ગોઠણનો દુખાવો દૂર કરવા માટેનો અસરકારક ઉપચાર

ગોઠણનો દુખાવો : આજના સમયમાં પર્યાવરણ અને ખાણી – પીણી બદલાઈ ગયા છે. વળી આજે જુના જમાનાની જેમ ભેળસેળ વગરની શુદ્ધ ખાદ્ય સામગ્રી નથી મળતી. આ જ કારણ છે કે આ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં પણ બીમારીઓનો ફેલાવો થયો છે તેમાંથી એક ગોઠણ નો દુઃખાવો  આપણે ઘણી વખત આપણા મોટી ઉંમરના વડીલોને ગોઠણ ના દુઃખાવા થી પીડાતા જોયા છે.

દિવસ રાત દવા ખાવાથી પણ તેમણે કોઈ રાહત થતી નથી.
ચાલવા ફરવામાં ખુબ તકલીફ થાય છે. સાથે જ ગોઠણ ને વાળવામાં, ઉઠવા-બેસવામાં તકલીફ પડે છે. ક્યારેક તેમને એટલો વધુ દુઃખાવો થાય છે કે, તે સારી રીતે ઊંઘી પણ નથી લઇ શકતા અને ગોઠણ માં સોજો પણ આવી જાય છે. ઉંમર સાથે હાડકાની બીમારીઓ વધતી જાય છે. આજે અમે દુઃખાવાના ઉપયોગી અને અસરકારક ઉપાય વિશે જણાવીશુ.

gothan na dukhava

ઘૂંટણ ની દવા | પિંડી નો દુખાવો | સાંધાના દુખાવા નો ઈલાજ

મેથીદાણાને રોજ રાત્રે બેથી – ત્રણ ચમચી એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખવા. ત્યાર પછી મેથીના દાણાને સવારે ખાલી પેટે ચાવીને ખાઈ જવા અને મેથીનું પાણી પી જવું જોઈએ. એનાથી પિંડી નો દુખાવો દૂર થાય છે. એ સિવાય સરસિયાના તેલમાં જાયફળના તેલને મિક્સ કરીને પિંડીના દુખાવા પર માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

નાળિયેરના તેલને થોડું ગરમ કરીને હૂંફાળું કર્યા પછી જ્યાં દુખાવો થતો હોય તે જગ્યા પર અથવા જ્યાં ગોટલા ચડી ગયા હોય, ત્યાં પાંચ મિનિટ સુધી આ નારિયેળના તેલથી માલિશ કરવી. એનાથી તરત જ દુખાવો દૂર થઇ જાય છે.

આ ઉપરાંત તમારી પાસે કપૂર હોય તો તેને નારિયેળ તેલની અંદર નાખીને થોડું હલાવીને મિક્સ કરીને પછી માલિશ કરવી. એનાથી દુખાવામાં ખૂબ જ ઝડપથી છુટકારો મળે છે. એ ઉપરાંત સાંધાનો દુખાવો થતો હોય કે, ગોટલા ચડી ગયા હોય તો પણ તરત જ ઊતરી જાય છે.

નાળિયેરના તેલ

મોટાપા વાળા શરીરમાં ખાસ કરીને પગમાં વધારે દુખાવો રહેતો હોય છે. ઘણા લોકોને સાંધામાં દુખાવો થતો હોય છે. તેનું કારણ સાંધામાં થયેલા પોષક તત્વોની ઉણપ છે. સાંધા વચ્ચે રહેલું પ્રવાહી ઓછું થઈ જવાને કારણે બંને હાડકા ઘસાય છે. જેનાથી દુખાવો થતો હોય છે. પગ ના દુખાવા નું એક લક્ષણ નસો ની અંદર જમા થયેલું અશુદ્ધ લોહી છે.
જેને સાઈટીકા તરીકે દર્શાવવામાં આવે છે. આ અશુદ્ધ લોહી નસોમાં જામ થઈ જવાથી હલનચલન ઓછું થઈ જાય છે.

પગમાં થાક લાગવો, ખેંચાણ અનુભવવું જેવા ઘણા દર્દને દૂર કરવાના સરળ ઉપાય છે. પગ અને ઘુટણ, હિપ, પીઠ જેવી અન્ય જગ્યાએ દુખાવાની ફરિયાદો હોય છે. પગમાં કેટલાક ને સામાન્ય રીતે સ્નાયુઓ, સાંધા અને કમરમાં દુખાવો થાય છે.

એના ઉપાય તરીકે બોલ ખુરશી પર બેસીને જમીન પર ટેનિસ બોલ રાખવો. પછી પગના નીચેના ભાગ વડે તેને ધીમે ધીમે ફેરવતા રહેવું. ત્યાર પછી બેથી ત્રણ મિનિટ સુધી એ જ અવસ્થામાં રહેવું. આ રીતે બીજા પગે પણ આ જ ક્રિયા કરવાની છે. રોજ બે વાર આ ક્રિયા કરવાથી દુખાવામાં રાહત મળે છે અને પગના પંજાનું લચીલાપણું વધે છે.

સિટેડ સ્ટ્રેચ ખુરશી પર સીધા બેસીને ડાબા પગને જમણા પગને બીજા પગના  ઘુટણ પર રાખવો. હવે પંજાને હાથની મદદથી પાછળની તરફ ખેંચવો, અને દસ સેકન્ડ પછી આગળની બાજુ ખેંચી લેવું. આવી જ રીતે બીજા પગમાં પણ આ રીતે જ કરવું. બંને તરફ પંદર-પંદર મિનિટ સુધી આ ક્રિયા કરવી. આનાથી પગનો દુખાવો ઓછો થાય છે. અને આંગળીઓ મજબૂત બને છે.

ઘણીવાર પગમાં દુખાવો ફક્ત થાકને કારણે નહીં પરંતુ કોઈક આંતરિક સમસ્યાઓને કારણે પણ થતો હોય છે. આવી જ એક સમસ્યામાં સ્પાઇડરવેન્સ છે. નાની રક્તવાહિનીઓ હોય છે જે ટેલેજીકટાસિયા તરીકે પણ ઓળખાય છે. સ્પાઇડરવેન્સ પર્પલ કે બ્લૂ રંગની હોઈ શકે છે.સામાન્ય રીતે આ પગમાં અથવા ચહેરા પર જોવા મળે છે. સ્પાઇડર વેન્સમાં હંમેશા અસહ્ય દુખાવો અને પગમાં કળતર થતી હોય છે. આ સ્થિતિ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં સામાન્ય  હોય છે. સ્પાઇડરવેન્સ નસ માં નબળા વાલ્વ ને કારણે થાય છે.

રોજ અખરોટને ખાલી પેટ ખાવાથી તમને ગોઠણનો દુખાવો ની તકલીફ નહી થાય. રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં હળદર નાખીને પીવાથી તમને હાડકામાં થતા દુઃખાવામાં રાહત મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની માહિતી ગોઠણનો દુખાવો ઉપાય નો તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment