તમાલ પત્ર રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી એ વસ્તુ છે જે અનેક ગંભીર રોગોમાં ઉપચાર તરીકે અસરકારક સાબિત થાય છે. રસોડાના મસાલામાં ઘણા બધા મસાલા સામેલ છે. આ બધા ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા મસાલા વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે અનેક રોગોના ઉપચારમાં પણ કામ લાગે છે. આ બધા મસાલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
એ મસાલાઓમાં મરી, લવિંગ, ઇલાયચી, જાવંત્રી, તમાલપત્ર, સૂંઠ વગેરેનો સમાવેશ થાય છે. તો આજે આપણે આજે એવા જ એક મસાલા વિશે જાણીશું, જે બધી વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મસાલા નું નામ છે તમાલ પત્ર. જે આ વાનગીઓને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, સાથે જ અનેક ગંભીર બીમારીઓને પણ દૂર કરે છે. તમાલના વૃક્ષના પાંદડા ને તમાલ પત્ર કે તેજપત્ર કહે છે. તેના ઝાડના તજ ના ઝાડ જેવા જ હોય છે, અને બંનેના ગુણ પણ લગભગ સરખા જ હોય છે. તમાલપત્ર, તજ અને ઈલાયચી ને સુગંધી મસાલા તરીકે ઓળખવામાં આવે છે.
તમાલ પત્ર માં કેલ્શિયમ, કોપર, એન્ટી ઓક્સીડન્ટ, આયર્ન ભરપૂર માત્રામાં રહેલાં છે. તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, તેનું પાણી પીવાથી થતા સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે આજે તમને જણાવીશું.
સોજાને દૂર કરવા માટે :
નિયમિત રીતે તમાલ પત્ર નું પાણી પીવામાં આવે તો શરીરના સોજા દૂર થાય છે. તમાલ પત્ર માં રહેલ સીનેઓલ શરીરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે. એના માટે દરરોજ બે ટાઈમ તમાલપત્ર વાળું થોડું હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ.
સારી ઉંઘ લેવા માટે :
રાત્રે જમ્યા બાદ અમુક કલાકના અંતર પછી જો તમાલપત્ર નું પાણી પીવામાં આવે તો ઊંઘ સારી આવે છે. જેને અનિદ્રાની સમસ્યા હોય તે વ્યક્તિ જો તમારી પત્રના પાણીનું સેવન કરે તો બધા જ લાભ મળે છે, ને અનિંદ્રાથી છુટકારો મળે છે.
પથરીમાં ફાયદાકારક :
પથરીની સમસ્યામાં રાહત મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળો અને ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું, એ પાણીને દિવસમાં બેથી ત્રણવાર પીવું. આ ઉપાયથી પથરીની સમસ્યામાં ઘણો ફાયદો મળે છે.
બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે :
તમાલપત્રમાં ફાઈટોકેમિકલ્સ રહેલું છે. જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમાલ પત્ર નું પાણી પીવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. શિયાળામાં તમાલપત્રનું હુંફાળું, ગરમ પાણી પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
વજન ઓછું કરવામાં :
તમાલપત્રનું પાણી પીવામાં આવે તો ચરબી ઓગળે છે. જો તમેત માલપત્ર નું પાણી પીવા ઈચ્છો તો સવારે જમતા પહેલા, બપોરે જમ્યા બાદ અને રાત્રે જમ્યાના એક કલાક પહેલા લઈ શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમાલ પત્ર નું પાણી સામાન્ય ગરમ હોવું જોઈએ એનાથી ચરબી ઓગળે છે. તમાલપત્ર નું પાણી ચરબી ઓગાળવામાં ખૂબ જ મદદરૂપ છે.
ઇન્ફેક્શન દૂર થાય છે :
તમાલ પત્ર માં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. સાથે વિટામીન સી પણ રહેલું છે. જે ઇન્ફેક્શનથી બચાવે છે, અને અનેક બીમારીઓથી પણ દૂર રાખે છે. શિયાળાની ઠંડી ઋતુમાં જ તમાલપત્રના પાણીનું નિયમિત સેવન કરવામાં આવે તો શરદી, ઉધરસ જેવી સમસ્યાઓમાં રક્ષણ મળે છે.
તમને તમાલપત્ર ના પાણી થી થતા ફાયદા તો જણાવી દીધા તો હવે એ પાણી ને તૈયાર કરવાની રીત પણ જણાવી દઈએ.
તમાલપત્રનું પાણી બનાવવા માટે અડધી ચમચી તજ પાવડર, બે – ત્રણ તમાલપત્ર, ૨ કપ પાણી જોઈશે.
પ્રથમ તો એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકવું. પાણી બરાબર ઉકળી જાય એટલે એમ તમાલપત્ર નાખવા. તમાલપત્ર નાખ્યા બાદ પાણીને બરાબર ઉકળવા દેવું ત્યાર પછી ગેસ બંધ કરીને એમાં તજનો પાવડર એડ કરવો. પછી આ પાણીને ઠંડું થવા દેવું, અને ઠંડુ થયા બાદ એને ગાળીને પીવું.
તમાલપત્ર નું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે, પણ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો એ નુકસાનકારક નીવડે છે માટે એની નિશ્ચિત માત્રામાં જ લેવું.
જો વધુ કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની માહિતી આપને ચોક્કસ પસંદ આવશે અને ઉપયોગી નીવડશે.