મગફળી ના ફાયદા
મગફળી ના ફાયદા આજના સમયમાં મોટા ભાગે લોકો કોઈક ને કોઈક બીમારીથી પીડાતા હોય છે. હાલમાં નાની ઉંમરમાં જે એવી કેટલીક ગંભીર બીમારીઓ થઈ જતી હોય છે, જે વ્યક્તિને હેરાન કરી દે છે. તેવી જ એક બીમારી છે જે કોઇપણ સમયે થઇ શકે છે.જે હૃદય સંબધિત બીમારી છે. હૃદય સંબંધિત બિમારી પહેલાના જમાનામાં 55 થી 60 વર્ષની ઉંમર પછી થતી હતી. પરંતુ હાલના અત્યારના સમય માં 30 થી 35 વર્ષની ઉંમરે પણ વ્યક્તિને હૃદય સંબંધીત બીમારીઓ જોવા મળે છે.
હૃદયની બીમારી એવી છે, જે થાય તો ખૂબ જ ગંભીર સ્વરૂપ લઇ લે છે. હૃદય સંબંધિત બિમારી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. હૃદયને લગતી બિમારીથી બચવા માટે હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી બને છે.
આપણા શરીરમાં લોહી જામી જવું, લોહીની ગાંઠો થઈ જવી વગેરે જેવી સમસ્યા થતી હોય તો, લોહીના પરિવહનનો વેગ ઓછો થવા લાગે છે. માટે હૃદયની નસોમાં પુરુતું લોહી પહોંચી શકતું નથી. જેના કારણે હૃદયરોગનો હુમલો આવી શકે છે. જેને હાર્ટ અટેક કહેવામાં આવે છે.
જો તમે પણ હ્રદયને સંબંધિત બીમારીથી બચવા માંગતા હોય, એનાથી રક્ષણ મેળવવા માંગતા હોય તો, રોજ મગફળીના દાણા નું સેવન કરવાનું છે. આ વસ્તુ ના સાત થી આઠ દાણા ખાઈ લીધા હોય તો, હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. હૃદયને હેલ્ધી બનાવી રાખવા માટે મગફળીના દાણા ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
મગફળીમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે જેમ કે, પ્રોટીન, ફાઇબર અને વિટામિન એ, વિટામિન ઈ, આયર્ન વિટામિનબી 3, ઝીંક, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવો મહત્વનો ખજાનો રહેલો છે.મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. મગફળીમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડાંમાં પણ નથી હોતું. મગફળીનું સેવન આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.
રોજ નિયમિત મગફળીના 7 થી 8 દાણા ખાવામાં આવે તો, શરીરમાં લોહી જાડું થઈ ગયું હોય તે પાતળું થાય છે. સાથે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને જાળવી રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે. ગંઠાઈ ગયેલા લોહીને પાતળુ કરવા માટે મગફળી ખાવી ખૂબ જ ફાયદાકારક બની રહે છે.
શરીરની દરેક નસોમાં લોહીનું પરિવહન ઝડપી બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જેથી નસો બ્લોક થવાનું જોખમ ઘટી જાય છે. જેથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવવાનું જોખમ પણ ખૂબ જ ઓછું થાય છે.
નાની ઉંમરે થતી હૃદયને સંબંધિત બીમારીથી બચવા માટે રોજિંદા આહારમાં મગફળી નો સમાવેશ કરવો જોઈએ. હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ મગફળીના સાતથી આઠ દાણા ખાવા જોઈએ.
મગફળી ખાવાના અનેકગણા ફાયદા છે. જેમ કે,
મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે, હાઈ કાર્બોહાઈટ્રેટવાળા ભારે નાસ્તા પછી થોડા દાણા જો મગફળીના ખાવામાં આવે તો સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
મગફળીમાં વિટામિન-બી 3ની માત્રા વધારે હોય છે. જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.
મગફળીમાં એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે.
પલાળેલી મગફળીમાં ઓમેગા-૬ ફેટી એસિડ હોય છે, જે સ્કિનની કોઇ પણ સમસ્યા દૂર કરવાની સાથે ત્વચામાં નિખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમાં બનતા ઓક્સડેશનને રોકે છે, સાથે ચામડીને નુકસાન કરતાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
મગફળીમાં વધારે માત્રામાં ફાયબર અને પોષક તત્વો હોય છે. જે શરીરની પાચન શક્તિ અને ઈમ્યુનીટી સિસ્ટમને મજબુત બનાવે છે. કબજિયાત જેવી પેટની ઘણી સમસ્યામાં પણ મગફળી ફાયદાકારક છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે.