તુલસીજીના આ ઉપાય કરવાથી ઘરમાં આવશે અખૂટ ધન જાણો

તુલસીના ફાયદા તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.આપણે સૌ જાણીએ છીએ કે, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે મળી જાય છે.

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આપણે તો જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે એ જ રીતે જેમ કાળા ધતુરાના ભગવાન શિવનો વાસ છે. માટે કાળો ધતુરો ભગવાન શિવનું રૂપ છે તુલસી ની વાત કરીએ તો તુલસીના જળમાં ભગવાન બ્રહ્માનો વાસ છે માટે જો તમે તુલસી ના ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ની કૃપા કાયમ બની રહે છે. એના માટે તમારે તુલસીના આ 3 ઉપાય કરવા એટલે એના ફાયદા જોવા મળે છે.

ધન

તમે જ્યારે ભગવાનને ભોગ લગાવો છો ત્યારે એમાં તુલસીના પાન જરૂર મૂકો છો કારણ કે, તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તમે જોયું હશે કે, જ્યારે ગ્રહણ થવાનું હોય ત્યારે તમારા ઘરમાં કોઈ ભોજનની ખાવાની વસ્તુ કે પાણી વધ્યું હોય તો એના પર વડીલો તુલસીના પાન રાખી દે છે તુલસીના પાન પવિત્ર હોવાથી જે વસ્તુમાં તુલસીના પાનમાં મૂકવામાં આવે છે તેના પર ગ્રહણનો દુષ્પ્રભાવ પડતો નથી.

ભગવાનને ભોગ લગાવો

શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો પ્રમાણે માણસ ના મૃત્યુ પછી તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાનમાં મૂકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો મૃત્યુ પામેલ વ્યક્તિ ના મોઢામાં તુલસીના પાનમાં મૂકવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમને એવું લાગે કે તમારા ઘણા બધા પ્રયત્નો છતાં પણ તમારા વ્યાપારમાં ઉન્નતિ થઈ રહી નથી કે, સફળતા મળતી નથી તો, તમારે ગુરુવારે ફક્ત એક ઉપાય કરવો જોઈએ.

જો તમે ગુરુવારે આવું કંઈ ન કરી શકો તો કોઈ પણ શુભ દિવસે અથવા શુભ મુહૂર્તમાં આ ઉપાય કરી શકો છો એના માટે કાળી તુલસી જેને શ્યામ તુલસી કહેવામાં આવે છે, તે લેવી તેને પીળા કપડામાં બાંધીને તમારા વ્યાપારના સ્થળે એટલે કે દુકાનમાં કે ગમે તે જગ્યાએ મૂકવી. એનાથી વ્યાપારમાં પ્રગતિ થશે, અને સફળતા મળશે. તુલસી ખૂબ જ પવિત્ર હોય છે. તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ છે ઘાસ ઉગી જાય છે તેને પણ પવિત્ર કહેવાય છે. તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધી લેવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.

દર રવિવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ. જળ ચડાવતી વખતે જળમાં થોડું ગંગાજળ મિક્સ કરવું જોઈએ. જળ ચડાવતી વખતે મંત્ર જાપ કરવો જોઈએ. જો તમે જળ ચઢાવતી વખતે કોઈ સુહાગન સ્ત્રી દેખાય તો તેને તિલક લગાવવું જોઈએ. તુલસી ને તિલક કરવા જોઈએ અને તુલસીની પૂજા કરવી જોઈએ.

તુલસી

જો તમારા ઘરમાં બાળક તમારી કોઈ વાત ન માનતું હોય તો, તુલસીનાં ત્રણ પાન લેવા આ પાનને તમે રવિવાર અને અગિયારસ છોડીને ક્યારેય પણ તોડી શકો છો. તુલસીના પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતા કે કહ્યામાં નથી રહેતા એમને ખવડાવવા જોઈએ. થોડાક જ સમય પછી સંતાનોના વ્યવહારમાં સુધાર જોવા મળશે. તુલસીનો કોઈ પણ ઉપાય કરતાં પહેલાં એક વસ્તુનું ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલાં જ તેને પૂર્વ દિશામાં મુકી દેવો જોઈએ.

જો તમારા ઘરમાં કે તમારા કોઈક ઓળખીતાને ઘરમાં કોઈ કન્યા હોય જેનું લગ્ન ન થઈ રહ્યું હોય તો તેને તુલસીનો છોડ ઘરના દક્ષિણ પૂર્વમાં મૂકીને, એ તુલસીના છોડને નિયમિત પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તેને યોગ્ય પાત્ર મળે છે. તુલસીનો છોડ ઘરમાં રાખવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે. જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો છોડ ખરીદીને દેવતા નું ચિત્ર અને ગૌમૂત્રનો પ્રવેશોત્સવ પહેલાં કરાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં સામંજસ્ય નું વાતાવરણ બની રહે છે. ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાતી નથી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો.

આજે અમે તમને તુલસીના કેટલાક ચમત્કારિક ઉપાય વિશે જણાવ્યુ જેના દ્વારા તમે સુખ અને સમૃદ્ધિ મેળવી શકો છો. અમને આશા છે કે, તમને આ ઉપાય તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “તુલસીજીના આ ઉપાય કરવાથી ઘરમાં આવશે અખૂટ ધન જાણો”

Leave a Comment