સૂંઠના ફાયદા વિશે તમે સાંભળ્યું જ હશે. સુકવેલ આદુ ને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં થાય છે. સૂંઠ ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે.
સૂંઠમાં રહેલા તત્વો ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે. સૂંઠમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. સુંઠમાં ઓમેગા 3, ફેટી એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ઉપરાંત બીજા પણ ઘણા પોષક તત્વો રહેલા છે. માટે જો સૂંઠનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે.
તો આજે સૂંઠનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે તમને જણાવીશું. સૂંઠનો ઉપયોગ કરીને અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. જેમ કે સંધિવા, સાંધાના દુખાવા, હાથ પગ ના દુખાવા, ઘુટણ ના દુખાવાની સમસ્યાથી પરેશાન હોય એવા લોકોએ તલમાં સૂંઠને મિક્સ કરીને જ દુખાવો થતો હોય એ જગ્યા પર લગાવી દેવું. એનાથી કોઈ પણ પ્રકારનો દુખાવો હંમેશા માટે દૂર થાય છે.
ઉપરાંત જેને દુખાવાને કારણે રાતે ઊંઘ ન આવતી હોય એ લોકોએ ઉપર જણાવેલ મિશ્રણ તૈયાર કરીને, જે જગ્યા પર દુખાવો હોય તે લગાવી ને પાટો બાંધી લેવો. ત્યારબાદ સુઈ જાવ. આ ઉપાય કરવાથી શાંતિથી ઊંઘ આવી જાય છે.
સૂંઠના ફાયદા
જે લોકોની પાચનશક્તી નબળી હોય એમને ભોજનમાં રોજ સૂંઠ નો સમાવેશ કરવો જોઈએ. એનાથી પાચનશક્તિ નબળી પડતી નથી. ઉપરાંત પેટની ઘણી બધી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. જેવી કે ગેસ, અપચો કબજિયાત માંથી રાહત મળે છે.
હાલના સમયમાં કોઈપણ વ્યક્તિ પાસે વધુ પડતો સમય હોતો નથી. તે આખો દિવસ કામ કરીને થાકી જાય છે. ઉપરાંત ચિંતાને કારણે તે શાંતિથી ઊંઘી શકતો પણ નથી. એવી સમસ્યા માં સૌથી પહેલા સૂંઠ પાઉડરને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ માથા પર એને ઘસવાથી આરામ મળે છે. ઉપરાંત માથાના દુખાવા માંથી પણ છુટકારો મળે છે. વાતાવરણમાં થોડો ફેરફાર થવાને કારણે શરદી-ખાંસી કે તાવ કફ જેવી સમસ્યાઓ થાય છે. તો એના પાછળ નબળી રોગપ્રતિકારક શક્તિ જવાબદાર હોય છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેજ પત્તા, સાકર અને સૂંઠ ત્રણેયને સરખા પ્રમાણમાં લઇને પાણી ઉમેરીને ઉકાળો બનાવવો. ત્યારબાદ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમજ વાયરલ બીમારીઓ સામે રક્ષણ મળે છે.
હૃદયરોગમાં સૂંઠનુ સેવન ઉપયોગી બને છે. હૃદયરોગમાં સૂંઠનો ઉકાળો પીવાથી રાહત મળે છે. એ સિવાય ઉલટી બંધ કરવા માટે પણ સૂંઠ ખૂબ જ ઉપયોગી છે. એના માટે સૂંઠ અને બીલી ફળનો ઉકાળો પીવો જોઈએ. એનાથી ઊલટી બંધ થઇ જાય છે.
સૂંઠ અને હરડે પાણીમાં પીસીને પેસ્ટ તૈયાર કરવી. એને ગરમ પાણી સાથે લેવાથી શ્વાસ અને હેડકી નો ઉપચાર થાય છે.
આમળાં, સૂંઠ અને પીપળીમુળ આ ચૂર્ણને મધ સાથે ચાટવાથી હેડકી બંધ થાય છે. કમરના દુખાવાને દૂર કરવા માટે પણ સૂંઠ ખૂબ જ ગુણકારી છે. એના માટે સુંઠનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. જો એ રીતે નિયમિત સુંઠનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો કમર દર્દમાં રાહત રહે છે. આમ આ વાત અને સંધિવાતમાં પણ શું ખૂબ જ ઉપયોગી છે. એના માટે સૂંઠ અને ગોળનો ઉકાળો પીવો જોઇએ.
ગેસની સમસ્યામાં પણ સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. એના માટે અજમો અને સૂંઠ નું સેવન કરવું જોઈએ. એના માટે 50 ગ્રામ સૂંઠ પાવડર 100 ગ્રામ અજમાનો પાવડર મિક્સ કરવો જોઈએ. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરવો જોઈએ. જ્યારે એ સૂકાય જાય ત્યારે એમાં મીઠું નાખીને મિક્સ કરી લેવું. આ મિશ્રણને સવાર-સાંજ પાણી સાથે લેવું જોઈએ. આ ઉપાય કરવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.
ગરમ દૂધમાં જો સુઠ પાવડર અને હળદર પાવડર નાખીને પીવા માં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ દૂધ immunity booster નું કામ કરે છે.
રોજ રાત્રે જ સૂંઠ પાવડર વાળું દૂધ પીવામાં આવે તો શરદી તાવ ને ઉધરસ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. ઉપરાંત સૂંઠ વાળા દૂધનું સેવન કરવાથી હાડકા પણ મજબુત બને છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર વ્યક્તિઓએ સૂંઠ વાળું દૂધ પીવું જોઈએ. એનાથી ખૂબ જ ફાયદો થાય છે.
જો કમળો થયો હોય અને ત્યારબાદ અશક્તિ આવી ગઈ હોય તો એને દૂર કરવા માટે ગોળ અને સૂંઠનું સરખા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
હૃદયની કાર્યક્ષમતા જો મંદ પડી ગઈ હોય અને લોહી ઓછું પહોંચતું હોય તો સૂંઠ ગંઠોડા અને ગોળ ની રાબ બનાવીને પીવી જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજની સૂંઠના ફાયદા અને ઉપયોગને લગતી માહિતી આપને જરૂરથી પસંદ આવશે.