અનુપમાનો પરિવાર દેખાયો પીળા કપડામાં સજ્જ, બા અને બાપુજીએ ઉજવી લગ્નની 50મી વર્ષગાંઠ

અનુપમા સીરીયલ

એક સમય હતો જ્યારે લોકોએ ટીનેજર્સની લવસ્ટોરી ગમતી હતી. પણ હાલના દિવસમાં ભારતીય ટીવી પર એક અનોખો લવ સ્ટોરી ધૂમ મચાવી રહી છે. એ છે અનુપમાં અને અનુજની 40 પ્લસ વાળી લવ સ્ટોરી. બન્ને વચ્ચે વધતી નિકટતા પછી હવે લોકો આતુરતાથી બન્નેના સાથે આવવાની રાહ જોઈ રહ્યા છે. હવે ટીવી શો અનુપમાના સેટ પરથી અમુક ફોટા સામે આવ્યા છે જેને જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે આ અનુપમાં અને અનુજની પીઠી સેરેમનીના ફોટા છે

શુ અનુજ અને અનુપમાની પીઠી સેરેમનીનું છે શૂટ?

આ તસવીરો એક ફેન પેજે શેર કરી છે. તસવીરોમાં શાહ પરિવારના સભ્યો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બધાએ લગ્નની પીઠી સેરેમનીની જેમ પીળા કપડા પહેરેલા છે. મસ્તીની સાથે બધા પોઝ આપી રહ્યા છે. તો એક ફોટામાં બા અને બાપુજીએ ફ્રેમ પકડેલી છે અને એ ફ્રેમમાં બધા લોકો દેખાઈ રહ્યા છે. એના કમેન્ટ સેક્શનના લોકો કહી રહ્યા છે કે #MaAnના લગ્ન થઈ રહ્યા છે કે શું? એકે પૂછ્યું કે શું અનુજ અનુપમાની પીઠી સેરેમનીનો ફોટો છે? તો બીજા એકે લખ્યું છે મેં અનુપમાએ યોગ્ય વ્યક્તિનો સાથ પસંદ કરી લીધો. તો ઘણા લોકોએ દિલની ઇમોજી બનાવી છે.

રૂપાલી ગાંગુલીએ શેર કર્યો છે ફોટો

તો શોની લીડ રોલ કરનારી રૂપાલી ગાંગુલીએ પણ એમના બા એટલે કે અલ્પના બુચ અને ઓનસ્ક્રીન નણંદ ડોલી સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. ત્રણેયનો પોઝ જણાવી રહ્યો છે કે શોમાં ભલે ગમે તેવી સ્થિતિ હોય રિયલ લાઈફમાં આ ત્રણેય ખૂબ જ ક્લોઝ છે.

શુ છે ફોટાની હકીકત

તમને જણાવી દઈએ કે આ ફોટો અનુજ અને અનુપમાંની પીઠી સેરેમનીનો નથી પણ બા અને બાપુજીના લગ્નની 50મી વર્ષગાંઠનો છે. અને જલ્દી જ આ સીન શોમાં જોવા મળશે.

ટીવી સિરિયલ અનુપમામાં હવે દર્શકોને વધુ મજા આવવાની છે કારણ કે હવે કાવ્યા જ્યાં એની ચાલમાં આગળ વધી રહી છે તો ત્યાં જ વનરાજ એને દરેક પગલે મહેણાં ટોણા મારતો અને એનાથી અંતર બનાવી લેતો જોવા મળી રહ્યો છે. ભલે કાવ્યા અને વનરાજના આ વ્યવહારથી બા, બાપુજી અને બાળકો હેરાન કેમ ન થતા હોય પણ બન્ને એકબીજાને ચેલેન્જ આપવા અને નીચું દેખાડવાની દરેક બનતી કોશિશ કરશે. હવે શોને લઈને મીડિયા રિપોર્ટનું માનીએ તો કાવ્યા અને વનરાજ વચ્ચે વધતા અંતરનો ફાયદો ફરી એકવાર અનુપમાની વેવાણ રાખી દવે ઉઠાવશે. રાખી દવે કાવ્યા પાસેથી બધી જ પ્રોપર્ટી એના નામે કરાવી લેશે.

બાપુજીની સામે બાની ઇન્સલ્ટ

હવે તમે જોશો કે કાવ્યા બાપુજીની સાથે બા પર તાળુકે છે અને એમને અનુપમાને ઘરમાં ન બોલાવવાની વાત કહે છે. એ બાની ઇન્સલ્ટ કરે છે અને એમને ધમકી આપે છે. બીજી બાજુ કાવ્યા એ વાતથી પરેશાન છે કે શાહ પરિવારનો દરેક સભ્ય એને ઇગ્નોર કરી રહ્યો છે, કોઈપણ એની વાત નથી માની રહ્યું. એવામાં એ વધારે ગુસ્સે ભરાશે. એ કાંઈક એવું કરવાની છે જેની આશા શાહ પરિવારે ક્યારેય નહોતી કરી.

ઘરમાં થશે જોરદાર તાંડવ

હવે આવનાર એપિસોડમાં તમે જોશો કે બાપુજી અને બાને ફરી એક વાર ભેગા કરવા અને એમને ખુશીઓ આપવા માટે અનુપમાં વનરાજને એક સલાહ આપે છે. એ કહે છે કે બાપુજી અને બાના લગ્નની 50મી વર્ષગાંઠ આવવાની છે એવામાં એમમે સરપ્રાઈઝ તરીકે એમના ફરી વાર લગ્ન કરવાનો પ્લાન જણાવે છે.અનુપમાની વાતથી બધા સહમત થાય છે પણ જ્યારે કાવ્યાને ખબર પડે છે કે એના જ ઘરમાં એને આ વિશે કેમ કઈ પૂછવામાં ન આવ્યુ તો એ નારાજ થઈ જાય છે. એ પહેલાં વનરાજને એનો એટીટ્યુડ બતાવશે પણ વનરાજના ગુસ્સાની સામે એના તેવર ઢીલા પડી જશે. પણ એ હંગામો કરવાં માટે ફરી કાંઈક પ્લાન કરશે.

Leave a Comment