morning breakfast સરળતાથી બનાવી શકાય એવી સ્વાદિષ્ટ રેસીપી

quick morning breakfast

દાળ પકવાન : dal pakwan recipe

દાળ પકવાન બનાવવા માટેની જરૂરી સામગ્રી :

1 કપ ઘઉંનો લોટ, 1 કપ મેંદાનો લોટ, તળવા અને મોણ માટે તેલ, 1 કપ ચણાની દાળ, 3 ત્રણ કપ પાણી, 1 ટીસ્પૂન ઘી, 1/2 ટીસ્પૂન જીરું, 1ટી સ્પૂન હિંગ, 1/2 ટી સ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર, કોથમીર લીંબુનો રસ, જરૂર મુજબ ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લસણની ચટણી, 1 ટેબલસ્પૂન લીલી ચટણી, 1/2 ટેબલસ્પૂન ગોળ આમલીની ચટણી, જરૂર પ્રમાણે નાયલોન સેવ

દાળ બનાવવા માટેની રીત:

સૌપ્રથમ દાળને પાંચ કલાક પલાળી લેવી. હવે પલાળેલી દાળ અને કુકરમાં બાફી લેવી. ત્યારબાદ બે સીટી કરવી. ત્યારબાદ એક પેન મા તેલ ગરમ કરીને તેમાં જીરૂ અને હિંગ નાખીને દાળનો વઘાર કરવો. જરૂર મુજબ પાણી નાખવુ અને બધા મસાલા મિક્સ કરી લેવા. હવે દાળ ને થોડી વાર માટે ઉકળવા દેવી. ત્યારબાદ કોથમીરથી ગાર્નીશ કરવું અને લીંબુનો રસ મિક્સ કરવો. હવે તૈયાર છે દાળ પકવાન માટેની દાળ.

દાળ પકવાન બનાવવા માટેની રીત :

સૌપ્રથમ ઘઉંના અને મેદાના લોટમાં મીઠું અજમો અને તેનું મોણ નાખીને જરૂર પ્રમાણે પાણી નાખીને કઠણ લોટ બાંધવો. 30 મિનિટ સુધી તેને રહેવા દેવું. ત્યારબાદ તેને મસળીને લુવા કરીને, પૂરી વણવી. હવે ફોર્કની મદદથી કાણા કરવા જેથી પૂરી ફૂલે નહીં. હવે ગરમ તેલમાં મધ્યમાં જ પર બંને બાજુ સરખી રીતે ગુલાબી થાય ત્યાં સુધી તળવી. ચારથી પાંચ કલાક પલાળેલી ચણાની દાળને કુકરમાં હળદર અને મીઠું નાખીને બાફી લેવી. તેલ અને ઘી મિક્સ કરીને ગરમ કરીને તેમાં જીરૂ અને હિંગ નાખવુ. ત્યાર પછી લીલું મરચું, લસણની પેસ્ટ સાંતળવી અને આદુની પેસ્ટ મિક્સ કરવી. હવે તેમાં બાફેલી દાળ મિક્સ કરવી અને ગરમ મસાલો નાખીને દસ મિનિટ માટે રહેવા દેવું. ત્યારબાદ ફરીથી વઘાર કરવા માટે તેલ ગરમ કરવું. તેમાં હિંગ અને લાલ મરચું નાખીને દાળમાં વઘાર નાખો. પીરસતી વખતે દાળમાં મીઠી ચટણી, લીલી ચટણી સેવ ડુંગળી અને દાડમ નો રસ નાખીને પકવાન સાથે પીરસવું.

મેંદુ વડા medu vada

મેંદુ વડા બનાવવા માટેની જરૂરી સામગ્રી :-

1 કપ અડદની દાળ, 1 ચમચી ચોખા, જરૂર મુજબ પાણી અને જરૂર પ્રમાણે મીઠો લીમડો, સ્વાદ પ્રમાણે મીઠું તળવા માટે તેલ.

મેંદુ વડા બનાવવાની રીત :- મેંદુ વડા બનાવવા માટે સૌપ્રથમ અડદની દાળ અને ચોખાની છ કલાક પલાળીને મિક્સરમાં પીસીને બે કલાક સુધી ઢાંકીને રહેવા દેવી. ત્યારબાદ મીઠું અને લીમડો જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું. હવે તેલ ગરમ કરીને મેંદુ વડા ઉતારવા. તેને સંભાર અથવા ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા. સવારના નાસ્તામાં મેંદુ વડા દરેક વ્યક્તિને ખૂબ જ પસંદ આવે છે.

આલુ પરોઠા :- aalu paratha recipe

આલુ પરોઠા બનાવવા માટેની જરૂરી સામગ્રી:

આલુ પરોઠા બનાવવા માટે કોથમીર, 15 થી 16 નંગ બાફેલા બટાકા, 2 લીલા મરચા, 3 ડુંગળી, 1 નાનો ટુકડો આદુની પેસ્ટ, 2 ચમચી ખાંડ, 1 મોટા લીંબુનો રસ, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, લોટ બાંધવા માટે 3 વાટકી ઘઉંનો લોટ, 2 ચમચી મોણ, 1 ચમચી મીઠું અને જરૂર પ્રમાણે પાણી.

આલુ પરોઠા બનાવવા માટેની રીત :- સૌપ્રથમ પરોઠા બનાવવા માટેનો લોટ બાંધવો, બટાકા બાફીને તેની છાલ કાઢીને તેને મેશ કરી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીને હિંગ અને રાઈ નાખવા. ત્યારબાદ તેમાં ડુંગળી અને આદુની પેસ્ટ તથા લીલા મરચાં નાખવા. તેમાં હળદર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને આમચૂર પાવડર નાખીને બે મિનિટ સુધી રહેવા દેવું પછી તેમાં બટાકાનો માવો મિક્સ કરવો અને લીંબુનો રસ નાખવો. ત્યારબાદ કોથમીર એડ કરવી. ત્યારપછી મોટી રોટલી વણીને વચ્ચે બટાકાનો માવો મૂકવો. હવે ચારે બાજુથી બંધ કરીને તેને હલકા હાથે વણી લેવું. ત્યારબાદ તેલ નાખીને શેકી લેવું. તૈયાર છે ગરમાગરમ આલુ પરોઠા.

પૌવા :-

પૌવા બનાવવા માટેની સામગ્રી :-

પૌવા બનાવવાની આ રેસિપી ફક્ત બે વ્યક્તિ માટે આપેલી છે. 1 કપ પૌવા, 3 બાફેલા બટાકા, 1 ડુંગળી, 1 ટામેટું, મીઠા લીમડાના પાન, 1 નાનો ટુકડો આદુ, 2 સમારેલા મરચા, 2 ટેબલસ્પૂન તેલ, 1/2 ચમચી જીરૂ, હળદર, 1 ચમચી મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ખાંડ, 1/2 લીંબુનો રસ.

પૌવા બનાવવા માટેની રીત :-

સૌપ્રથમ પૌવાને ચારણીમાં ચાલીને પાણી વડે સરખા ધોઈ લેવા. હવે તેલ ગરમ કરવા માટે મૂકવું, તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને મીઠા લીમડાના પાન નાખવા. લીમડો તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી એડ કરવી. ડુંગળીનો કલર ફરે એટલે તેમાં આદુ, મરચાં ઉમેરવા. ત્યારબાદ તેમાં ટામેટું ઉમેરીને બધા મસાલા નાખવા. સ્વાદ પ્રમાણે લીંબુ અને ખાંડ ઉમેરવા. થોડીવાર ચડવા દેવું. ટામેટા થોડા ચડે એટલે બાફેલા બટાકા નાખવા બધું બરાબર મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દેવું. જેથી બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય. ત્યારબાદ સર્વ કરતા પહેલા પૌવા ઉમેરીને બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ હલાવતા રહેવું. જેથી તે નીચે બેસે નહિ અને એકદમ છુટા પૌવા બને. હવે ગરમાગરમ સર્વ કરવા.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આ પણ વાચો :- કાજુ પનીર મસાલા બનાવવાની રીત

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી રેસીપી તમને જરૂરથી પસંદ આવશે.

Leave a Comment