મેકઅપ વગર સુંદર દેખાવા માટે કરો આ ઉપાય દરેક મહિલા જરૂર વાંચે

ચહેરા પર ગ્લો લાવવા માટે  આજે અમે તમને એવા કેટલાક દેશી ઉપચાર વિશે જણાવીશું. જેના થી તમારા ચહેરાની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપાય ઘરગથ્થુ છે. પરંતુ એનો ઉપયોગ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. ચહેરાની ત્વચાને લગતી કે ચહેરાની લગતી સમસ્યાઓ થવાના ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે.

જેમ કે ખાણીપીણીની ખરાબ આદતો, વધુ પડતા તેલવાળા, અને મસાલા વાળા ગરમ પદાર્થો વગેરે, ઉપરાંત વધુ પડતાં સૂર્યના તાપને કારણે પણ ચહેરાની ત્વચા ખરાબ થાય છે. સાથે સાથે બહાર આવતા ધુમાડા અને પ્રદૂષણને કારણે પણ એને ખરાબ અસર થાય છે. ધૂળ વગેરે ચહેરા પર ચોંટી જાય છે. સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે, ચહેરા પરની મુખ્ય સમસ્યાઓ કઈ હોય છે.

ચહેરા પર ગ્લો લાવવા માટે

આજના સમયમાં સૌથી વધુ ચહેરાની સમસ્યાઓ યુવાન ભાઈ-બહેનો ને હોય છે જેમકે, ચહેરા પર ખીલ થવા, ચહેરા પર ફોલ્લીઓ થવી, કાળા ડાઘ પડવા, નાના-મોટા ખાડા પડી જવા, કરચલીઓ પડવી.

ચહેરા પર ગ્લો લાવવા | ચહેરો ગોરો કરવા માટે

ચહેરા માટે ગુલાબજળ છે ફાયદાકારક

ગુલાબજળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડંટ હોય છે. એટલે જ એન્ટીએજિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એન્ટી ઓક્સિડંટ સ્કિનના ટિશ્યૂને રિપેર કરે છે અને અંદરથી મજબૂત બનાવે છે. જેના કારણે કરચલીઓ અને બારીક રેખાઓ સ્કીન પરથી દૂર થાય છે. ઉપરાંત ચહેરા પર કુદરતી ચમક જળવાઈ રહે છે.

ગુલાબજળ

દેશી મધ

જે લોકોને ચહેરાની ત્વચા પરના ખાડા પડી ગયા હોય, અને ઘણી બધી દવા નો ઉપયોગ કર્યા બાદ પણ જો કોઈ ફરક પડતો ન હોય તો એ લોકો માટે દેશી મધ શ્રેષ્ઠ ઉપાય છે. આ ઉપાય માટે થોડું દેશી મધ લેવું એમાં એક કોટનનું રૂનું પોતું લઈને પલાળવું. ત્યારબાદ ચહેરા પર જ્યાં નાના ખાડા થઈ ગયા હોય ત્યાં લગાવો.

ઠંડુ પાણી

ચહેરા પર ચીકાશ થવાને કારણે પાણીની સમસ્યા થાય છે. જો તમારા ચહેરા પર પાણી ચીકાશ થાય તો ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો જોઈએ. જેનાથી ચહેરા પરનો ચીકાશ દૂર થઈ જાય છે. ઉપરાંત રાત્રે સૂતા પહેલાં પણ એકવાર ઠંડા પાણીથી ચહેરાને ધોઈ ને સૂવું જોઈએ. એનાથી જગ્યા પર જમા થયેલી ધૂળ અને ગંદકી પણ નીકળી જાય છે. એનાથી ચિકાશ દૂર થાય છે. અને ચહેરા પર પડેલા નાના છિદ્રો પણ દૂર થાય છે.

કાચા બટેટા 

ખીલ મટાડવા માટે બટેટાને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કાચા બટેટાનો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા વધે છે. એના માટે બટેટાની છાલ ને ચહેરા ઉપર લગાવી જોઈએ. થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી ચહેરા પરથી ખીલ દૂર થઇ જાય છે. સાથે ચહેરા પરના ડાઘ દૂર થાય છે. ચહેરા પર ચમક પણ આવે છે.

એલોવેરા 

એલોવેરા વિશે મોટા ભાગે બધા લોકો જાણતા જ હોય છે. એલોવેરાની ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. એને શ્રેષ્ઠ ઔષધી ગણવામાં આવે છે. દિવસ દરમિયાન સવારે અને સાંજે બે ટાઈમ એલોવેરા જેલ ચહેરા પર લગાવવું જોઈએ. એનાથી ચહેરો એકદમ સાફ થઈ જાય છે અને ખીલ પણ મટી જાય છે.

એલોવેરા 

આદુ

ખીલની સમસ્યા ને દૂર કરવા માટે આદુ ખૂબ જ ઉપયોગી છે. આદુ ઔષધિ છે. આદુ  ઓ ખીલ માટેના ઉપયોગ કરવાના પ્રયોગમાં આદુનો એક નાનો ટુકડો લઈને એને છૂંદી નાખો. ત્યાર પછી એની અડધા કલાક સુધી રહેવા દેવું. ત્યાર પછી અને ગરમ પાણીથી ધોઇ લેવું. આ પ્રયોગ સતત એક થી બે અઠવાડિયા સુધી કરવાથી ચહેરા પરના બધા જ ખીલ જડમૂળમાંથી દૂર થઈ જાય છે.

ટામેટા

ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ત્વચા પર ચમક જળવાઈ છે. ઉપરાંત ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. ઓપન પોર્સની આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ટામેટા શ્રેષ્ઠ ઉપાય છે.
ચહેરા માટે ટામેટાનું માસ્ક ખૂબ સારુ છે. ટામેટાના માસ્કને તમે મધ સાથે ટ્રાય કરી શકો છો. ટામેટા અને મધનું મિશ્રણ ચહેરાની સુંદરતાને ઘણી હદ સુધી વધારે છે.

ટામેટા

લીંબુ

લીંબુ તમારા ચહેરાની ચમક વધારે છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. તે ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આજે અમે તમને ત્વચા સંબંધિત ઘરગથ્થુ ઉપચાર વિશે માહિતી આપી. અમને આશા છે કે, આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

આ પણ વાંચો :- સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માટે બ્યૂટી ટિપ્સ

Leave a Comment