કમરનો દુખાવો પગની એડી એટલે સાયટીકા અને ખેંચાતી નસનો આયુર્વેદિક ઉપચાર

સાયટીકા નો ઉપચાર :- આપણા શરીરમાં અનેક પ્રકારના સ્નાયુઓ છે. આ તમામ સ્નાયુઓમાં સાયટીકા નામનો સ્નાયુ મંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુ મંડળ કમરથી લઈને નિતંબ, સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ મુખ્યરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી પગની પાછળ નો ભાગ આચ્છાદિત કરે છે. સાઈટીકા અને આયુર્વેદમાં ‘ગ્રૂધસી’ અને સામાન્ય લોકોની ભાષા પરિભાષામાં ‘ રાંઝણ ‘ તરીકે ઓળખવામાં આવે છે.

સાયટીકા નો ઉપચાર 

સાયટીકા નો દુખાવો ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ એક સ્થાન પણ લાંબા સમય સુધી બેસી રહેવું, એકા એક કમર માંથી વાંકા વળવું, વજન ઉપાડવું, પડી જવું, કમરમાં ઝટકો લાગવો, વગેરે મુખ્ય કારણો ને લીધે સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી તેમા સોજો આવી જાય છે. તેની ગાદી ખસી જાય છે, મણકાની થી તકલીફ પણ સાયટીકા ની સમસ્યા થાય છે. માનસિક આઘાતને આ બીમારી – વિકૃતિ સાથે કેટલો સંબંધ છે તે હજી સુધી શોધી શકાયુ નથી.

પગની એડી

મોર્ડન સાયન્સ મુજબ કરોડરજ્જુનાં અંતિમ ભાગમાં આવેલાં પાંચ મણકામાંથી તથા તેની નીચે આવેલા ભાગમાંથી નીકળતી નાડીઓ ભેગી મળીને સાયટીકા નાડી બને છે. જ્યારે કોઇ પણ કારણોસર અંતિમ – પાંચમો મણકો પાછળની બાજુ ખસે છે, ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે. તેનાથી આ સાયટીકા નાડીમાં તેમજ કમરનાં ભાગમાં ખૂબ જ દુ:ખાવો થાય છેે જ્યારે આ દુ:ખાવો પગની એડી સુધી જાય છે. ઘણીવાર દર્દીને પગ ખેંચાતો હોય તેવી તીવ્ર વેદના થાય છે.

નિતંબથી લઈને પગની પાની સુધી પગની પાછળના ભાગમાં બેસતાં, ચાલતાં, ઉઠતાં સતત દુખાવો થવો એે સાયટીકા ગૃધ્રસી રોગનું લક્ષણ છે. આયુર્વેદમાં દુખાવો એ વાયુ પ્રકોપનો પ્રધાન લક્ષણ છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે વાયુ પ્રકોપ વગર દુખાવો, પિત પ્રકોપ વગર બળતરા અને કફનો પ્રકોપ વગર ખંજવાળ થાય નહીં. દુખાવો એ વાયુના પ્રકોપનું મુખ્ય લક્ષણ હોવાથી જ વાયુના રોગોમાં આખી નર્વસ સિસ્ટમ ના રોગો આવી જતા હોય છે એટલે સાયટીકાનો સમાવેશ પણ આયુર્વેદમાં વાયુના રોગમાં જ કરવામાં આવ્યો છે. વાયુને દૃષ્ટિ સમક્ષ રાખીને જો તેનો ઉપચાર કરવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે.

જેમાં કમર નિતંબ સાથળ અને પિંડી થી લઈને જ પગની પાની સુધી નો દુખાવો થાય છે. જ્યારે અમુક દર્દીઓમાં આ દુખાવો કમર, નિતંબ ને સાથળમાં પૂરતો મર્યાદિત રહે છે.  આ દુખાવો તીવ્ર હોય છે. જ્યારે દાંત કે દાઢ દુખતી વખતે ઉપડે છે એવો જ દુખાવો સાયટીકા નો હોય છે. આ દુખાવો ખાંસી આવવાથી, કમરમાંથી નમવા થી અથવા પડખું ફરવાથી પણ તીવ્ર બને છે.

માટે સાયટીકા ઉપચાર માં વાયુદોષને ધ્યાનમાં રાખીને આ ઉપચાર કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. જેમ કફના રોગમાં મધ, પિત્તના રોગોમાં ઘી ઉત્તમ કહ્યું છે. તેમ વાયુના રોગોમાં દિવેલ ઉત્તમ કહ્યું છે. દિવેલનું નામ “વાતારી” છે. એટલે કે વાયુનો દુશ્મન.

ઘણીવાર કબજીયાત ના લીધે અવરુદ્ધ થયેલો વાયુ ઉર્ધ્વગતિ કરીને આપણા હૃદય, છાતીનો દુખાવો, ગભરામણ, શિર:સ્થૂળ, વગેરે જેવી વેદના ઉત્પન્ન કરે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો –

– રોજ રાત્રે 2 થી 3 ચમચી દિવેલ દૂધમાં નાંખીને પીવું.
– થોડા હુંફાળા ગરમ પાણીમાં 20 થી 30 મિનિટ સુધી સવાર-સાંજ બેસવું.
– મહાસ્નાનાદિ કવાથ ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો.
– રાસ્નાદી ગુગળની બે-બે ગોળી દિવસમાં ત્રણ વાર લેવી.
– વાયુની વૃદ્ધિ કરે તેવા લઘુ, રુક્ષ અને વાસી આહારનો ત્યાગ કરવો.
– લાકડાની પાટ પર ચત્તા સૂઈ જવું પગ સીધા રાખવા.
– એકદમ પગ વાળવા પડે એવા કાર્ય કરવા નહિ, ઉભડક  જોઈએ નહીં.
– કટી સ્નાન પછી પગની પાછળની બાજુએ પાની થી શરૂ કરીને નિતંબ તરફ ઉલ્ટી તરફથી મહાનારાયણ તેલથી હળવા હાથે માલિશ કરવી.

ઘરગથ્થુ ઉપચાર 

લસણ, અડદ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો, કબજિયાતથી દૂર રહેવું. જો કબજિયાત રહેતી જ હોય તો રાત્રે 1 ચમચી એરંડભ્રષ્ટ હરડેનું ચૂર્ણ સુખોષ્ણ પાણી સાથે લઇ લેવું ફાયદાકારક રહે છે.આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોગીને પંચગુણતેલ કે દશમૂલતેલથી માલિશ કરી નિર્ગુંડી જેવા વાતઘ્ન ઔષધોથી સ્વેદન કરાવવું જોઇએ.

‘કટિબસ્તિ’ એ આ રોગમાં ચિકિત્સાનો સારો વિકલ્પ બની શકે છે. કટિબસ્તિમાં કરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે અડદનાં લોટની પાળી બાંધી તેમાં સુખોષ્ણ ઔષધદ્રવ્યોનો સ્વરસ અને વાતઘ્ન તેલ દ્વારા આ બસ્તિ આપવાથી પીડામાં ઘણી જ રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજના લેખ દ્વારા અમે સાયટીકા નો ઉપચાર વિશેની મહત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડી છે, અમને આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment