શિયાળાની શરૂઆત થતાં જ એની અસર આપણી ત્વચા પર જોવા મળે છે. ઠંડી હવાના કારણે હાથ, પગની ત્વચાની સ્કિન બરછટ થવા લાગે છે, અને ફાટવા લાગે છે. આને કારણે તમારો દેખાવ ખૂબ જ ખરાબ થઈ જાય છે. પરંતુ એના ઇલાજ માટે ગણિત અપનાવીને તમે એને ચમકદાર અને સોફ્ટ બનાવી શકો છો.
વળી, હિટર્સ, બ્લોવર્સ, ગરમ પાણી ત્વચાની વધુ ખરાબ કરે છે, અને શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નીરસ બની જાય છે, ત્વચાની નમી રહેતી નથી જેના કારણે ખંજવાળ આવે છે, અને ત્વચાની ચમક ખોવાઈ જાય છે. માટે જ આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે.
અમુક સરળ ઉપચાર અપનાવીને પણ તમે ત્વચાને ખૂબ સારી રીતે ધ્યાન રાખી શકો છો. એ માટેના ઉપાય નીચે મુજબ છે.
ખૂબ પાણી પીવું :-
આપણા શરીર માટે પાણીનો ખૂબ જ મહત્વ છે. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. શિયાળા ના દિવસો મા લોકો પાણી પિવાનું ઓછું કરી દે છે. ને એને કારણે સ્કિન ડિહાઇડ્રેડ થઇ જાય છે. આપણા શરીરમાંથી કોઈક ને કોઈક રૂપે પાણી બહાર નીકળતું રહે છે. માટે ઠંડીના દિવસોમાં પણ પાણી પીવાનું ઓછું કરવું જોઈએ નહિ.
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી :-
શિયાળામાં ત્વચાની ચમકને જાળવી રાખવા માટે ત્વચા પર ઓઇલ લગાવવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં ચમકતી ત્વચા મેળવવા માટે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. એ સ્કિન ને હાઇડ્રેડ રાખે છે. અને ત્વચા નું કુદરતી ઓઇલ જાળવી રાખે છે. જેનાથી ત્વચાની નમી જળવાઈ રહે છે. આના માટે તમે નારિયેલ તેલ ઓલિવ ઓઈલ એરંડા નું તેલ છાશ અને ખીરા માંથી બનેલા નેચરલ મોઈશ્ચરાઈઝર નો ઉપયોગ કરી શકો.
હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો :-
ઠંડી ઋતુમાં ગરમ પાણીથી નહાવાથી શરીરની માંસપેશીઓને આરામ મળે છે, પરંતુ ત્વચા માટે ગરમ પાણી ખૂબ જ નુકસાનકારક છે. માટે જ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા શુષ્ક બની જાય છે અને ત્વચાની ઉપર પોપડી વળી જાય છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો ચહેરો ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ કરવો જોઈએ નહિ.
જો તમે ઠંડા પાણીથી ચહેરો ધોઈ શકતા ન હોવ તો શિયાળામાં તમારે ચહેરો ધોવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો. એ તમારા માટે ફાયદાકારક રહે છે. એનાથી ઠંડી પણ નહીં લાગે, અને તમારા ચહેરાની નમી પણ જળવાઈ રહેશે. આમ તમારે ઠંડીમાં ચહેરો સાફ કરવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
રાત્રે ત્વચાનું ધ્યાન રાખવું :-
જો તમે એકદમ હેલ્ધી ત્વચા ની ઈચ્છા રાખતા હોવ, તો ત્વચાની રાત્રે ખાસ કાળજી લેવી, સુતા પહેલા ત્વચાને ડિપ મોઇશ્ચરાઇઝ કરવી. રાત્રિના સાતથી આઠ કલાક ઓ આ મોઈશ્ચરાઈઝર ત્વચા પર કામ કરે છે. જેના કારણે બીજે દિવસે ત્વચા ચમકીલી બને છે. જો તમને ખીલની સમસ્યા હોય તો કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ બિલકુલ કરવો નહીં.
આ રીતે જો તમે ત્વચાની વિશેષ સંભાળ રાખતો તો શિયાળામાં પણ તમે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખી રાખશો.
આ સિવાયના કેટલાક ઉપાયો નીચે મુજબ છે જેને તમે ત્વચાની કાળજી રાખવા માટે અપનાવી શકો છો.
શિયાળાની ઋતુમાં બને ત્યાં સુધી સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. એનાથી ત્વચા રૂક્ષ થઈ જાય છે. એની જગ્યાએ ચહેરો ધોવા માટે ક્લિન્ઝિંગ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો. એ સિવાય ચણાના લોટમાં દૂધ અથવા મલાઈ મિક્ષ કરીને તેનાથી નહાવાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે, અને ત્વચા પણ ક્લીન થાય છે.
રોજ સવારે કાચું દૂધ લગાવવાથી પણ ચહેરો સાફ થાય છે. જો તમારી પાસે સમયનો અભાવ હોય તો રૂની મદદથી કાચું દૂધ ગરદન, ચહેરો અને ગળાના ભાગમાં લાગાવી દેવું. થોડી વાર રહેવા દેવું ત્યાર બાદ ધોઈ લેવું.
એ સિવાય તમે નહાવાના પાણીમાં બદામ ના તેલ ના થોડાક ટીપા નાખશો તો એનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહેશે.
હાથ-પગની ત્વચા માટે નહીં એ માટે ગ્લિસરીન અને ગુલાબજળ, લીંબુનો રસ મિક્સ કરીને નાહ્યા બાદ તેને હાથ પર લગાવવાથી ત્વચા મુલાયમ રહે છે. ચહેરો ધોયા બાદ કોઈક સારું મૉઇસ્ચરાઇઝર લગાવી લેવું.
હળદર નો ઉપયોગ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એના ઉપયોગથી પણ તમે ત્વચામાં નિખાર લાવી શકો છો.
તો આજના આર્ટીકલ દ્વારા તમને જાણવા મળ્યું કે શિયાળામાં ત્વચાની ખાસ કાળજી કેવી રીતે લેવી, અમને આશા છે કે, આપને આજની માહિતી જરૂર થી પસંદ આવશે.