ચણા ખાવાના ફાયદા રોજ સવારે ખાઓ પલાળેલા દેશી ચણા

ચણા ખાવાના ફાયદા-આપણા બધાના ઘરોમાં દેશી ચણાનું સેવન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. દેશી ચણાને પલાળીને ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ સવારે જો નાસ્તામાં એક મુઠ્ઠી દેશી ચણા ખાવા આવે તો એને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારણ માનવામાં આવે છે. દેશી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે જ્યારે એ નરમ થઈ જાય ત્યારે એનું સેવન કરી શકાય છે. જો કે એના પ્રમાણને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે, વધુ પ્રમાણમાં એના સેવનથી લુઝ મોશનની સમસ્યા થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર પલાળેલા દેશી ચણામાં ઘણા પ્રકારના પોષક તત્વ ભરપૂર માત્રામાં મળે છે, જે શરીરના સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. તો ચાલો જાણી લઈએ કે રોજ સવારે દેશી ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે કઈ રીતે ફાયદાકારક થઈ શકે છે.

ચણા ખાવાના ફાયદા

પ્રોટીન અને આયર્નથી ભરપૂર:

શાકાહારી લોકો માટે ભોજનના માધ્યમથી પ્રોટીન મેળવવું બહુ મોટો ચેલેન્જ રહે છે, એવા લોકો માટે પલાળેલા દેશી ચણાનું સેવન ખૂબ જ લાભદાયી બની શકે છે. પલાળેલા દેશી ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે, એ સિવાય જો તમે એનિમિયાથી પીડાઈ રહ્યા છો તો તમારા ડાયટમાં દેશી ચણાને અવશ્ય સામેલ કરવા જોઈએ. એ આર્યનથી ભરપુર હોય છે અને શરીરમાં હિમોગ્લોબીનના લેવલને સુધારવામાં મદદ કરે છે.

પાચનશક્તિ બનાવે છે મજબૂત:

પલાળેલા દેશી ચણામાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. એ તમારા શરીરમાં બધા હાનિકારક પદાર્થોને બહાર કાઢવાની સાથે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રીતે દેશી ચણા ખાવાથી કબજિયાત અને અપચા જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

વજન ઓછું કરવામાં છે મદદગાર:

હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને વધુ વજનની સમસ્યા છે અને એ વજન ઘટાડવા માંગે છે એમના માટે પલાળેલા દેશી ચણા ખૂબ જ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર, દેશી ચણામાં ફાઇબર પણ ઉચ્ચ પ્રમાણમાં હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું છે એવો અહેસાસ કરાવે છે. એ કારણે તમને ફાલતુ નાસ્તા કરવાની ઈચ્છા નથી થતી અને વજનને સરળતાથી ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે:

દેશી ચણામાં ફાઇબર હોય છે જે પિત્ત એસિડ કાબુમાં રાખવાની સાથે કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે. દેશી ચણામાં રહેલા ડાઈટરી ફાઇબર તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ સારું રહેવાના કારણે હૃદય રોગ થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

તાકાત અને એનર્જી વધારે છે:

આજના સમયના લોકો પહેલાના લોકો કરતા શારીરિક રીતે ખૂબ જ કમજોર થવા લાગ્યા છે, એવામાં જો તમે નિયમિત રીતે પલાળેલા ચણા ખાઓ છો તો તમારી કમજોરી દૂર થાય છે અને તમે તાકાતવાન અને સ્ફૂર્તિલા બનો છો

યુરિનને લગતી સમસ્યા દૂર થાય છે:

પલાળેલા ચણાને ગોળ સાથે ખાવાથી યુરિનને લગતી કોઈપણ સમસ્યા હોય તો એમાંથી છુટકારો મળી શકે છે.

હેલ્ધી સ્કિન:

પલાળેલા ચણાને મીઠું નાખ્યા વગર ખાવામાં આવે તો તમારી સ્કિન તંદુરસ્ત અને ગ્લોઇંગ બને છે. આ ઉપરાંત જો તમને શરીરમાં ખંજવાળ આવતી હોય તો એ પણ દૂર થાય છે.ચણા ખાવાના ફાયદા બીજા અનેક ફાયદા થાય છે.

આ પણ વાંચો

કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ

તો હવે તમે જાણી લીધુંને કે તમારા રસોડામાં રહેતા દેશી ચણા તમારા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તો તમે પણ આજથી જ એને પલાળીને એનું સેવન કરવાનું શરૂ કરી દો અને પછી જુઓ અને અદભુત ફાયદા. આશા છે અમે જે માહિતી તમને પીરસી રહ્યા છે એ તમારા રોજબરોજના જીવનમાં તમને ઉપયોગી સાબિત થતી હશે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment