વારંવાર થતી શરદી અને ઉધરસને 5 મિનિટમાં દૂર કરી નાખશે આ આ ઘરેલુ ઉપચાર

શરદી ખાંસી એ સાવ સામાન્ય રોગ છે. તમારી આસપાસ એકાદ એવું છીંકતું અને ખાસતું વ્યક્તિ તમને દેખાઈ જ આવશે. ઘણા એવા લોકો હશે જે શરદી ખાંસીને નાની બીમારી સમજી ગણકારતા જ નથી તો કેટલાક તો વળી એકાદ છીંક કે ઉધરસ આવે તો ય ડોકટર પાસે પહોંચી જાય છે.

શરદી તમારા શરીરમાં કફ પેદા કરે છે જે ક્યારેક તમને શ્વાસ લેવામાં પણ તકલીફ આપે છે. જેના કારણે તમે ખૂબ જ અસહજ અનુભવો છો. આજે અમે તમને શરદી અને ઉધરસના કેટલાક એવા ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને તમારી શરદી ખાંસીને તમે રફુચક્કર કરી શકો છો. તો ચાલો જાણી લઈએ આ ચમત્કારી ઉપચાર વિશે

શરદી અને ઉધરસ માટે રામબાણ ઈલાજ (ઉપચાર)

અળસી:

એક કપ પાણીમાં બે ચમચી અળસી નાખીને આ પાણીને ઉકાળો. પાણી એકદમ ઘાટું થઈ જાય એ પછી તેને ગાળી લો. હવે આ પ્રવાહીમાં મધ અને થોડો લીંબુનો રસ ભેળવો. આ પ્રવાહીને દિવસમાં થોડી થોડી વારે પીતા, આ ઉપાયથી તમને શરદી ખાંસીમાં રાહત મળશે

લીલા મરચા:

જો ખૂબ જ શરદી થઈ હોય તો જમવામાં લીલા મરચા પણ લો, લીલા મરચા તમારા શરીરમાં જામેલા કફને પીગડાવે છે, તીખું ખાવાથી ક્યારેક નાકમાંથી પાણી નીકળે છે અને આ પાણી વાટે શરદી તમારા શરીરની બહાર નીકળી જાય છે

મરી:

મરીમાં રહેલા ગુણો શરદી ખાંસીને દૂર કરવામાં ખૂબ જ લાભદાયી નીવડે છે. બે મરીને વાટી લો અને એમાં એક ચમચી મધ ઉમેરો હવે આ મિશ્રણને ચાટી જાવ, આનાથી ગમે તેવી સૂકી ખાંસીમાં રાહત થાય છે.

તુલસી:

શરદી ખાંસી થઈ હોય તો રોજ તુલસીના દસ બાર પાન ચાવીને ખાવાથી શરદી ખાંસીમાં તાત્કાલિક ફેર જણાય છે.

આદુ:

એક તપેલીમાં પાણી ગરમ કરો હવે આ પાણીમાં આદુ છીણીને નાખી દો. પાણી બરાબર ઉકળે એટલે એ પાણીની નાસ લો, આવું કરવાથી શરદીમાં રાહત મળે છે. આ ઉપરાંત તમે આદુના ચામાં નાખીને પણ પીશો તો પણ શરદીમાં રાહત થશે

અજમો:

એક કપ પાણીમાં 2 ચમચી અજમો નાખીને એને ઉકળવા દો. પાણી બરાબર ઉકળે અને કલર બદલાય પછી તેને ગાળીને જરા નવશેકું હોય ત્યારે જ આ પાણીને પી લો. આ પ્રવાહીથી શરદી ઉધરસમાં ખૂબ જ રાહત થાય છે.

હળદર:

જો શરદી ખાંસીના લીધે ગળામાં બળતરા થતી હોય તો ગરમ પાણીમાં હળદર અને મીઠું નાખીને આ પાણીના કોગળા કરો. આ પ્રયોગ દિવસમાં ત્રણથી ચાર વાર કરો. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા દૂધમાં ચપટી હળદર નાખીને પીવો. સવાર સુધીમાં તમારી શરદી ખાંસી ગાયબ થઈ જશે.

તમે આ સિવાય બીજા કેટલાક ઉપાયો પણ અજમાવી શકો છો જેમ કે

– લસણને ઘીમાં શેકી લઈ, આ લસણનું સેવન કરવાથી શરદી ઉધરસમાં રાહત થાય છે.
– તમેં આદુના ટુકડા કરી એના પર થોડું મીઠું ભભરાવીને પણ ખાઈ શકો છો,

– રાત્રે સુવો એ પહેલાં ગ્રીન ટી પીવાથી પણ શરદી ખાંસીમાં રાહત મળે છે.

– શરદી ખાંસીથી બચવું હોય તો જેમ બને એમ વધુ પાણી પીવો

– શરદી થઈ હોય ત્યારે ચા અને કોફી જેવા ગરમ પીણાં પીવાનું રાખો, તમે ઇચ્છો તો દિવસ દરમિયાન ગરમ પાણી પણ પી શકો છો

– એક લવિંગને મોઢામાં રાખવાથી પણ ખાંસીમાં ફાયદો થાય છે.

– ડુંગળીના રસમાં મધ ભેળવીને પીવાથી ગમે તેવી ખાંસી મટે છે.

– ખૂબ જ કફ જામ થઈ ગયો હોય તો ખજૂર ખાવાથી કફ પાતળો થઈ સંડાસ વાટે નીકળી જશે

– પોપકોર્ન ખાવાથી પણ કફ પાતળો થઈ જાય છે અને સંડાસ વાટે એનો નિકાલ થાય છે.

– અરડૂસીનાં પાનનો ઉકાળો બનાવી પીવાથી શરદીમાં તાત્કાલિક પરિણામ જોવા મળે છે.

 

શરદી અને ઉધરસના આ તમામ ઉપચારો માટેની વસ્તુઓ તમને તમારા રસોડામાં હાથવગી જ મળી આવશે, તો હવે તમારી ગમે તેવી જૂની શરદી ખાંસી હોય એનું તમે અમે જણાવેલ ઉપાયો અજમાવીને નિરાકરણ લાવી શકો છો. તો હવે જ્યારે પણ શરદી ખાંસી થાય તો ડોકટર પાસે જઈ પૈસાનું પાણી કરવા કરતાં આ ઘરેલુ ઉપચાર ચોક્કસ અજમાવી જોજો. અમે જણાવેલી માહિતી તમને તમારા રોજીંદા જીવનમાં ઉપયોગી સાબિત થઈ કે નહીં એ અમને જણાવવાનું ચૂકતા નહિ.

Leave a Comment