દાઝવા પર અપનાવો આ ઘરેલુ અસરકારક ઉપચાર

દાઝ્યાના ઘરેલુ ઉપચાર ભારતીય ઘરોમાં મોટાભાગે મહિલાઓ જ રસોઈ નું બધું કામ કરતી હોય છેે. રસોઈ બનાવતી હોય છે. એવા સમયે ગરમ તેલ હોવાને કારણે અથવા તો ગરમ વાસણ અડી જવાથી હાથ દાઝી જાય છે. દાઝ્યાના નિશાન પણ ઘણા થઇ જાય છે.

દાઝવાથી ચામડીને કેટલું નુકશાન થયું છે તેના ઉપર ઇલાજ ઉપર આધાર રાખે છે. જો ફક્ત ઉપરની ચામડી ઉપર થોડું જ દાઝેલ હોય તો બે ત્રણ દિવસ બળતરા થઈને સારું થઇ જાય છે. થોડું વધુ દાઝેલ હોય તો ફોલ્લા થઇ જાય છે. અને દુખાવો થાય છે.

માટે આજે અમે તમારા માટે કેટલાક દાઝ્યાના ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છે. જેમાં અમે કેટલીક એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જેને દાઝવા પર લગાવીને તમે તરત રાહત મેળવી શકો છો. પરંતુ હંમેશા એક વાત ધ્યાનમાં રાખો કે જ્યારે દાઝી જવાય ત્યારે સૌથી પહેલા ઠંડા પાણીથી ત્વચાને ધોઈ લેવી. એ પછી કોટનનું કપડું પાણીમાં પલાળીને દાઝેલી ત્વચા પર વીટાળી દેવું. એનાથી દાઝવાના નિશાન રહેતા નથી.

દાઝેલા ની દવા

જ્યારે ત્વચામાં બળતરા ઓછી થઈ જાય, ત્યારે તમે આ ઘરઘથ્થુ નુસ્ખાઓનો ઉપયોગ કરી શકો છો.

દાઝેલા ની દવા | દાઝ્યાના ઘરેલુ ઉપચાર  | દાઝવા પર અપનાવો આ ઘરેલુ ઉપચાર

ટામેટા નો જ્યુસ 

ટામેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ધરાવતા ગુણો હોય છે કે ડેડ સ્કિનને કાઢી ત્વચાને સાફ કરે છે. જો દાઝેલા સ્થાને ટામેટાનો જ્યૂસ લગાવીને 15 મિનિટ સુધી રાખ્યા બાદ તેને ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વખત કરવો. એનાથી ફાયદો મળશે.

બદામ  

બદામ વિટામિન ઈ થી ભરપૂર છે. એનું તેલ દાઝેલા સ્થાને લગાવવાથી આરામ મળે છે. તેને દરરોજ રાત્રે સૂતા પહેલા લગાવવું જોઈએ.

એલોવેરા નો ઉપયોગ

એલોવેરા દાઝેલી ત્વચાને  લગાવવાથી ઠંડક  મળે છે. સાથે ડાઘા પણ દૂર થાય છે. એલોવેરાને સીધું જ દાઝેલી ત્વચા પર લગાવવું જોઈએ. પછી તેને સૂકાવવા દેવું. ત્યારબાદ એને ધોઈ લેવું જોઈએ. આ વિધિ દિવસમાં ત્રણ વાર કરો.

દાઝ્યાના ઘરેલુ ઉપચાર

દહીં 

1 ચમચી દહીંને ચપટી ભર હળદર સાથે મિક્સ કરીને, પછી તેને દાઝેલા સ્થાને લગાવી 30 મિનિટ રહેવા દેવું. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાંખવું. તેને દરરોજ 2 વખત લગાવવાથી દાઝેલાનાં નિશાનથી મુક્તિ મળશે.

ટી બેગ 

ભીના ટી બૅગને ફ્રિઝમાં મૂકી દેવી. તેને દાઝેલી ત્વચા પર લગાવવી. તેને તે જ સ્થાને થોડીક વાર રહેવા દેવું. જ્યારે તે ગરમ થઈ જાય, ત્યારે હટાવી લો. આ પ્રયોગ દિવસમાં બેથી ત્રણ વાર કરવો.

નારિયેળ તેલ 

દિવસમાં અનેક વખત પોતાનાં નિશાન પર નાળિયેરનું તેલ લગાવવું. તેનાથી પણ ડાઘા મટી જાય છે. ફક્ત એક અઠવાડિયામાં ત્વચા જૂની ત્વચા પરત મળી જશે.

નારિયેળ તેલ 

બટાકાની સ્લાઈસ 

બટાકાબટાકાની કેટલીક સ્લાઇસ કાપીને તેને દાઝેલી ત્વચા પર મસળવી. આ પ્રયોગ દિવસમાં બે વાર કરો.

હળદર 

દાઝેલા ભાગ પર હળદર લગાવવી જોઈએ. હળદર લગાવવાથી ત્વચા પર થતી બળતરામાં રાહત મળે છે.

તલ ગયેલી ત્વચા પર તલને પીસીને લગાવવામાં આવે તો આરામ મળે છે. તમને જણાવી દઈએ કે દઝાયેલી ત્વચા પર જો તલ પીસીને લગાવવામાં આવે તો, આરામ તો મળે જ છે પરંતુ, એના પછી ડાઘા અને ધબ્બા પણ રહેતા નથી.

દૂધ નો પ્રયોગ 

દૂધમાં પ્રોટીન તેમજ કૅલ્શિયમ રહેલું હોય છે. જે દાઝેલી ત્વચાને તરત જ સાજી કરી દે છે. જો ઠંડા દૂધમાં કૉટન બૉલ બોળીને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવામાં આવે તો રાહત મળે છે. એને લગાવીને 5 મિનિટ પછી ધોઈ નાંખવું. આવુ દિવસમાં ત્રણ વખત કરવું.

ડુંગળીનો પ્રયોગ 

ડુંગળીને ઘસવી. તેના રસને રૂ વડે દાઝેલી ત્વચા પર લગાવવો. તેનાથી ત્વચા જલ્દીથી સાજી થઈ જશે. એવું દિવસમાં બે વાર કરવું જોઈએ.

દાઝેલા

મધનો ઉપયોગ 

મધમધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો રહેલા હોય છે. જે ત્વચાને તરત જ સાજી કરે છે. દાઝેલા સ્થાને મધ લગાડવું જોઈએ. મધ લગાડ્યા પછી 15 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખવું.

બેકિંગ સોડા 

બેકિંગ સોડાથી ઇન્ફેક્શન દૂર થઈ જાય છે. તેમજ ડેડ સ્કિન દૂર થઈ જાય છે જેથી સાફ ત્વચા ઉપસી આવે છે. એના માટે 1 ચમચી બેકિંગ સોડામાં થોડુંક પાણી મેળવી પેસ્ટ બનાવવી. ત્યારબાદ દાઝેલી ત્વચા પર લગાવવી. સૂક્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઈ નાંખવું.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજની માહિતી આપને જરૂર પસંદ આવશે.

Leave a Comment