પથરીની દવા: મફતમાં પથરીનો ઈલાજ કરે છે આ ગુજરાતી દાદા જાણો

પથરીની દવા ઘણીવાર શરીરમાં પાણીની અછતને કારણે અથવા ઓછું પાણી પીવાને કારણે કિડની મા અથવા મૂત્રાશયમાં પથરી બની જાય છે. જો નાની પથરી થઈ હોય તો કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી પથરી આપો આપ નીકળી જતી હોય છે. પથરીનો દુખાવો અસહ્ય હોય છે. ઘણી એવી દવા છે તેનો ઉપયોગ કરીને તમે આ રોગથી મુક્તિ મેળવી શકો છો.

ઘણી વખત જો પથરી મોટી થઈ હોય અને ન નીકળે તો ઓપરેશન કરાવવું પડે છે. ઓપરેશન કરાવવું ન હોય તો આયુર્વેદિક ઉપચાર કરી શકાય છે. જેની મદદથી મોટી પથરી થઈ હોય તો પણ તે નીકળી જતી હોય છે. અને ઓપરેશન કરાવવું પડતું નથી. પથરી ના દુખાવા ની પીડા અસહ્ય અને ખતરનાક હોય છે. આજે અમે તમને એક એવા ગુજરાતી દાદા વિશે જણાવીશું, જે ગમે એટલી મોટી પથરી હોય તો પણ માત્ર ને માત્ર ત્રણ દિવસમાં ભૂકો કરીને બહાર કાઢી નાખે છે.

ગુજરાતના અંજાર તાલુકામાં આવેલું જૂની દૂધઇ ગામ માં એક એવા ગુજરાતી પટેલ દાદા રહે છે.જે પથરી મટાડવા માટેનો પાવડર આપે છે. જેનાથી ગમે એટલી મોટી પથરી હોય તો પણ ફક્ત ત્રણ દિવસમાં તૂટીને બહાર નીકળી જાય છે. આ દાદાને છેલ્લા બે વર્ષમાં અંદાજે 5 હજારથી પણ વધુ લોકોને પથરીની સમસ્યાની પીડામાંથી મુક્ત કર્યા છે. આ ગુજરાતીનું દાદાનું નામ ભૂરાભાઈ પટેલ છે. જે ઘરે બેઠા જ પથરી નો ઈલાજ કરવા માટેની દવા એકદમ મફતમાં આપે છે.

પથરી ની દવા દેશી

જો કોઈ દૂર રહેવું અથવા બીજા રાજ્યમાં રહેતું હોય તો તેને કુરિયર પણ કરે છે. આ ગુજરાતી દાદા લોકોને સારું થઈ જાય એના માટે સેવા કરે છે. વર્ષો પહેલા ભૂરાભાઈ પટેલે આણંદમાં રહેતા એક સંત મહાત્મા પાસેથી આ પથરીની દવા બનાવવાની શીખ્યા હતા. જ્યારે એ મહાત્માએ ભોળાભાઈ પટેલને પથરીની દવા બનાવતા શીખવાડ્યું. ત્યારે એમણે બે શરત રાખી હતી. પહેલી શરત હતી. કે જે પણ લોકો પથરીની સમસ્યા હોય તે લોકો ની દવા મફતમાં આપવી, અને બીજી શરત એવી હતી કે પથરીની દવા બનાવવાની રીત કોઈ બીજા લોકોને શીખવવી નહિ,અથવા તો કહેવું નહીં આ પાવડરને માત્રને માત્ર ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ લેવાનો હોય છે. આ પથરી નો પાવડર ફક્ત ત્રણ દિવસ સુધી ત્રણ ટાઈમ માં લેવાથી ગમે તેવી મોટી પથરી હોય તો પણ ત્રણ દિવસમાં તૂટીને મૂત્રાશય માર્ગે બહાર નીકળી જાય છે.

જો પથરી મોટી હોય તો છ દિવસમાં બહાર નીકળી જાય છે. જે લોકોને ડોક્ટરની મદદ થી પણ પથરી નીકળતી ના હોય તે ડોક્ટરો પણ દર્દીને આ ગુજરાતી દાદા પાસે મોકલે છે. જો તમારા સગા સંબંધીઓ અથવા ઓળખીતા કોઈને પણ પથરીની સમસ્યા હોય તો આ માહિતી તેમના સુધી ચોક્કસ પહોંચાડશો. જેનાથી તેઓ પથરીના અસહ્ય  દુખાવામાંથી છુટકારો મેળવી શકે. ગુજરાતી દાદા દુર રહેતા લોકોને પણ દવા આપે છે.

આ ઉપરાંત પથરીની સમસ્યામાં નીચે મુજબના અન્ય  ઉપચાર પણ કરી શકાય છે.

પથરી દૂર કરવા માટે બીજોરા ના ફળને ખાવાથી થોડા સમયમાં પતિ બહાર નીકળી જાય છે આ ઉપરાંત દૂધ અને પાણી એકસરખું મિક્સ કરીને પીવાથી પણ પથરીનો દુખાવા માટે છે પથરીની સમસ્યા માં પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ.

રાત્રે 50 ગ્રામ કળથી પલાળીને સવારે તેને મસળી પાણી ગાળી લેવું. આ પાણી રોજ સવારે પીવાથી પથરી ઓગળી જાય છે.

ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી નીકળી જાય છે.

કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી નીકળી જાય છે.

જૂનો ગોળ અને હળદર છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે.

પથરી માટેનો સૌથી સારો અને કારગર ઉપાય છે પાણી. પુષ્કળ પાણી પીવાથી પથરી નાની હોય તો તેની જાતે જ નીકળી જાય છે.

દાડમનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે અને તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી.

લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.

લીંબુના રસમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને દિવસમાં બેવાર પાણી સાથે પીવાથી પથરીમાં ફાયદો થાય છે.

તરબૂચ ખાવાથી તેમાં રહેલું પોટેશિયમ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તરબૂચનું સેવન કરવાથી પથરીમાં રાહત થાય છે. તે આપોઆપ ઓગળીને નીકળી જાય છે.

અમને આશા છે કે, આજની મહત્વપૂર્ણ માહિતી તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment