આંખોના નંબર ઘટાડવા માટેના એવા ઉપાય જે છે એકદમ અસરકારક.

આંખોને આપણે રતન કહીએ છીએ એક સમયે જો શરીરમાં હાથમાં કે પગમાં કોઈ તકલીફ થાય તો વ્યક્તિને એટલો બધી ફર્ક નહિ પડે પણ જેવી વાત આંખની આવે કે વ્યક્તિના મોતિયા મરી જાય. વિશ્વાસ ના આવતો હોય તો એક દિવસ એક કામ કરજો એક કલાક માટે ફક્ત આંખો પર પાટા બાંધજો અને તમારું રૂટિન કામ કરી જોજો. તમને ખબર પડી જશે કે આંખનું મહત્વ શું છે.

હમણાં આપણે જેટલું ધ્યાન આપણા શરીરને સજાવવામાં આપીએ છીએ એટલું જ ધ્યાન જો આપણે આપણા શરીરને સાચવવામાં આપીએ તો અડધી મુશ્કેલીઓ દૂર થઇ જાય. આજે અમે તમને એવી જ એક જરૂરી અને સૌથી મહત્વની આપણી આંખ વિષે કેટલીક રસપ્રદ વાતો અને કેટલીક એવી માહિતી જેનાથી તમે તમારી આંખોને નબળી થતા બચાવી શકશો અને તમને આંખના નંબર વધી જવાના ચાન્સ ઘટી જશે.

આપણે વાત કરીશું એ મિત્રો માટે કે જેઓ અત્યારે આંખના નંબરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તમને ઘણા લોકો સલાહ આપતા હશે કે નંબર ઘટાડવા આ કરો નંબર ઘટાડવા પેલું કરો અને મજાની વાત તો એ હોય છે કે સલાહ પણ પાછા એ લોકો પોતાના ચશ્મા સરખા કરીને જ આપતા હોય છે. અલા ભાઈ તમે પહેલા તમારા ચશ્માનું જુઓ ને મારા નંબર તો જતા જશે.

તો આજે અહીંયા તમને તમારા આંખના નંબર ઓછા કરવા માટેના કેટલા સરળ, સસ્તા અને સટીક ઉપાય જણાવીશું.

1. તમને જાણીને નવાઈ લાગશે પણ આંખના નંબર ઘટાડવા માટે સૌથી વધુ ઉપયોગી છે અલગ અલગ પ્રકારના જ્યુસ. હા ભલે તમને પસંદ હોય કે ના હોય પણ આંખોના નંબર ઘટાડવામાં જેટલી મદદ ગાજર, ધાણા, પાલક અને ગ્રીન શાકભાજીના જ્યુસ કરશે એટલી મદદ કોઈપણ બીજો ઉપાય નહિ કરે. આના માટે તમારે તમને ઉપર જણાવેલ જે પણ શાકભાજી પસંદ હોય એને ધોઈને જીણા જીણા સમારી લો. પછી મિક્ષરમાં કે જ્યુસરમાં તેનો રસ કાઢી લો.

જો આ જ્યુસ તમને વધારે જાડું લાગતું હોય તો તમે તેમાં થોડું નોર્મલ પાણી (ફ્રિઝનું ઠંડુ નહિ.) ઉમેરો આની સાથે તમે થોડું મીઠું ઉમેરી શકો છો. પણ જો તમને પસંદ છે મીઠું ઉમેર્યા વગર જ જ્યુસ પીવું તો એમનેમ જ પીવો. કોઈપણ વસ્તુનો જ્યુસ પીવો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે જ્યુસ કાઢ્યા પછી બને એટલો વહેલા તેને પી જાવ. જ્યુસ કાઢીને તેને થોડીવાર રહેવા દેવો નહિ. આમ કરવાથી આપણો જે ટાર્ગેટ છે આંખના નંબર ઓછા કરવા માટેનો એ પૂરો કરવામાં આપણને પ્રોબ્લેમ આવી શકે છે.

2. આંખના નંબર વધવાનું મુખ્ય કારણ છે સતત મોબાઈલ, લેપટોપ કે પછી કોમ્યુટર સામે બેસીને કામ કરતા રહેવું. હવે તો વર્ક ફ્રોમ હોમ છે જેના લીધે તમે માનો કે ના માનો પહેલા કરતા તો કામ વધી જ ગયું છે એમાં તમે પણ ના નહિ જ કહો. હશે કામ તો કરવું જ પડશે પણ સાથે સાથે આપણે આપણી આંખોની પણ કેર કરવાની છે. તો હવે જયારે પણ તમે કામ કરો ત્યારે એક કલાક કામ કરો એટલે પછી ફક્ત 10 સેકન્ડ માટે તમારે આંખો બંધ કરવાની અને પછી આંખને ફેરવવાની મતલબ કે આંખની કીકીઓને બંધ આંખે ગોળ ગોળ ફેરવવાની. આ સલાહ તમને હું મારા અનુભવ પરથી આપું છું.

મારે સતત લેપટોપ પર બેસીને કામ કરવાનું હોય છે અને સાસુમાની સલાહ માનીને મેં પણ આ કસરત શરુ કરી છે. દર કલાકે ફોનમાં એલાર્મ મુકેલા છે. એ એલાર્મ વાગે એટલે ગમે તેટલું કામ હોય 10 સેકન્ડ માટે રોકી દેવાનું અને આંખો બંધ કરીને કસરત કરી જ લેવાની. તો હવે તમે પણ આ જરૂર કરજો. સતત ત્રણ દિવસ તમે આ ફોલો કરશોને પછી ચોથા દિવસે ફર્ક તમને જાતે જ અનુભવાશે. thank you કહેવાની જરૂર નથી બસ આ આર્ટિકલ પેલા સલાહકાર મિત્રો સુધી પહોંચાડજો એટલે બહુ છે.

3. હવે તમને એક એવા મિશ્રણ વિષે જણાવીશ જે તમને ખુબ પસંદ આવશે. હા ઉપાય અજમાવતા તમે તમારી જાતને રોકી જ નહિ શકો. આના માટે તમારે 100 ગ્રામ બદામ, 100 ગ્રામ વરિયાળી અને સાથે 100 ગ્રામ સાકર લેવાની છે. ખાસ ધ્યાન રાખજો આ બધી જ વસ્તુઓ કોરી હોવી જોઈએ કેમ કે આપણે આનો પાવડર બનાવવાનો છે. જો તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ વસ્તુમાં ભેજનું પ્રમાણ હશે તો એ થોડું પેસ્ટ જેવું બની જશે.

હવે આ ત્રણે વસ્તુઓને અલગ અલગ પીસીને પણ મિક્સ કરી શકો છો અને એક સાથે પણ કરી શકો છો પણ બને ત્યાં સુધી તો અલગ અલગ જ પીસીને પછી જ મિક્સ કરજો કેમ કે વરિયાળીને ક્રશ થતા અલગ સમય લાગે અને સાકરને ક્રશ થતા અલગ સમય લાગે અને બદામને પણ ક્રશ કરતા અલગ સમય લાગશે. હવે આ તૈયાર થયેલ પાવડરને એર ટાઈટ ડબ્બામાં ભરીને રાખી દો. હવે આ પાવડરને જયારે પણ પીવો ત્યારે એક ગ્લાસ દૂધને ગરમ કરો અને પછી એમાં ઉમેરીને પીવો.

આ દૂધ જે બનીને તૈયાર થશે એ હું જ ટેસ્ટી હશે. તમને જરૂર ભાવશે. પ્રયત્ન કરજો કે ગાળ્યા વગર જ પીવો તો અને તો જ તેની પ્રોપર અસર થશે. તમને નથી પસંદ તો તમે ગાળીને પણ પી શકો છો પણ પછી તમારા આંખના નંબર દૂર થતા થોડો વધારે સમય લાગી શકે છે. આ ઉપાય પણ મારા સાસુએ બતાવ્યો છે. તમે પણ જરૂર અપનાવજો. આવા તો બીજા ઘણા ઘરગથ્થુ ઉપાય છે જે અમે તમને નિયમિત જણાવતા રહીશું તો જોડાઈ જાવ અમારા પેજ સાથે અને હા પેલા સલાહકાર લોકોને આ આર્ટિકલ મોકલવાનું ભૂલતા નહિ.

આવજો ફરી મળીશું આવી જ કોઈ સારી અને ઉપયોગી એવી માહિતી સાથે જેનાથી તમને ફાયદો જરૂર થશે.

Leave a Comment