શુ તમને નથી આવતી રાત્રે મોડા સુધી ઊંઘ ? તો કરો બસ આ એક ઉપાય

આજના જમાનામાં લોકો આખો દિવસ એટલી હદે દોડાદોડી કરે છે કે રાત પડતા સુધી તો થાકી જાય છે , તેમ છતાં ઘણા લોકો આટલા થાક બાદ પણ ઊંઘ ન આવવાની ફરિયાદ કરતા હોય છે. વધુ પડતી ચિંતા અને એકધારું કામને કારણે તમે અનિંદ્રાનો ભોગ બનો છો. સતત ગુસ્સો, વિચારો અને વાતોનું પુનરાવર્તન તમારા મગજના જ્ઞાનતંતુઓને આરામ નથી આપતી અને એને જ કારણે તમને ઊંઘ નથી આવતી.

આ સિવાય રાત્રે મોડે સુધી ઉજાગર કરવા, પગમાં ખાલી ચડી જવી, તરસ લાગવી, દિવસે જોકા ખાવા, રાત્રે સપના જોવા, રાત્રે વોશરૂમ જવા ઉઠવું વગેરેને કારણે પણ અનિંદ્રાનો ભોગ બની જવાય છે. ઉધરસ, શરદી કે તાવ હોય તો પણ ઊંઘ નથી આવતી. તો આજે અમે તમને અનિંદ્રાને દૂર કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું.

રાત્રે સૂતા પહેલા રોજ અડધો કિલોમીટર ખૂબ જ ઝડપથી ચાલવું અને વળતી વખતે ધીમા ચાલવું એ પછી આવીને અડધો ગ્લાસ પાણી પીને સુઈ જવું, આમ કરવાથી ઊંઘ સારી આવે છે.જો તમે રાત્રે ડુંગળી ખાઓ છો તો પણ તમને સારી ઊંઘ આવે છે
ગંઠોડાના ચૂર્ણને ગોળ સાથે ખાઈને એની ઉપર દૂધ પીવાથી પણ ઘસઘસાટ ઊંઘ આવે છે.

sleeping

એક સફરજન અને એ પછી એક ગ્લાસ દૂધ સતત પંદર દિવસ સુધી રોજ રાત્રે પીવાથી અનિંદ્રાની તકલીફ દૂર થઈ જાય છે.
પોઈ નામની વનસ્પતિના વેલાના એ ચમચી રસ સાથે એ ગ્લાસ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે
જો તમે કોળાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો ઊંઘ સારી આવે છે ગંઠોડાનો 2 ગ્રામ પાઉડરને 200 મિલિગ્રામ દુધ સાથે ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે. એક વાટકી પાણીમાં એક ચમચી વરિયાળીનો શુદ્ધ અર્ક સૂતી વખતે પીવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.

રાત્રે સૂતી વખતે અડધી ચમચી હળદરને એક ચમચી ઘી સાથે મિક્સ કરીને પીવાથી પણ ઊંઘ સારી આવે છે
કોકમને ચટણીની જેમ પીસીને પાણી સાથે મિક્સ કરી લો એ પછી એને ગાળીને એમાં સાકર નાખી એનું શરબત પીવાથી પણ અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. ભેંસના દૂધમાં ગંઠોડા કે પછી દિવલ નાખીને પીવાથી પણ ઊંઘ સરસ આવે છે.જાયફળ, સાકર અને પીપરી મૂળને દૂધમાં નાખીને પીવાથી પણ ઊંઘ સારી આવે છે. બનકસાનું શરબત દરરોજ રાત્રે પીવાથી ઊંઘ સરસ આવે છે.એરંડાના કુમળા અંકુરને વાટીને એમાં થોડું દૂધ ઉમેરી કપાળ પર અને કાન પાસે લગાવવાથી એકદમ સરસ ઊંઘ આવે છે.
રાત્રે સૂતા પહેલા હુંફાળા દૂધમાં આઠ દસ ટીપાં બદામના તેલના મિક્સ કરીને એ દૂધ ધીમે ધીમે પીવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે રાત્રે સુતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની મસાજ કરવાથી ઊંઘ સરસ આવે છે. આવું કરવાથી મગજ એકદમ શાંત અને સ્થિર થઈ જાય છે.

ઘી અને ગોળ સાથે ગંઠોડાનો પાઉડર બે ગ્રામ જેટલો ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. સાંજે બે ચાર માઈલ ચાલવાથી ઊંઘ સરસ આવે છે અરડૂસીના તાજા ઉકાળાને દૂધમાં ઉકાળીને એ દૂધનું સેવન સુવાના એકાદ કલાક પહેલા કરવાથી ઊંઘ સરસ આવે છે.

જાયફળના ચોથા ભાગનું ચૂર્ણ બનાવી એને પીવાથી ઊંઘ સરસ આવે છે અશ્વગંધાના ચૂર્ણને ભેંસના દૂધમાં ભેળવીને પીવાથી ઊંઘ સારી આવે છે.સારી ઊંઘ માટે શવાસન, ભ્રમરી પ્રાણાયામ કરવાથી પણ અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મળે છે.\

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment