સફેદ વાળને કાળા કરવા માટે અજમાવી લો આ દેશી ઘરેલૂ ઉપાય

સફેદ વાળને કાળા કરવા માટે  જો તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો, ભૂલથી પણ હેરકલર કે હેરડાય ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે, એવું કહેવામાં આવે છે કે, કેમિકલવાળા હેર કલર કરવાથી સફેદ વાળ માં વધારો થાય છે. એટલા માટે તમે આ ઘરેલુ ઉપચારથી તમારા વાળને કાળા કરી શકો છો. તમે બટાકા વિશે જાણો જ છો એનો ઉપયોગ શાક થી લઈને, વિવિધ પ્રકારની વાનગીઓ અને ફરસાણ બનાવવામાં થાય છે પરંતુ, શું તમે જાણો છો કે બટાકાની છાલ ને તમે કચરો સમજીને ફેંકી દો છો. તેનો ઉપયોગ કરીને તમે વાળને કાળા પણ કરી શકો છો.

બટાકાની છાલને તમે કુદરતી હેરકલર તરીકે ઉપયોગ કરી શકો છો. બટાકાની છાલ નો ઉપયોગ કરીને વાળને કુદરતી રીતે ચમકદાર અને કાળા બનાવી શકાય છે. જો તમે આ ઘરેલુ ઉપાય વિશે પહેલા સાંભળ્યું નથી અથવા તો તેનો ઉપયોગ કર્યો નથી તો તમે એકવાર અજમાવી જુઓ. બટાકાની છાલ તમારા વાળને કેવી રીતે વધુ સુંદર બનાવશે એના વિશે આજે અમે તમને જણાવીશું.

સફેદ વાળ.

છાલ સાથેના બટેકામાં પોટેશિયમનો મોટો સ્ત્રોત રહેલો છે. શરીરની દરેક કોશિકા સરખી રીતે કામ કરે તે માટે આ તત્વ ખુબ જરૂરી છે.બટેકા એ કંદમૂળ છે એટલે કે તે જમીનની અંદર ઉગે છે. આથી તે ખનીજ તત્વથી પણ ભરપુર હોય છે.એક બટેકામાં 620 મીલીગ્રામ પોટેશિયમ રહેલું હોય છે.
આજે અમે તમને વાળ માટે આ ઘરેલુ ઉપાય જણાવીશું

બટાકાની છાલ થી વાળને કાળા કરવાનો ઉપાય | વાળ ના ઉપચાર | સફેદ વાળને કાળા કરવા માટે 

પહેલા બટાકાના રહેલી વસ્તુઓ વિષે જાણી લઈએ તો તેના ફાયદાઓ વિશે ચોક્કસપણે સમજી શકાશે. બટાકાની છાલ કુદરતી રીતે તમારા વાળને કાળા કરી શકે છે. બટાકાની છાલ માં સ્ટાર્ચ રહેલું છે જે તમારા વાળ પર કુદરતી પ્રકારની ડાય કરવાનું કામ કરે છે.

સફેદ વાળ કાળા કરવાની દવા

બટાકાની છાલ નો રસ વાળમાં એકઠા થયેલા ઓઇલને દૂર કરે છે. તે ખોડા ને પણ દૂર કરે છે. તેમાં રહેલા વિટામિન એ, બી, સી વાળના સ્કેલ્પ માટે ખૂબ જ સારા છે. આ સિવાય બટાકામાં આયર્ન, પોટેશિયમ, ઝીંક અને કેલ્શિયમ જેવા અનેક મિનરલ્સ પણ રહેલા છે. જેનાથી વાળ ખરવાની સમસ્યામાં પણ છુટકારો મળે છે.

બટાકાની છાલ નો હેર કલર બનાવવા માટેની રીત

સૌથી પહેલા બટાકાની છાલ ઉતારી લેવી ત્યાર પછી છાલ ને એક ઠંડા પાણીમાં નાખીને સારી રીતે ઉકાળવી. જ્યારે તે ઉકળી જાય પછી એને એ ઠંડુ થઈ જાય પછી આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ થવા રાખી દેવું. હવે આ પાણીને એક બોટલ માં ભરીને રાખવું. આ બટાકાના પાણીમાંથી આવતી ગંધ થી છુટકારો મેળવવા માટે તમે એમાં લેવેન્ડર ઓઈલ થોડા ટીપાં ઉમેરી શકો છો.

વાળમાં કઈ રિતે લગાવવું

બટાકાની છાલ નું પાણી તમારા માથાની ચામડી પર ધીમે – ધીમે પાંચ મિનિટ સુધી મસાજ કરવો. આ બટાકાના પાણીને તમારા વાળમાં મસાજ કરીને લગાવીને 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર પછી ઠંડા પાણીથી ધોઈ લેવું. ધ્યાન રાખો કે બટાકાની છાલ નું પાણી લગાવતા પહેલા તમારા વાળ ધોઈ લેશો તો, તમારા વાળમાં સારી રીતે કલર થઈ જશે. આ રીતે તમે તમારા વાળને કુદરતી કલર તો કરી શકો છો પણ, સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. વાળ ને કલર કરવા માટે બટાકાની છાલ નો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

આ ઉપરાંત વાળને સફેદ થતા રોકવા માટે નીચેના ઉપાય પણ કરી શકાય છે.

આમળા

નાના દેખાતા આંબળા તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે..સાથે તમારા સફેદ વાળની સમસ્યાને પણ દૂર કરે છે. મહેંદીમાં આંમળાનો પાવડર મિક્સ કરીને તેને માથામાં લગાવો અથવા તો આંબળાના નાના ટૂકડા કરીને તેને નાળિયેરના તેલમાં ઉકાળો, ત્યાર પછી તે તેલ વાળમાં નિયમિત લગાવવું. આ ઉપચાર સફેદ વાળની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળશે.

કોફી

સફેદ થઈ ગયેલા વાળમાં કોફીનો અર્ક લગાવવો ત્યારબાદ અને ધોઇ લેવા. આ ઉપાય કરવાથી સફેદ થયેલા વાળ ફરી કાળા થવા લાગશે.

કાબુલી ચણા 

તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન હોવાને કારણે વાળ નબળા પડે છે અને પાતળા થઈ જાય છે. પરંતુ કાબુલી ચણા ખાવાથી આ સમસ્યામાં ફાયદો મળે છે. ચણામાં પ્રોટીન, મૅંગેનીઝ જેવાં પોષક તત્વો રહેલા છે. જે વાળના વિકાસમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે વાળને ખરતા અટકાવવા માં મદદ કરે છે. એમાં ઝીંક જેવા પોષક તત્વો છે. જે ની ઉણપ પણ વાળ ખરવા તરફ દોરી જાય છે. પરંતુ આહારમાં ચણા નો સમાવેશ કરવાથી વાળ સુંદર બને છે..તેમાં રહેલું કોપર વાળને ફરીથી ઉગવામાં કરવામાં પણ મદદ કરે છે.

નારીયલ તેલ 

નારીયલ તેલ સાથે એલોવેરા જેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. એલોવેરા મોઈશ્ચરાઈઝર ગુણ રહેલા હોવાથી તેને વાળ માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે. માટે જો તમે વાળમાં તેલ માગતા હો તો તેલમાં એલોવેરા જેલને મિક્સ કરીને પણ તેને વાળના મૂળમાં લગાવી શકાય છે. આનાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ લાંબા થાય છે. આ ઉપાય સતત એક મહિના સુધી કરવો.

ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા:

ઘણા લોકો ખોડાની સમસ્યાથી ખૂબ જ હેરાન હોય છે. ખોડો એટલે ડેડ સ્કિન નું માથામાં જામી જવું. જેથી માથામાં બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે. માથાના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન થવું ખૂબ જ જરૂરી છે. એ માટે તમારા વાળને સૌ પ્રથમ બે ભાગમાં વહેંચી લો. ત્યારબાદ તેમાં મીઠું ફેલાવી . હવે આંગળીઓ વડે દસથી – પંદર મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ નોર્મલ રીતે વાળ ધોઈ લો. આ ઉપાય અજમાવવાથી સ્કૅલ્પ સ્વસ્થ અને સ્વચ્છ રહેશે જેથી ખોડાની સમસ્યાથી છુટકારો મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની વાળને સંબંધિત માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment