ફુદીના ના ફાયદા ફુદીનો ઔષધિય ગુણોનો ભંડાર છે. તેના અનેક ફાયદા છે. તે આપણા ઘરોમાં સામાન્ય રીતે વપરાય છે, અને આના ફાયદા લગભગ બધા જાણે છે કે આ ફુદીનો કેટલો ફાયદાકારક છે. ફૂદીનામાંથી ચટણી બનાવવામાં આવે છે અથવા તો જલજીરા બનાવવામાં ઉપયોગ કરાય છે. ફૂદીનામાં ઘણા પ્રકારના ઔષધિય ગુણો હોય છે માટે આનાથી મોટી-મોટી તકલીફોનો ઉપચાર થાય છે. ફુદીનો ઘણી બધી એન્ટીબાયોટિક દવાઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અમે તમને ફુદીનાના ઔષધિય ગુણ અને ફાયદા વિશે પણ જણાવીશું.
ફુદીનો ગુણોની ખાણ છે સામાન્ય દેખાતો આ છોડ પોતાના માં જ ખુબ શક્તિશાળી અને ચમત્કારી પ્રભાવ ધરાવે છે. ઉનાળામાં ફુદીનાની ચટણી ખાવી પણ આરોગ્ય માટે ખુબ લાભકારી છે. ફુદીનો ઔષધિય ગુણોની સાથે-સાથે તમારા ચહેરાનું સૌન્દર્ય નિખારવા માટે પણ ખુબ લાભદાયક છે. એ સિવાય ફુદીનો એક ખુબ સારી એન્ટી બાયોટિક દવા પણ છે.
ફૂદીનામાં ફાયબર હોય છે અને તેમાં રહેલા ફાયબર તમારા કોલેસ્ટેરોલનું લેવલ ને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલ મેગ્નેશિયમ તમારા હાડકાને શક્તિ આપે છે, તેને મજબુત બનાવે છે. કોઈ વ્યક્તિને ઉલટી થાય ત્યારે 2 ચમચી ફુદીનો દર 2 કલાકમાં તે દર્દીને પીવડાવવામાં આવે તો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે જો તમે પેટને લગતી અને અન્ય બીમારીઓ છે તો ફુદીનાના પાંદડા ને તાજા લીંબુના રસ અને તેના જેટલા સરખા પ્રમાણ માં મધ લઈને તેની સાથે ભેળવીને લેવાથી પેટની લગભગ બધી બીમારીઓમાં જલ્દી રાહત મળે છે. ગરમીની ઋતુમાં ફુદીનાનું શરબત બનાવીને પણ પી શકાય છે. એનાથી સ્વાસ્થ્યને અનેક ઘણા ફાયદા મળે છે.
ફુદીનાનું શરબત બનાવવાની રીત
આજે અમે તમને ફુદીનાનું શરબત બનાવવાની રીત જણાવીશું. ગરમીમાં ઠંડા પીણા ખૂબ જ પસંદ આવે છે તો આજે અમે તમને એવા જ એક રિફ્રેશ કરી નાખે અને ફક્ત દસ મિનિટમાં જ સરળતાથી બની જતા ફુદીના શરબત ની રીત જણાવીશું.
ફુદીનાનું શરબત બનાવવા માટેની સામગ્રી
ફુદીનાના પાન એક કપ, સંચળ ચમચી, લીંબુનો રસ બે થી ત્રણ ચમચી, ખાંડ 1/2
ફુદીનાનું શરબત બનાવવાની રીત :– ફુદીનાનું શરબત બનાવવા માટે સૌ પહેલા ફુદીનાના પાનને એની દાંડી થી અલગ કરી લેવા. ત્યાર પછી પાણીમાં નાખીને 5 મિનિટ પલાળી રાખવા. જેનાથી પાન પર ચોંટેલી ધૂળ અને માટી નીકળી જાય. હવે પાનને એક બે પાણીથી ધોઇ લેવા. જેથી ફુદીનાના પાન ચોખ્ખા થઈ જાય. ત્યારબાદ એક મિક્સર જારમાં ફુદીનાના પાન, સંચળ અને લીંબુનો રસ નાખીને પીસી લેવું. જરૂર લાગે તો એમાં અડધો કે એક કપ જેટલું પાણી નાખી શકાય.
જ્યારે ફુદીનાના પાન પીસીને તૈયાર થઈ જાય ત્યારે તપેલીમાં કાઢી લેવું. આને ચાખીને જોવું, જરૂર લાગે તો એમાં સંચળ અને લીંબુનો રસ મિક્સ કરી શકાય છે. બે ગ્લાસ પાણી નાખીને મિક્સ કરવું. જો તમે પુદીનાના પુરેપુરો સ્વાદ લેવા માંગતા હોવ તો આ તૈયાર શરબતને બે કલાક ફ્રિઝમાં મૂકી દેવું અને બે કલાક પછી બરફ નાખીને સર્વ કરવું.
જો તમારી પાસે સમય ના હોય તો આ તૈયાર શરબત ને આમ જ બરફના ટૂકડા નાંખીને ઠંડો સર્વ કરી શકો છો. અથવા આ તૈયાર શરબતને ગરણી વડે ગાડીને બરફના ટુકડા નાખીને સર્વ કરવું.
મીઠાશ તમારી અનુકૂળતા પ્રમાણે વધુ-ઓછી કરી શકો છો. આ શરબત ખૂબ જ રિફ્રેશ કરી કરે છે. ઉપરાંત બનાવવું પણ ખૂબ સરળ છે અને ઉનાળામાં ચોક્કસ ફુદીનાનું શરબત પીવું જોઈએ.
હવે ફુદીના ના ફાયદા વિશેષ ફાયદા વિશે જાણીએ.
ફુદીના ના ફાયદા
– શરદી ખાંસી અથવા જૂની શરદી હોય તેના માટે તમે થોડો ફુદીનાનો રસ લો અને તેમાં મરી અને થોડું સંચળ મેળવી લો. જે રીતે આપણે ચા પીએ છીએ બસ તે જ રીતે આને ચાની જેમ ઉકાળીને પીવાથી શરદી, ખાંસી અને તાવ માં ખુબ જલ્દી રાહત મળે છે.
– જો કોઈને ખુબ વધુ હેડકી આવી રહી હોય તો તેના માટે તાજા ફુદીનાના કેટલાક પાંદડા ચાવવાથી દર્દીને તરત હેડકી બંધ થઇ જાય છે.
– માસિક બરાબર અને સમય પર ના આવે ત્યારે તમે ફુદીનાના સુકા પાંદડાનું ચૂર્ણ બનાવીને, આ ચૂર્ણ ને દિવસ માં બે વાર મધની સાથે ભેળવીને નિયમિત રૂપથી થોડા દિવસ લેવાથી માસિક બરાબર આવે છે અને સમયસર આવવા લાગે છે.
– ગરમીના કારણે ગભરામણ થાય ત્યારે અથવા જીવ બેચેન થાય ત્યારે એક ચમચી સુકા ફુદીનાના પાંદડા અને અડધી નાની ચમચી ઈલાયચી નું ચૂર્ણ, એક ગ્લાસ પાણીમાં ઉકાળીને, ઠંડુ થયા બાદ પીવાથી, ખુબ જલ્દી આરામ મળે છે. સાથે જ કોલેરા થવાની ફરિયાદ હોય તો ડુંગળીનો રસ અને લીંબુનો રસ ફુદીનાની સાથે સરખા પ્રમાણમાં ભેળવીને પીવાથી ખુબ જલ્દી રાહત મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે
અમને આશા છે કે આજના લેખ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.