિ અને એસિડિટીના દર્દીઓએ લીમડાના કૂમળાં પાનનો જ્યુસ અવશ્ય પીવો જોઈએ. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ચમત્કારિક પરિણામ આપે છે.
દરરોજ કેટલી માત્રામાં સેવન કરવું જોઈએ
સામાન્ય રીતે વ્યક્તિ અઠવાડિયામાં એક વખત લીમડાના રસ નો એક ગ્લાસ પીવો જોઈએ. જો કોઈ બીમારી થી પીડાતા હોવ તો, ખાલી પેટે દરરોજ 200 મિલી લીટર રસનું સેવન કરવું જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આ લેખની મહત્વપૂર્ણ માહિતી અમે જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.