સ્ત્રીઓ ઘર પરિવાર અને બાળકોમાં એટલી હદે વ્યસત થઈ જતી હોય છે કે એ પોતાની જાત પર ધ્યાન આપી શકતી નથી, જેના કારણે તેમનું શરીર નબળું પડતું જાય છે. પણ પોતાના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન ન આપવું એ લાંબા સમયે મોંઘું પડી શકે છે. એમાંય જે સ્ત્રીઓ ઘરની સાથે સાથે ઓફિસની પણ જવાબદારી સંભાળતી હોય એમને તો પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. સ્ત્રીઓએ પોતાની જાતને ફિટ એન્ડ હેલ્ધી રાખવા માટે અમુક વસ્તુઓને એમના ડાયટમાં અચૂક સ્થાન આપવું જોઈએ.
સ્ત્રીઓએ એમના ડાયટ ચાર્ટમાં જરવિટામિન, ઝિંક, પ્રોટીન, કેલ્શિયમ વગેરે પોષકતત્વો ચોક્કસપણે સામેલ કરવા જોઈએ. તો જ તેઓ ફિટ રહી શકે છે. તો ચાલો જાણી લઈએ કે એવી કાઈ વસ્તુઓ છે જેને સ્ત્રીઓએ પોતાના ડાયટમાં ખાસ સ્થાન આપવું જ જોઈએ
ફળોનલ
સ્ત્રીઓ માટે ફળો ખાવા ખૂબ જ જરૂરી છે. ફળોમાંથી સ્ત્રીઓને જરૂરી પોષક તત્વો મળી રહે છે. એટલા માટે જ સીઝનલ ફ્રૂટ્સ, સફરજન, કેળા, કિવી, પપૈયું, સ્ટ્રોબેરી, ચીકુ જેવા ફળો સ્ત્રીઓના ડાયટ પ્રોગ્રામમાં ચોક્કસથી સામેલ હોવા જ જોઈએ
નાસ્તામાં સામેલ કરો દૂધ અને ઈંડાને
કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ સવારે નાસ્તો તો રાજા જેવો જ કરવો જોઈએ. સવારે સારો નાસ્તો કરવામાં આવે તો આખો દિવસ શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે. એટલું જ નહીં એ શરીરને બીમારીઓથી પણ બચાવે છે. અને બસ એટલે જ સ્ત્રીઓએ સવારે નાસ્તો કરવામાં ક્યારેય આળસ ન કરવી. નાસ્તામાં તમે દૂધ, દલિયા, ઈંડા, બટર , બ્રાઉન બ્રેડ, કોર્નફલેક્સ લઈ શકો છો. અને એની સાથે જો તમને ફસે તો તમે એક કપ ચા કે કોફી ઉપરાંત ફળો પણ લઈ શકો છો.
બ્રોકલી, પાલક જેવા ગ્રીન વેજિટેબલ
સવારે નાસ્તો કર્યા પછી ઓછાંમાં ઓછાં 4-5 કલાક બાદ બપોરનું ભોજન લેવું. બપોરના ભોજનમાં લીલા શાકભાજી, રોટલી, દાળ, દહીં વગેરે ખાઈ શકો છો. તમે ઇચ્છો તો બ્રોકલી, મેથી, ઓછા તેલમાં બનાવેલું પનીરનું શાક, પાલક વગેરે પણ લઈ શકો છો. યાદ રાખોને બપોરના ભોજન સાથે કચુંબર ચોક્કસપણે ખાઓ. એમાં તમે કાકડી, કોબીજ, ગાજર, કેપ્સિકમ, મૂળા, ટામેટા વગેરેને સામેલ કરી શકો છો.
રાતના ભોજનમાં લો ચિકન કે લીલાં શાકભાજી
જો તમે નોન વેજિટેરિયન છો તો તમે રાત્રે ભોજનમાં ચિકન કે પછી ફિશ ખાઈ શકો છો. તમે અઠવાડિયામાં એક દિવસ રેડ મીટ પણ ખાઈ શકો છો. અને જો તમે વેજિટેરિયન હોવ તો રાત્રે ભોજનમાં લીલા શાકભાજી, પ્લેન બ્રાઉન રાઇસ કે દાળના પુડલા ખાઈ શકો છો. તમે રાત્રે શુપ પણ પી શકો છો. આ ઉપરાંત બની શકે તો તમારા રાતના ભોજનમાં સલાડને ચોક્કસથી સ્થાન આપો. સલાડ લેવાથી તમારા શરીરમાં વધારાની ચરબી નહિ વધે અને એ સાથે જ તમારું વજન પણ કાબુમાં રહે છે. અને એક વાત ખાસ યાદ રાખો રાત્રે જમીને તરત સુઈ ન જાવ, સુવાનો સમય હોય એના 2 3 કલાક પહેલાં જ રાત્રીનું ભોજન લઈ લો.
ઉપરોક્ત વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કર્યા બાદ તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમ કે
તમે એકવાર ડાયટ ચાર્ટ બનાવી લો એ પછી એનું રેગ્યુલર બેઝ પર પાલન કરવાનું છે.
એક સામટુ ઘણું બધું ખાઈ લેવાને બદલે દર બે કલાકે થોડું થોડું ખાવાનું રાખો
બહારનું જમવાનું તેમજ જંક ફૂડને બને ત્યાં સુધી અવોઇડ કરો
ઉપરોક્ત વાતોનું ધ્યાન રાખવાની સાથે સાથે નિયમિત રીતે યોગાસન અને કસરત કરો.
જો તમે તમારા ડાયટ અંગે એકદમ સચેત રહેવા માંગતા હોવ તો તમે કોઈ ડાયતિશીયનની મદદ પણ લઈ શકો છો.
તો હવે તમને એ વાતનો ખ્યાલ આવી ગયો હશે કે એક સ્ત્રી તરીકે તમારે તમારા રોજિંદા ભોજનમાં કઈ કઈ વસ્તુઓને ખાસ સ્થાન આપવાનું છે, તો પછી હવે આજથી જ બનાવી દો અમારી સલાહ અનુસરનો ડાયટ પ્લાન અને ચાલુ કરી દો એને અનુસરવાનું.અપેક્ષા રાખીએ કે અમે આપેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થશે
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.