ધાધર ની દવા અને ખરજવાના નિશાન દૂર કરવા માટે ના ઘરેલુ ઉપચાર

ધાધર ની દવા ખરજવું એ એક પ્રકારની ક્રમિક તકલીફ છે.  તેના કારણે ત્વચા ઉપર નિશાન પડી જતા હોય છે. વધારે પડતાં તણાવ, એલર્જી અને ઋતુઓમાં થતા ફેરફારને કારણે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે એના કારણે પણ આ તકલીફ થાય છે. તેના લક્ષણો ની વાત કરીએ તો ત્વચા પર લાલ નિશાન થઇ જવા, ત્વચા લાલ થઇ જવી, લાલ ચકામા પડી જવા, ખંજવાળ આવવી જેવા છે અને ખંજવાળ મટી ગયા પછી જે નિશાન રહી ગયા હોય છે તેને મટતા વધારે સમય લાગે છે.

ધાધર અને ખરજવાના નિશાન દૂર કરવા માટે

ત્વચા પર ના આવા નિશાનથી ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે. ઘણા લોકો તેને દૂર કરવા માટે ઘણા બધા ઉપાય કરતા હોય છે પરંતુ આખરે તેને મટાડવા માટે ઘણો સમય લાગે છે, અને તે મોંઘો પણ હોય છેે. તેવામાં આજે અમે તમને કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું. જેનાથી તમે આ સમસ્યામાંથી ઝડપથી છુટકારો મેળવી શકશો.

ધાધર ની દવા

ખંજવાળ માટેની દવા | ખંજવાળ ના ઉપાય | ધાધર ની દવા  dhadhar ni dava

ખરજવું, ખંજવાળ, ધાધર જેવી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે મધ ઉપયોગી સાબિત થાય છે. મધનો ઉપયોગ કરવાથી ત્વચા પર નિશાન ઝડપથી દૂર થઈ જાય છે. એ એન્ટી બેક્ટીરિયલ તત્વ ધરાવે છે. ત્વચા પર પડેલા નિશાનને દૂર કરવા માટે રોજ ત્વચાને બરાબર સાફ કરીને તેના ઉપર મધ લગાવવું જોઈએ. આ સિવાય તમે મધમાં  થોડી ખાંડ મિક્સ કરીને જ્યાં નિશાન પડી ગયા હોય એ જગ્યાએ સ્ક્રબ પણ કરી શકો છો. ત્રણથી ચાર અઠવાડિયા માટે નિયમિત આ ઉપાય કરવાથી આ નિશાન દૂર થઈ જાય છે.

એપલ સાઇડર :

એપલ સાઇડર વિનેગર ધાધર ની દવા માટે ઉપયોગી સાબિત થાય છે. એપલ સાઇડર વિનેગર ફંગલ અને એન્ટી બેક્ટીરિયલ તત્વ રહેલ છે. જે ખંજવાળને મટાડવા માં અસરકારક સાબિત થાય છે. તેના માટે દિવસમાં ત્રણ વખત આ પ્રયોગ કરવો જોઇએ. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને બે ચમચી એપલ સાઇડર વિનેગર ભેળવીને તેનું સેવન કરવું જોઇએ તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે ઉપરાંત આ સમસ્યામાં પણ રાહત મળે છે. આ સિવાય પાણી અને વિનેગરને સમાન માત્રામાં લઈને ત્વચા પર લગાડવામાં આવે તો ફાયદો મળે છે.

એપલ સાઇડર

લીમડો :

કડવો લીમડો પણ આ સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક સાબિત થાય છે.  તેના માટે કડવા લીમડાના પાનને ધોઇને હળદર લઈને થોડું તેલ મિક્ષ કરવું અને આ મિશ્રણને ત્વચા પર લગાવીને 30 મિનિટ રહેવા દેવું. ત્યાર બાદ સાફ કરી લેવું.

નાહતી વખતે ઓટમિલ નો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે, અને ખરજવા માટે પણ છુટકારો મળે છે. એના માટે બે કપ ઓટમીલને મિક્સરમાં વાટીને નાહવાના  ગરમ પાણીમાં ઉમેરી દેવું. ત્યાર પછી એ પાણીને ટબમાં રાખીને તેમાં 20 મિનિટ બેસવું જોઈએ. આ ઉપાય ત્રણથી ચાર વાર કરવાથી ત્વચા ઉપર ફરક દેખાવા લાગે છે.

એલોવેરા :

એલોવેરા પણ આ સમસ્યા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. એલોવેરા એન્ટી-ઇનફ્લામેટરી તત્વો રહેલા છે. જે ત્વચા પર પડેલા નિશાન અને બળતરાની ઝડપથી દૂર કરે છે. તેના માટે તમે એલોવેરા જેલને અસરવાળા ભાગ પર લગાવીને શકો છો. એનાથી નિશાન થી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય રાત્રે સુતા પહેલા એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઉમેરીને નિશાન પડી ગયા હોય ત્યાં લગાવવામાં આવે તો પણ તો પણ ફરક પડે છે. આ મિશ્રણને લગાવીને સૂઈ જવુ. ત્યારબાદ સવારે ત્વચાને ગરમ પાણીથી સાફ કરી લેવું.

બેકિંગ સોડા :

ત્વચાની ડેડ સ્કિનને કાઢવા માટે બેકિંગ સોડા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એના ઉપાયથી ખરજવું પણ માટે છે. એના માટે ચાર ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી ઉમેરી ને એની પેસ્ટ તૈયાર કરવી. ત્વચા ઉપર તેને થોડી મિનિટ સુધી લગાવીને રહેવા દેવું. ત્યાર પછી ગરમ પાણીથી ત્વચાને સાફ કરી લેવી.

બેકિંગ સોડા

લીંબુ 

લીંબુ એ ખંજવાળમાંથી છુટકારો મેળવવા માટે ખૂબ અસરકારક ઉપાય છે. આને ઘરેલું ઉપાયોમાં વર્ષોથી ઉપયોગમાં અજમાવવામાં છે. લીંબુ એસીટિક અને સાઇટ્રિક એસિડ ધરાવે છે. જે એન્ટિસેપ્ટિક છે. જે ખરજવાના ઉપચારમાં મદદ કરે છે.

તાજા લીંબુનો રસ કાઢીનેે તેને રૂમાં પલાળી તે રસને ખંજવાળ વાળા ભાગ પર લગાવવું પછી, તે કેટલાક સમય માટે સંપૂર્ણપણે સૂકાઇ જાય ત્યારબાદ ત્વચાને ગરમ પાણીથી ધોઈ નાખવી. બે વખત આ ઉપાય કરવો.જે લોકોની ત્વચા-સંવેદનશીલ છે તે લોકોએ આ પ્રયોગ અજમાવવો જોઈએ નહીં.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે

આ પણ વાંચો :- તૂટેલા હાડકા ને જોડવા માંગતા હોય તો કરો આ દેશી ઉપાય

અમને આશા છે કે, આજના લેખની માહિતી તમને પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment