તમારા ઘરમાં તમે જે દૂધ મંગાવો છો એ અસલી છે કે પછી ભેળસેળવાળું એ જાણવાની સૌથી સરળ રીત.

કેમ છો? આશા છે મજામાં જ હશો આજે અમે તમને એક એવી માહિતી આપવાના છીએ કે જે જાણીને તમે અમારો આભાર જરૂર માનશો. આજે આપણે કોઈપણ બીમારીના લીધે કે તકલીફના લીધે જયારે પણ આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ કે પછી કોઈ વડીલને આપણી તકલીફ કહીએ તો તરત કોઈપણ વ્યક્તિ સલાહ આપશે કે ભાઈ ખાવા પીવામાં ધ્યાન આપો. દરેક તમને કહેશે કે ભાઈ સારું સારું ખાવ, ફ્રૂટ ખાવ અને ખાસ આ વાત તો કહેશે જ કે ભાઈ દૂધ પીવાનું રાખો.

દૂધ પીવાનું તમને ભલે પસંદ ના હોય પણ દૂધ એ ફાયદાકારક છે જ એ વાત તો તમે પણ માનતા જ હશો. પણ આજે અમે તમને ફક્ત દૂધ પીવાના ફાયદા જ કહીશું એવું નથી દૂધ પીવાના ફાયદા સાથે આજે અમે તમને તમે જે દૂધ વાપરો છે એ અસલી છે કે નકલી એ કેવી રીતે ઓળખશો એ પણ શીખવાડીશું. કોઈપણ નેગેટિવ વાત કરતા પહેલા આજે અમે તમને થોડી પોઝિટિવ વાત જણાવીએ. પહેલા તમને દૂધ પીવાના પાંચ ખુબ મહત્વના ફાયદા જણાવીશું.

1. સૌથી પહેલા તમને એક બેઝિક અને બહુ જ મહત્વનો ફાયદો તમને જણાવી દઉં તો એ છે વજન ઘટાડો હા તમે સાચું વાંચી રહ્યા છો. જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા ડાયટમાં તમે દૂધ કે પછી દૂધની બનાવટ જેવા કે પનીર અને દહીંનું સેવન કરો. દૂધનું સેવન કરવાથી તમને થોડી થોડી વારે જે ભૂખ લાગે છે એ નહિ લાગે તમને તમારું પેટ ભરેલું લાગશે અને તમે ઓછું જમશો. એટલે આની સીધી અસર તમારા ડાયટ પર પડશે અને તમારું વજન સંપૂર્ણ નિયંત્રણમાં રહેશે.

2. જો તમારા બાળકો પણ દૂધ પીવામાં નાટક કરે છે તો તેમને સમજાવો અરે એક સમયે ડરાવવા પડે તો ડરાવો કેમકે જયારે પણ દાંતમાં કોઈ પ્રકારનો દુખાવો થાય છે તો તેની પાછળનું સાચું કારણ કેલ્શિયમની કમી છે. અને દૂધમાંથી કેટલું કેલ્શિયમ મળે છે એ અમારે તમને જણાવવાની જરૂરત નથી. એટલે હવે જયારે પણ બાળકોને કે તમને દાંતમાં તકલીફ થાય તો સમજી જજો કે તમારે ભોજનમાં દૂધનું પ્રમાણ વધારવાની જરૂરત છે.

3. દૂધમાં રહેલ કેલ્શિયમ, મેગ્નીશિયમ અને બીજા પોષકતત્વો એ શરીરમાં વધારે પડતા ગ્લુકોઝને અને અસંતુલિત ઈંસેન્સેટિવિટીને સારી રીતે બેલેન્સ કરે છે જેના લીધે ડાયાબિટીસ થવાની સંભાવના બહુ ઓછી થઇ જાય છે. જો તમને ડાયાબિટીસ છે તો પણ તમારે ડોક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય માપમાં દૂધનું સેવન જોઈએ.

4. દૂધનું સેવન કરવાથી સૌથી વધુ એ લોકોને ફાયદો થાય છે જેઓ રાત્રે અનિદ્રાની પરેશાનીથી હેરાન થતા હોય છે. જો તમને પણ રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી તો તમારે રાત્રે હૂંફાળું દૂધ સાકર ઉમેરી પીવું જોઈએ. આનાથી તમને રાત્રે બહુ જ સારી ઊંઘ આવે છે આ પોતાનો અનુભવ છે. રાત્રે મોડા સુધી કામ કરવાની આદતને લીધે મને રાત્રે ઘણીવાર ઊંઘ આવતી નહિ. તો મારા સાસુ મને કહેતા કે થોડું ગરમ દૂધ પી લે અને પછી આરામથી થોડી જ વારમાં હું સુઈ જતી.

5. આજકાલની ભાગદોડ ભરેલી લાઈફના લીધે લગભગ દરેક વ્યક્તિ તણાવનો અનુભવ કરતી હોય છે. એવા લોકો માટે તો દૂધ એ કોઈ ચમત્કારિક જડીબુટ્ટીથી કમ નથી. જેવીરીતે હનુમાનજી લક્ષ્મણ માટે સંજીવની લાવ્યા હતા એવી જ રીતે તણાવપીડિત વ્યક્તિ માટે દૂધ સંજીવની સમાન છે. આવા વ્યક્તિને તેમના પરિવારના સભ્યોએ સમયસર નિયમિત દૂધ એવું જોઈએ જેનાથી તેઓના મગજ પર જે નેગેટિવ અસર થાય છે તેનું પ્રમાણ ધીરે ધીરે ઓછું કરી શકાય છે. તો પ્લીઝ તમારા પ્રિયજનને તણાવમાંથી રાહત આપો.

દૂધ આપણા માટે કેટલું ફાયદા કારક છે એ તો અમે તમને જણાવ્યું હવે અમે તમને જણાવીશું કે તમે જે દૂધ પીવો છો એ ખરેખર અસલી છે કે નકલી. જો તમે નકલી દૂધનું સેવન કરો છો તો ઉપર જણાવેલ એકપણ ફાયદો તમને જોવા મળશે નહિ. એટલા માટે આપણે એ જાણવું ખુબ જરૂરી છે કે આપણે જે દૂધ પીએ છીએ જે આપણે આપણા બાળકોને ખુશી ખુશી પીવડાવીએ છીએ એ દૂધ અસલી છે કે નકલી.

આપણા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી એ લેબોરેટરી વાળા તો અવનવા અનેક ટેસ્ટ કરીને જાણી શકે છે પણ આજે અમે તમને એવી રીત વિષે જણાવીશું જેનાથી તમે તમારી જાતે જ આ રીતે જાણી શકશો કે દૂધ અસલી છે કે નકલી.

1. તમારે સૌથી પહેલા એક કે બે ટીપા દૂધને સપાટ થાળી કે લાકડા પર મુકવાના છે. ત્યાર પછી તેને થોડું વાંકુ કરીને દૂધનો રેલો થાય એ રીતે રાખવાનું છે હવે જો દૂધ વહી ગયા પછી જે લિસોટો બને એ સફેદ રંગનો બને તો તમારે સમજી લેવું કે તમારા દ્વારા વાપરવામાં આવેલ દૂધ એ સંપૂર્ણ શુદ્ધ છે. જો દૂધ વહી જાય છે અને ત્યાં કોઈપણ પ્રકારનું નિશાન નથી બનતું તો સમજો કે તમારા દૂધમાં પાણી મિક્સ કરવામાં આવ્યું છે.

2. એવું નથી કે દૂધમાં ફક્ત પાણી જ મિક્સ કરવામાં આવે છે દૂધને જાડું કરવા અને તેમાં ફીણ જેવું બનાવવા માટે ડિટર્જન્ટ એટલે કે કપડાં ધોવાનો પાવડર પણ ઉમેરવામાં આવે છે. હા મિત્રો દુઃખની વાત તો છે જ પણ શું કરીએ આ એક હકીકત છે. આજે અનેક કંપનીવાળા પોતાના દૂધને વેચવા માટે ઘણુંબધું મિક્સ કરતા હોય છે. હવે તમને જણાવી દઈએ કે તમારા દૂધમાં ડિટર્જન્ટ મિક્સ છે કે નહિ એ તમે કેવીરીતે ઓળખશો.

તમારે તેના માટે એક કે બે ચમચી દૂધને તમારા હાથમાં આપણે જેમ ચરણામૃત લઈએ એમ લેવાનું છે અને પછી જે હેન્ડવોશથી હાથ ધોઈએ એવી રીતે હાથ ઘસવાના છે. હવે થોડી જ વારમાં તમને આઈડિયા આવી જશે કે દૂધમાં ડિટર્જન્ટ છે કે નહિ. જો તમારા હાથ થોડીવાર માટે ચીકણા રહે અને પછી પાણીથી ધોઈ નાખવાથી એ ચિકાસ જતી રહે તો સમજો કે તમારા ઘરમાં આવતું દૂધ ચોખ્ખું અને શુદ્ધ છે પણ જો પાણીથી હાથ ધોયા પછી પણ હાથ ચીકણા રહે છે તો તમે સમજી જાવ કે તમારા દૂધમાં ડિટર્જન્ટ છે. હવે જે બહેનો કપડાં ધોતી હશે એને તો તરત જ ખ્યાલ આવી જશે કે આ ચીકાશ પાવડરની જ છે.

તો તમને અમારી આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. એક વાત ખાસ બીજા મિત્રો સાથે આ ખાસ ઉપયોગી માહિતી શેર કરજો. આવજો ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે.

Leave a Comment