આ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ઓપરેશન કરવામાં આવે છે સાવ મફતમાં જાણો

કહેવાય છે કે ભગવાન દુશ્મનને ય કોર્ટ કચેરી અને હોસ્પિટલનો દાદરો ન ચડાવે. પણ દર વખતે આપણે ઇચ્છીએ તેવુ જ ક્યાં બનતું હોય છે. ક્યારેક એવો આકસ્મિક ખર્ચ આવી પડે છે. એમાંય ય કુટુંબમાં ઉંમર લાયક વ્યક્તિ હોય એટલે આ ચિંતા આપણને કાયમ સતાવતી રહે છે. પણ આજે અમે તમારી આ ચિંતાને અમુક હદ સુધી હળવી કરવા જઈ રહ્યા છે. ચિંતા ન કરો અમે તમને મેડીકલેમ કે અન્ય કોઈ સ્કીમ વિશે જણાવવા નથી જઈ રહ્યા.

આજે અમે તમને એક એવા હોસ્પિટલ વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં લાખો રૂપિયાના ઓપરેશન સાવ મફતમાં કરવામાં આવે છે. તમને થશે એવું તે વળી કઇ હોસ્પિટલ છે. તો ચાલો અમે તમને આ હોસ્પિટલ વિશે વિગતે માહિતી આપી દઈએ જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ અને આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા દર્દીઓ પોતાની બીમારીના મોંઘાદાટ ઓપરેશન અહીં મફતમાં કરાવી શકે.

તમને જણાવી દઈએ કે આ એક એવી હોસ્પિટલ છે જ્યાં દરેક રોગની સારવાર અને ઓપરેશન સાવ મફતમાં થાય છે અને એ પણ એક્સપર્ટ ડોકટર દ્વારા. અને બીજી એક ખાસ વાત એ છે કે અહીં દર્દીઓને તો સાચવવામાં આવે જ છે પણ એમની સાથે આવેલા એમના સ્વજનો માટે પણ રહેવાની તેમજ જમવાની સારી સુવિધા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલ ભાવનગરના ઉમરાળા તાલુકાના ટીમ્બા ગામમાં આવેલી છે.

હવે તમને એમ થતું હશે કે આ હોસ્પિટલમાં નાની મોટી સારવાર મફતમાં થતી હશે પણ એવું જરાય નથી. ભાવનગરની નજીક આવેલી આ હોસ્પિટલમાં ઓપીડીની સાથે સાથે એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરીમાં થતા બધા જ ટેસ્ટ સાવ ફ્રીમાં કરી આપવામાં આવે છે અને દવાઓનો પણ એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. આ હોસ્પિટલમાં એપેન્ડિક્સ, સારણગાંઠ, ગર્ભાશયના ઓપરેશન, થાઇરોઇડ, આંતરડાના ઓપરેશન, ડેન્ટલ ફિઝિયોથરપી, જનરલ સર્જરી જેવી ઘણી સારવાર એકપણ રૂપિયો ફી લીધા વગર કરી આપવામાં આવે છે. ઘણા એવા પણ મોટા મોટા ઓપરેશન છે જેમાં અન્ય હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય એવા ઓપરેશન પણ અહીં સાવ મફતમાં કરવામાં આવે છે.

આ હોસ્પિટલમાં અન્ય ખાસ વાત એ છે જે અહીંયા જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે તો પ્રસુતિ વખતે તો એની પૂરેપૂરી કાળજી રાખવામાં આવે જ છે પણ પ્રસુતિ બાદ એને એક કીટ આપવામાં આવે છે. જેમાં ચોખ્ખું ઘી, ગોળ, લોટ અને શિરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ પણ આપવામાં આવે છે. જેથી પ્રસુતાને હોસ્પિટલમાં જ ગરમ ગરમ શિરો ખવડાવી શકાય. આ સિવાય જ્યારે એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે ત્યારે શુદ્ધ ઘીની સુખડી આપવામાં આવે છે.

માનવસેવા કાજે ચલાવવામાં આવતી આ હોસ્પિટલમાં સર્જન અને સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ સેવા માટે વિઝિટમાં આવે છે. આ ઉપરાંત ફિઝિશિયન, રેડીયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, એનેસ્થેટિક, ઓપથલ્મો, આયુર્વેદિક, ઓડિયો મેટી જેવા વિષયના ફેમસ અને સ્પેશિયાલિસ્ટ ડોકટર પણ અહીં સેવા આપવા આવે છે જેથી કરીને દરેક પ્રકારની સારવાર જરુરિયાતમંદ લોકોને સુધી પહોંચાડી શકાય જેથી કોઈ વ્યક્તિનું પૈસાના અભાવે બીમારીના કારણે મૃત્યુ ન થાય. આશ્ચર્યની વાત એ છે કે 2011થી એટલે કે છેલ્લા 11 વર્ષથી આ હોસ્પિટલ આવી જ રીતે ચાલે છે. ટ્રસ્ટ તેનો વહીવટ ચલાવે છે, પરંતુ અત્યાર સુધી ફંડની કમી નથી ઉભી થઈ. દાતાઓ દ્વારા પૂરતુ દાન મળી જ રહે છે.

હવે આપણને એ વિચાર આવે કે આ હોસ્પિટલ કઈ રીતે શરૂ થઈ એ સાવ સ્વાભાવિક વાત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલનું નામ જે નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રખાયું છે, ગુરુદેવ નિર્દોષાનંદજી સરસ્વતીજી જ્યારે કાશીમાં હતા ત્યારે એ જ આશ્રમમાં કોઈ એક વૃદ્ધ અને અપંગ સાધુને મૂકી ગયેલું. આ સાધુને જોઇને એમનાં મનમાં કરુણા જન્મી.રોજ તેઓ આ સાધુને નવરાવે, ખવરાવે , અને પુરેપુરા સાચવે,

સ્વામીજી એ સૌરાષ્ટ્રના પરિભ્રમણ દરમ્યાન એ જોયું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઓછી કાળજી ધરાવે છે અને વ્યસનોમાં તારાજ થઇ રહ્યા છે. ગામડામાં સારી હોસ્પિટલો નથી અને શહેરમાં લોકોને સારવાર ખુબ જ મોંઘી પડે છે માટે કોઈ એવી હોસ્પિટલ હોવી જોઈએ કે જે જરુરીયામંદ લોકોની સાવ મફત સારવાર કરે એટલુજ નહિ પણ જયા સુધી દર્દી હોસ્પીટલમાં રોકાઈ ત્યાં સુધી એમને જમવાનું પણ તદન મફત મળે અને દવા પણ મફત મળે અને એમના આ ચિંતનને કારણે ટીંબીમાં ગુજરાતની એક બેનમૂન કહી શકાય તેવી “ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ શરુ થઇ!! આજે સ્થિતિ એવી છે કે દિવસના 700થી 800 દર્દીઓ આ હોસ્પિટલમાંથી સારવાર મેળવે છે, સાજા થાય છે અને બદલામાં આશીર્વાદ આપતા જાય.

વર્ષ 2011માં આ હોસ્પિટલ બનાવતા 5- 6 કરોડનો ખર્ચ આવ્યો હતો. અને હાલ દર મહિને 50થી 60 લાખનો ખર્ચ દર્દીઓ પાછળ થાય છે. પણ બીજી એક સારી વાત એ છે કે આ હોસ્પિટલમાં દર મહિને 40000 હજારથી વધુ ઓપરેશન થાય છે અને 7000થી વધુ પ્રસુતિ અને 7500 જેટલા આંખના ઓપરેશન થાય છે.

તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલ ભાવનગર જિલ્લામાં ટીમ્બી ગામે આવેલું છે. અહીં તમે ભાવનગર કે અમરેલીથી ધોળા જંકશન ટ્રેન મારફતે આવો. અને અહીંથી આ હોસ્પિટલ નજીકમાં જ છે.

આપણે ઘણીવાર સાંભળ્યું છે કે કળિયુગમાં માનવતા મરી પરવારી છે પણ આવી હોસ્પિટલમાં હજી માનવતા ધર્મ અદા થઈ રહ્યો છે. આ હોસ્પિટલ પાસે ઘણા એવા દાતા છે જે મહિને લાખો રૂપિયાનું દાન આપે છે. આ હોસ્પિટલ માટે તમે પણ દાન કરી શકો છો જેની માહિતી ત્યાં મેનેજમેન્ટ પરથી મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

મીત્રો આ માહિતીને જરૂરીયામદ લોકો સુધી જરૂર શેર કરજો.

1 thought on “આ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ઓપરેશન કરવામાં આવે છે સાવ મફતમાં જાણો”

  1. અમને આ જાણી ને ઘણી ખૂશી થાય છે . માનવતા મરી પરવારી નથી a સિદ્ધ થાય છે.ધન્યવાદ આ માહિતી બદલ

    Reply

Leave a Comment