વાળ ખરવાની સમસ્યા, વાળને લાંબા અને જાડા બનાવવા માંગો છો તો કરો આ ઉપાય

શું તમે પણ પાતળા વાળ ખરવાની સમસ્યા થી પરેશાન થઇ રહ્યા છો તો આજે અમે તમારા માટે ઉપાય લઈને આવ્યા છે. જ્યારે વાળ ખરતા વાળ અટકાવવા માટે   ની અને તેના સારવારની વાત આવે ત્યારે ઘણી બધી મહિલાઓ ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ ધરાવતી હોય છે. એ છે આપણો આહાર પોષક તત્વોની ઉણપના કારણે વાળ ખરવાનું શરૂ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઉપયોગી ખોરાક લેવાથી વાળ જાડા અને સ્વસ્થ બને છે.

સ્ત્રીઓ ઘણી વાર જેમ ઉંમર વધે છે તેમ વાળ ખરવા નો અનુભવ કરતી હોય છે. જેમાંથી 40 ટકા સ્ત્રીઓ વાળ પાતળા થવાનો અનુભવ પણ કરે છે.

અમેરિકન એકેડેમી ઓફ ઇન્ડોલોજી અનુસાર સ્ત્રીઓ માટે સૌથી સામાન્ય કારણ સ્ત્રી પેટર્ન વાળ ખરવા છે. વાળ ખરવા એ તેવી સ્થિતિ છે. જે લાખો લોકોને અસર કરે છે. જેમાં ખાસ કરીને પચાસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને થાય છે. પણ,વાળ ખરવાની સમસ્યા એક નહીં પણ અલગ-અલગ હોય છે.

વાળ ખરવાની સમસ્યા

બાળ જન્મ અથવા બીજી તણાવપૂર્ણ ઘટનાઓના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. થાઇરોઇડનો સ્તર, આનુવંશિકતા ને કારણે પણ વાળ ખરી શકે છે. વાળ ખરવાથી મહિલાઓની ભાવાત્મક અને આત્મવિશ્વાસના સ્તરને પણ અસર પહોંચે છે. પરંતુ સારા સમાચાર એ છે કે વાળ ખરતા રહેવું એ કાયમી સ્થિતિ નથી.

તમે પણ અમુક પોષક તત્વોથી ભરપૂર માત્રામાં આહાર નું સેવન વધારીને વાળને મજબૂત બનાવી શકો છો. માટે આ લેખમાં વાળને કેવી રીતે સ્વસ્થ રાખવા, વધુ મજબૂત બનાવવા એને પ્રોત્સાહન આપતા એન્ટી ઓક્સિડેન્ટ, પ્રોટીન, વિટામિન ડી, આયર્ન અને બાયોટીન ધરાવતા પાંચ હેર ફૂડ વિશે જણાવીશું.

વાળ ખરવાની સમસ્યા | વાળ વધારવા ની દવા | વાળને લાંબા અને જાડા કરવા માટે 

પાલક

પાલક બીટા-કેરોટીન, વિટામિન એ, વિટામિન આયર્ન રહેલા છે. એક કપ રાંધેલા પાલકમાં લગભગ છ મિલીગ્રામ જેટલું આયર્ન રહેલું હોય છે. જે વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે મહત્વપૂર્ણ પોષક તત્વ સાબિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આયર્ન વિશ્વમાં સૌથી સામાન્ય પોષણની ઉણપ છે. તે ઘણી જુદી જુદી રીતે વાળ ખરવા સાથે પણ જોડાયેલા છે. વિટામીન એ મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જે વાળના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

આમળા : 

સૌથી પહેલા બે ચમચી આમળા પાઉડરમાં લીંબુના 5-6 ટીપાં નાખીને પેસ્ટ બનાવો.

તમે આ પેસ્ટને તમારા સ્કાલ્પ અને વાળમાં સારી રીતે લગાવી દો.

આ પેસ્ટને લગાવીને લગભગ 25 થી 30 મિનિટ એને એમ ન રાખો જેથી પેસ્ટ વાળમાં સારી રીતે સુકાઈ જાય.

અડધા કલાક પછી એને શેમ્પૂથી ધોઈ લો, ધ્યાન રાખો કે આ પેસ્ટ વાળમાં રહી ન જાય.

નટ્સ 

આ પોષક તત્વોથી ભરપૂર છે જેને ખોરાક માં સામેલ કરવાથી ઓમેગા 3, ફેટી એસિડ, વિટામિન મળી રહે છે. જેને કારણે વાળ ખરતા અટકાવવા માટેના મહત્વપૂર્ણ પોષક તત્વો રહેલા છે..જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા હોવ તો તમારે આહારમાં નટ્સ નો સમાવેશ કરવો જોઈએ.

નટ્સ

ઝિંક, સેલેનિયમ એ આવશ્યક તત્વ છે. જે તમારું શરીર નથી બનાવી શકતું. તેથી નટ્સને તમે ખોરાકમાં તમે આહારમાં સમાવેશ કરીને એને મેળવી શકો છો. એમાં રહેલા તત્વો વાળ ના વિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

અળસીના બીજ 

અળસીના બીજ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન બી જેવા પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે..વિટામીન બી તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને ઝડપથી મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. માટે દરરોજ અળસીનું સેવન કરવાથી વાળ સ્વસ્થ અને ઘટ્ટ બને છે. વિટામીન એ એક એન્ટીઓક્સિડેન્ટ છે. જે અળસીનાં બીજમાં રહેલું છે. તે વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમજ વાળને સુધારવામાં ખૂબ જ મદદ કરે છે. તેથી દરરોજ તેનું સેવન કરવાથી તમારા વાળને સ્વસ્થ અને ઘટ્ટ બનશે.

આપણા ખોપરી ઉપરની ચામડી પર ફ્રી રેડિકલ્સને લાંબા સમય સુધી ચાલતી અસર હોય છે.જે વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. જે વાળના વિકાસની રોકી શકે છે, અને વાળના મૂળ નબળા પણ પાડે છે દરરોજ અળસીના બીજનું સેવન કરવામાં આવે તો વાળને વધુ પોષણ મળે છે અને સ્વસ્થ બને છે.

દૂધ ની વસ્તુઓ

ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ જેમકે કે મિલ્ક અને દહીં કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે. જે વાળના વિકાસ માટે એક મહત્વપૂર્ણ મિનરલ્સ છે. તેમાં છાશ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન સ્ત્રોત છે. તમે તમારા નાસ્તામાં 1 કપ દહીં લઈ શકો છો. જે વાળ ખરતા અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓમેગા 3 ફેટી એસિડની જરૂરી માત્રા માટે થોડા અખરોટ ઉમેરવા જોઈએ.

કાબુલી ચણા 

તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન હોવાને કારણે વાળ નબળા પડે છે અને પાતળા થઈ જાય છે. પરંતુ કાબુલી ચણા ખાવાથી આ સમસ્યામાં ફાયદો મળે છે. ચણામાં પ્રોટીન, મૅંગેનીઝ જેવાં પોષક તત્વો રહેલા છે. જે વાળના વિકાસમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે વાળને ખરતા અટકાવવા માં મદદ કરે છે. એમાં ઝીંક જેવા પોષક તત્વો છે. જે ની ઉણપ પણ વાળ ખરવા તરફ દોરી જાય છે. પરંતુ આહારમાં ચણા નો સમાવેશ કરવાથી વાળ સુંદર બને છે..તેમાં રહેલું કોપર વાળને ફરીથી ઉગવામાં કરવામાં પણ મદદ કરે છે.

કાબુલી ચણા 

મહત્વની બાબતો
વધુ પડતો તણાવ લેવો જોઈએ નહીં, હેર હેરસ્ટાઇલ નો ઉપયોગ કરવો જોઈએ નહીં શેમ્પુ અને કંડિશનર ઓછામાં ઓછા છ મહિના સુધી સતત એક જ પ્રકારનું કન્ડિશનર રાખો બદલવું જોઈએ નહીં. જ્યારે તમે સૂર્યપ્રકાશ પ્રદૂષણની ધૂળમાં બહાર નીકળો ત્યારે, તમારા માથાને હંમેશા ઢાંકવું. વરસાદની ઋતુમાં અને ભેજથી બચાવવા માટે કંડીશનરનો ઉપયોગ કરવો જોઈએ.

વાળમાં કાંસકો ફેરવો એટલુ જ જરૂરી છે જેટલું વાળમાં તેલ નાખવું. પણ એ માટે યોગ્ય કાંસકાનો ઉપયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે. કાંસકો ફેરવવાથી સકલ્પમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. સુતા પહેલા કાંસકો જરૂર ફેરવો. એનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળ પણ જલ્દી લાંબા થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment