કોઈપણ બાળક માટે તેના માતા-પિતા જ પ્રથમ શિક્ષક હોય છે. જેની પાસેથી તે બોલતા, ચાલતા ને વ્યવહાર ની બાબતો શીખે છે. બાળકોનો ઉછેર કરવા માટે પિતા ખૂબ જ મહેનત કરે છે. કેટલાક પોતાના બાળકને સારું જીવન આપવા માટે ઓવર ટાઈમ કરે છે. તો કેટલીક માતાઓ કરિયર છોડીને ઘર પર બાળકો સાથે રહેવાનું શરૂ કરે છે.
બાળકોમાં સારા ગુણોને સંસ્કારનું સિંચન કરવા માટે માતા-પિતા શક્ય એટલા બધા જ પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, બાળકો તેમને જોઈને શીખે છે. વડીલો જે કંઈ કરે છે બાળકો તે શીખી જાય છે. ઘણી વખત માતા-પિતા અમુક ભૂલો કરી બેસતા હોય છે. જે બાળકને માનસિક રીતે કમજોર બનાવી દે છે. તો એ ભૂલો કઈ છે તે આજે જાણી લો અને તેને સુધારી લો.
દબાણ કરવું જોઈએ નહીં
દરેક બાળક બધી રીતે પરફેક્ટ હોતું નથી ગમે તે બાળક હોય તેની બુદ્ધિ બીજા કરતા ઓછી કે, વધુ હોય છે. જેને કારણે તેની સરખામણી થતી હોય છે. ઘણી વખત એક ઘરના બે બાળકો વચ્ચે પણ ક્યારે પરફેક્શન જોવા મળતું નથી. બંને બાળકોની સમજદારી, ગુણ, બોલવાની રીત, લાગણી, સ્વભાવ બધી જ વસ્તુઓ અલગ હોય છે.
માટે બાળકને જરૂરી શિક્ષણ અને સમજણ આપવા જોઈએ. પરંતુ તેના પર કોઈ પણ જાતનું દબાણ કરવું જોઈએ નહીં. તેની ઈચ્છા પ્રમાણે તે શીખે, એ જ વધુ યોગ્ય રહે છે. સરખામણી કરવાથી બાળક આત્મવિશ્વાસ ગુમાવે છે. જેનાથી તેના મન પર અસર પડે છે, માટે આ મહાભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં.
બાળકની લાગણી સમજવી જોઈએ
ઘણી વખત બાળકો લાગણીહિન બની જતું હોય છે. તેનું કારણ આપણે જાણીએ જ છીએ આપણી પાસે સમય ન હોવાના કારણે બાળક કોઈ વાત પર નારાજ કે દુઃખી થઈ જતું હોય છે. ત્યારે તેની આ વાતને આપણે ધ્યાનમાં લેતા નથી. માટે બાળકને લાગે છે કે એની લાગણીની કોઈ કદર કરતી નથી. એની લાગણીને કોઈ સમજતું નથી, અને તેથી પોતાની લાગણી, ખુશી વ્યક્ત કરવી વગેરે જેવી બાબતોને તે અંદર દબાવતા શીખી જાય છે. પછી તે એકલવાયુ રહે છે, માટે તેની લાગણી દુભાય નહિ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
બાળકની દરેક ઈચ્છા પૂરી કરવી જેની તેને જરૂર હોય
ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે, બાળકની દરેક ઈચ્છા પૂરી કરતા હોય છે. તે જે પણ રમકડું કે કોઈપણ વસ્તુ બતાવે તરત લઈ આપતા હોય છે. તેનાથી બાળકને અંતે એવી ટેવ પડી જાય છે કે જો કોઈ વાર તેને એ વસ્તુ ન મળે તો તે હતાશ થઈ જાય છે, અને તે કોઈ વસ્તુની કદર કરતા શીખતો નથી. આજે આ વસ્તુ તૂટી ગઈ તો કાલે બીજી મળી જશે અને પૈસા વેડફાઈ છે.એનાથી બાળકોને ખોટી આદત પડે છે. બાળકની ઈચ્છા પૂરી કરવી પણ તેની સાથે શિસ્ત પણ શીખવવી જોઈએ.
બાળકને આત્માનિર્ભર બનાવવું
કોઈપણ બાળકો હોય તેને આત્મનિર્ભર બનવા દેવું જોઈએ. તે જેટલું આત્માનો નિર્ભર બનશે એટલું જ આગળ વધશે. ઘણી વખત માતા-પિતા કોઈ મિત્ર સાથે ઝઘડો થતાં બાળકોનો બચાવ કરતા હોય છે. જેથી બાળકને આદત પડી જતી હોય છે. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તેને મુશ્કેલી પડે છે. અને તે આત્મ નિર્ભર બની શકતું નથી. જેથી બાળક મોટું થઈને ભયભીત બની જતું હોય છે.
બુમો પાડવી જોઈએ નહિ
ઘણાં દંપતીને બુમો પાડવાની આદત હોય છે. બાળક ની નાની-નાની ભૂલો પર પણ તેઓ બૂમો પાડવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે, તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળકોને ડિપ્રેશન પણ આવી શકે છે. બાળકોને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેથી બાળકને હંમેશા પ્રેમથી સમજાવવું જોઈએ.
ખાસ ધ્યાનમાં રાખવાની બાબત
કોલેટી ટાઈમ પસાર કરો
બાળકો સાથે સમય વિતાવવો જોઈએ. ભલે તેને સંપૂર્ણ સમય ન આપી શકો, પરંતુ સમય આપો, તેનું સંપૂર્ણ ધ્યાન રાખો, તેનાથી પરિવારના સંબંધો મજબૂત બને છે. તેની સાથે રમતો રમવી, વાર્તા સાંભળવી, નાની ક્ષણોમાં બાળકોની સ્મૃતિ બેસે છે, અને તે માનસિક સ્તરે વધારે ખુશ પણ રહે છે. મનોરંજનની સાથે સાથે તેમની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ.
કમ્ફર્ટેબલ રાખો
ઘણી બધી વસ્તુઓ હોય છે. જેના કારણે બાળકોને અનકમ્ફર્ટેબલ લાગતી હોય છે. જેના કારણે તે મૂંઝાવવા લાગે છે. જ્યારે નવી શાળા, નવા મિત્રો અથવા કંઈક નવું કરવાનું પ્રયત્ન કરે ત્યારે તે કમ્ફર્ટેબલ છે, તે સમજાવો, તેને આ વસ્તુ શીખવશો તો તે વધુ આગળ વધશે. ઘણી અનકમ્ફર્ટેબલ લાગવાના કારણે તે નબળું પડી જતું હોય છે. માટે તમારા બાળકના વખાણ કરો અને નવી નવી વસ્તુઓ કરવા માટે તેને પ્રોત્સાહિત કરો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે, આજના લેખની વિશેષ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.
મિત્રો આ માહિતી દરેક માતા પિતા સુધી જરૂર જરૂર કરજો