મોં ના ચાંદા, ખાંસી, બેસેલો અવાજ માંથી છુટકારો મેળવવાનો અસરકારક ઉપાય

natural remedies તમે કાથાનું નામ તો સાંભળ્યું જ હશે, કાથો ખેરના વૃક્ષના લાકડામાંથી બને છે, આયુર્વેદ અનુસાર કાથો ઠંડો હોય છે જે કુષ્ટ રોગ, મેદસ્વીતા, ખાંસી, મુખ રોગ, ઘા, રક્તપિત્ત, ઇજા જેવા રોગોમાં અકસીર સાબિત થાય છે. શરીરને અલગ અલગ રોગોથી બચાવવા કાથો ઉપયોગી છે

કાથો સામાન્ય રીતે પાનમાં લગાવવામાં આવે છે, પાનમાં લગાવવામાં આવતો આ કાથો ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કાથાથી આપણા શરીરને શુ ફાયદાઓ થાય છે.

મસામાં રાહત

મસામાં રાહત મોટી સોપારી, સફેદ કાથો અને નીલાથોથાને એક સરખા પ્રમાણમાં મિક્સ કરી લો. પહેલા સોપારી અને એ પછી નીલાથોથાને આગમાં શેકી લો. એ પછી એમાં કાથો ભેળવીને એનું ચૂર્ણ બનાવો. આ પેસ્ટને રોજ સવાર અને સાંજે શૌચ ગયા બાદ 8 થી 10 દિવસ સુધી મસા પર લગાવવાથી મસા સુકાઈ જાય છે.

દાંતની બીમારી કરે છે દૂર

જો સરસોના તેલમાં કાથો ભેળવીને દાંત પર રોજ ત્રણ વાર લગાવવામાં આવે તો દાંતમાંથી લોહી આવતું અને દુર્ગંધ આવતી બંધ થઈ જાય છે. કાથાને દંતમંજનમાં ભેળવીને પેઢા અને દાંત પર ઘસવાથી દાંતની બીમારીઓ મટે છે. કાથાનું ચૂર્ણ બનાવીને રોજ સવારે, બપોર અને સાંજે લેવાથી સ્કિનને લગતા રોગો મટે છે.

ઇન્ફેક્શનથી રાખે છે દૂર

શરીરને લાગતા કોઈપણ જાતના ઇન્ફેક્શનથી બચવા કાથાના ચૂર્ણને પાણીમાં ઉકાળી લેવો અને પછી એ પાણીથી નાહી લો, આમ કરવાથી ઇન્ફેક્શન દૂર થઈ જશે. સનોમઠ નામના રોગમાં મૂત્ર ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને એના કારણે શરીરમાં કફ જામતો જાય છે. અને વાયુની તકલીફ થવા લાગે છે. આ તકલીફમાં કાથાને પાણીમાં ઉકાળો, પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. એ પછી એને સવાર સાંજ પીવાથી લાભ થાય છે.

આ ઉપરાંત કાથાના બીજા પણ ઘણા ઉપયોગ છે

જો મેલેરિયાનો તાવ આવ્યો હોટ તો કાથામાંથી બનાવેલી એક ગોળી ખાવાથી તાવ મટી જશે. આ ગોળી પ્રેગ્નન્ટ સ્ત્રીઓને કે બાળકોને આપવી નહિ. ખાટાં ઓડકારની તકલીફ હોય તો 300 થી 700 મિલી ગ્રામ કાથાને સવાર સાંજ ખાવાથી ખાટાં ઓડકાર બંધ થઈ જાય છે.

કાનનો દુ:ખાવો

હળવા ગરમ પાણીમાં સફેદ કાથાને વાટીને એને કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો દૂર થાય છે. પાણીમાં કાથાને ભેળવીને દરરોજ નહાવાથી કુષ્ટ રોગ દૂર થાય છે. જો ઘામાંથી પસ નિકળી રહ્યું હોય તો આ ઘા પર કાથો લગાવો, આવું કરવાથી પર્સ નીકળવાનું બંધ થઈ જાય છે અને ઘા સુકાઈ જાય છે.

ખાંસી

હળદર, કાથો અને મીશ્રીને એક એક ગ્રામ ભેળવીને દિવસમાં ત્રણ વાર ચૂસવાથી ખાંસી મટે છે બેસેલું ગળું, ગળાની ખારાશ અને ચાંદા દૂર કરવા માટે 300 મિલિગ્રામ કાથાના ચૂર્ણને મોઢામાં રાખવાથી લાભ થાય છે. આ પ્રયોગ તમારે દિવસમાં પાંચથી છ વાર કરવાનો છે.દિવસમાં ત્રણ વાર કાથો, હળદર અને મિશ્રી 1-1ગ્રામની માત્રામાં ભેળવીને ચૂસવાથી ખાંસી દૂર થાય છે.

ઝંડા બંધ કરવા માટે કાથાને પકવીને એનો પ્રયોગ કરવો. આવું કરવાથી ઝાડા તો બંધ થઈ જ જાય છે પણ પાચનશક્તિ પણ સારી બને છે.
5 ગ્રામ કાથો, હળદર અને વાવડિંગ લઈને પાણી સાથે પીસીને યોની પર લગાવો. આમ કરવાથી બળતરા અને ખંજવાળ દૂર થાય છે

જો કોઈને હાથીપગાની તકલીફ હોય તો એમને દરરોજ એક ચમચી મધમાં કાથો નાખીને સવાર બપોર સાંજે ચાટી જવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. એક ગ્લાસ પાણીમાં કાથો ઉકાળો અને એ પાણીને આંખો પર છાંટો આમ કરવાથી આંખોને રાહત મળે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment