દરરોજ જમ્યા પછી કરો આ એક વસ્તુનું સેવન અનેક બીમારી દુર થશે

વરિયાળી ના ફાયદા પહેલાના વખતથી જ મુખવાસ તરીકે વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીનું જમ્યા પછી સેવન કરવામાં આવે તો ખોરાક સરળતાથી પચી જાય છે . વરિયાળી તંતુમય હોય છે એટલે જમ્યા પછી તેનું સેવન અન્નનળીને એકદમ સાફ કરી દે છે અને ભોજનને સરળતાથી પચાવી દે છે. વરિયાળીના ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન k, વિટામિન E, ઝીંક, આર્યન જેવા તત્વો હોય છે. આયુર્વેદનું માનીએ તો વરિયાળી ત્રિદોષ નાશક તો છે જ પણ સાથે સાથે બુદ્ધિવર્ધક પણ છે. વરિયાળીમાં રહેલા ગુણો ઘણી બીમારીનો નાશ કરી શકે છે તો ચાલો એના ફાયદા વિશે જાણી લઈએ.

વરિયાળી ના ફાયદા

પાચન માટે :

વરિયાળીમાં ફાયબરની માત્રા વધારે છે જે પાચનને વ્યવસ્થિત રાખે છે. વરિયાળીની શેકીને એનો મુખવાસ તરીકે જમ્યા પછી સેવન કરવાથી એમાં રહેલું ફાઇબર તમારી પાચનક્રિયા સુધારે છે. ભોજન કર્યા પછી સાકર સાથે વરિયાળીનું સેવન કરવાથી પેટના રોગો જેવા કે ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.

યાદશક્તિ વધે છે

બદામ, વરિયાળી અને સાકર એક સરખા પ્રમાણમાં લઈને તેને મિક્સ કરો અને એને જમ્યા પછી ખાવાથી યાદશક્તિ વધે છે. એક ચમચી વરિયાળીને ઉકાળી લો અને એ પછી એ વરિયાળીને દૂધમાં મિક્સ કરીને રાતે સુતા પહેલા પીવાથી ઊંઘ સારી આવી છે.

મોઢાના ચાંદા :

જો તમને મોઢાની ચાંદી પડવાની સમસ્યા હોય તો વરિયાળીના પાણીના કોગળા કરવાથી તકલીફ દૂર થાય છે, એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો, એ પછી એમ થોડી ફટકડી મિક્સ કરીને એ પાણીના દિવસમાં બે ત્રણ વાર કોગળા કરવાથી મોઢાની ચાંદીમાં રાહત મળે છે. બે ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો, એ બાદ ગાળીને પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે.

નબળાઈ દુર કરે :
શરીરની નબળાઈ દૂર કરવા માટે વરિયાળી ખૂબ જ ઉપયોગી છે. સાકર અને વરિયાળીને સમાન પ્રમાણમાં લઈને ક્રશ કરી એને સવાર સાંજ એક એક ચમચી પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

ચહેરા માટે અકસીર :

ચહેરા પરના ખીલને દૂર કરવા માટે વરિયાળી કારગર સાબિત થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળો, ઠંડુ પડે એટલે એને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચોખ્ખાં પાણીથી ધોઈ નાખો, આવું કરવાથી ચહેરા પરના ખીલની સમસ્યા દૂર થાય છે.

વજન ઘટાડે છે

શરીરમાં વધારાની ચરબીને વરિયાળી ઘટાડે છે, રોજ અડધી ચમચી વરિયાળીના પાઉડરને નવશેકા પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી વજન ઘટે છે.

મોઢામાં આવતી વાસ દૂર કરે છે

વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ તત્વ મોઢામાં આવતી વાસને દૂર કરે છે. એટલે જો તમારા મોઢામાંથી પણ વાસ આવતી હોય તો વરિયાળીનું સેવન કરો.

આંખો માટે

આંખો માટે વરિયાળીનું સેવન ખૂબ જ લાભદાયી છે. સાકર અને વરિયાળી સરખા પ્રમાણમાં લઈને એનો પાઉડર બનાવી લો અને આ પાઉડરને સવાર સાંજ પાણી સાથે લેવાથી આંખો સારી રહે છે.

માથાનો દુખાવો કરે છે દૂર 

ધાણા, સાકર અને વરિયાળીને એક સરખા પ્રમાણમાં લઈ એને પીસી લો. એ પછી આ મિક્સરને રોજ સવાર સાંજ ખાવાથી માથાના દુખાવો ઓછો થાય છે.

ઉધરસ :

વરિયાળી ઉધરસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને એમ મધ મિક્સ કરીને પીવાથ ઉધરસમાં રાહત મળે છે.

એસીડીટી :
એક ચમચી પીસેલી વરિયાળી અને એક ચપટી ઈલાયચી પાઉડરને અડધો ગ્લાસ ઠંડા દૂધમાં મિક્સ કરવુ અને એમાં એક ચમચી ખાંડ નાખવી, આમ કરવાથી પેટને ઠંડક મળે છે અને એસીડીટી દૂર થાય છે.

સ્કીન માટે :

વરિયાળી ખાવાથી લોહી શુદ્ધ થઈ ચર અને જો એને નિયમિત રીતે ખાવામાં આવે તો સ્કિન ગ્લોઇંગ બને છે.
તો હવે તમે પણ નિયમિત રીતે વરિયાળીનું સેવન કરવાનું શરૂ કરી દો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment