જો તમે પણ લીધી છે હાલમાં જ કોરોના વેકસીન તો જો જો ભૂલેચુકે ન કરતા આ કામ

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાએ જાણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શરૂઆતમાં કોરોનાનો ખોફ એ હદે હતો કે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા, પણ હવે કોરોનાની વેકસીન આવી ગઈ છે એટલે લોકોએ જરા હળવાશ અનુભવી છે. કોરોનાની આ વેકસીન તમારું કોરોના સામે રક્ષણ કરે છે એટલે કોરોનાની વેકસીન દરેક વ્યક્તિએ અચૂક લેવી જ જોઈએ.

જો તમે હાલમાં જ કોરોનાની વેકસીન લીધી છે તો આજે અમે તમારા માટે અમુક એવી મહત્વપૂર્ણ બાબતો લઈને આવ્યા છે જેની તમારે ખાસ કાળજી લેવાની છે.

કોરોના વેકસીન

કોરોનાની રસી ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે એ વાતથી આપણે સૌ પરિચિત છીએ જ. કોરોનાની રસી લીધા પછી અમુક લક્ષણો સામાન્યપણે દરેક વ્યક્તિને જોવા મળ્યા જ હશે અને એમાંય ખાસ કરીને રસી લીધી હોય એ જગ્યાએ સતત દુખાવો રહેવો કે પછી સોજો ચડવો એ ખૂબ જ સામાન્ય વાત છે.

કોરોના વેકસીન લીધા બાદ તમારું શરીર જે રીતે રીએક્ટ કરવાનું શરૂ કરે છે એના આધારે તમારા શરીરમાં તેની કેટલીક આડઅસર દેખાય છે. જેમ કે

તાવ આવવો
શરીરમાં થાકનો અનુભવ થવો
સતત માથું દુખ્યાં કરવું
ઉબકા આવવા
આખું શરીર દુઃખવું

આ કોરોનાં વેકસીનની સામાન્ય આડઅસર છે એટલે જો વેકસીન લીધા પછી તમને આમાંથી કઈ પણ થાય તો ચિંતા કરવાની જરૂર નથી ફક્ત કોરોનાની રસી જ નહીં તમે કોઈપણ ઇન્જેક્શન લો ત્યારે ડોકટર તમને એ જગ્યાએ રૂ ઘસવાની ના જ પાડે છે. એટલે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કોરોનાની રસી લો એ પછી તમારે એ જગ્યાએ રૂ રગડવાનું નથી. આ સિવાય પણ બીજી ઘણી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો જાણી લઈએ એ વિશે

કોરોના વેકસીન

કોરોનાની રસી લીધા પછી  આ બાબતોનું ધ્યાન રાખો

-જો તમને કોઈ દવાની એલર્જી છે તો વેકસીન મુકાવતા પહેલા યાદ રાખીને એ વિશે ડોકટરને જણાવો

– કોરોના વેકસીન લીધા પછી થોડા દિવસ સુધી શરીર પર કોઈપણ જગ્યાએ ટેટુ ન કરાવવું જોઈએ, એની શરીર પર આડઅસર થઈ શકે છે.

– જો તમે કોરોનાની રસી લેવા માંગો છો કે પછી લઈ લીધી છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એના 15 દિવસ સુધીમાં તમે બીજી કોઈપણ રસીનો ડોઝ ન લો. કારણ કે હજી સુધી આપણને ખ્યાલ નથી કે કોરોનાની રસી અન્ય રસી સાથે ભેગી થઈને કેવું રિએક્શન આપે છે.

– જો તમે વેકસીન મુકાવી હોય અને એ પછી તમારું શરીર દુખતું હોય તો યોગ્ય છે કે તમે એ સમયે કસરત ન કરો. શરીરને એક બે દિવસનો આરામ આપો

– વેકસીન લીધા પછી બને એટલું વધુ પાણી પીવો, તમારી રોગપ્રતિકારક શક્તિને રિસ્પોન્સ કરવામાં પાણી શરીરને મદદરૂપ થાય છે.
– રસી લીધા પછી દારૂ ન પીવો તેમજ બીડી સિગારેટનું સેવન પણ ન કરો

– કોરોના વેકસીનની અમુક સામાન્ય આડઅસર છે જે 24 થી 48 કલાક સુધી જ દેખાય છે, એટલે જો તમને વધુ સમય સુધી આડઅસર લાગે તો ડોકટરનો સંપર્ક કરો

– એક્સપર્ટનું માનવું છે કે કોરોનાની રસીના બંને ડોઝ ફરજીયાત લેવા જ પડશે તો જ તેની અસર થશે, એટલે બન્ને ડોઝ જરા પણ આળસ રાખ્યા વગર સમયસર લોકોરોના વેકસીન

– કોરોના વેકસીનના બંને ડોઝ લઈ લીધા પછી તમારે એને લાગતું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે અને એને સાચવીને રાખવાનું છે એ ખાસ ધ્યાન રાખજો.

મોટાભાગના લોકોએ કોરોનાની વેકસીન લઈ જ લીધી હશે, પણ જો તમારે હજી પણ વેકસીન લેવાની બાકી હોય તો જરાય મોડું કર્યા વગર વહેલી તકે વેકસીન લઈ લેવી. વેકસીન તમને કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ પુરી પાડે છે. અને વેકસીન જ્યારે પણ લો ત્યારે અમે જણાવેલ આ વાતોનું ધ્યાન રાખવાનું જરાય ચૂકતા નહિ. અમે આપેલી કોરોના વેકસીનને લગતી માહિતી તમને મદદરૂપ થશે એવી આશા છે.

 ખાસ નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment