આજના યુવાનો અને યુવતીઓને પોતાની સ્કિન અને વાળની ભારે ચિંતા હોય છે. સ્કિન અને વાળને સાચવવા માટે એ બધા જ નુસ્ખા અપનાવી જુએ છે. પણ ક્યારેક અજાણતા જ એવી ભૂલો કરી બેસે છે જેના લીધે એમને સ્કિન અને વાળને લગતી સમસ્યાઓનો ભોગ બનવુ પડે છે. એમાંય વાળ ખરવા એ તો આજના સમયમાં મોટાભાગના લોકોને સતાવતી સમસ્યા છે.
તમે જોયું હશે કે આપણે જ્યારે વાળ ધોઇએ છે ત્યારે આપણા ઘણા બધા વાળ ખરી જાય છે પણ એ પાછળ તમારી અમુક ખોટી આદતો જવાબદાર છે. ઘણા લોકો સવારે સમય ન બગડે એ માટે રાત્રે જ વાળ ધોઈ લે છે. આપણે જ્યારે વાળ ધોઇએ છીએ ત્યારે વાળ અને વાળના મૂળ નબળા પડી જાય છે, એમાંય જો રાત્રે વાળ ધોવામાં આવે તો વાળને ખૂબ જ નુકશાન થાય છે. એટલે તમારે વાળ ધોતી વખતે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો જાણી લઈએ એ વિશે વધુ.
વધુ વાળ તૂટવા : –
જો તમે સહેજ પણ ભીના વાળ સાથે સુઈ જાઓ તો જેટલાં પ્રમાણમાં કોરા વાળ નથી તૂટતાં એનાથી વધુ ભીના વાળ તૂટી જાય છે. સૂતી વખતે રાત્રે પડખા બદલાય છે એના કારણે વધુ વાળ તૂટે છે. બીજું કે ભીના વાળનું ક્યુટિકલ ઊંચું હોય છે. વધુ વાળ તૂટવાનું કારણ બને છે.
ટેક્ચર બગડવું : –
ભીના વાળ રાત્રે બરાબર સુકાતા નથી અને પડખા ફરવાના કારણે વાળ ઘસાવાથી વિખાઈ જાય છે. એનો કોઈ યોગ્ય આકાર રહેતો નથી. જો આપણે સવારે ઉઠીને જોઈએ તો વાળનું આખું ટેક્ચર બદલાઈ ગયું હોય છે. એ માટે રાત્રે વાળ ધોવા નહિ.
વાળમાં ગાંઠો પડવી : –
ઘણી સ્ત્રીઓને એવી આદત છે કે વાળ ધોયા બાદ એમાં કાંસકો ફેરવવો, એને ઓળવા જરૂરી ગણતી નથી. એના કારણે વાળમાં ગૂંચ અને ગાંઠો પડી જાય છે. જ્યારે સવારે ઉઠીને વાળ વળાવે છે તો ખેંચી ખેંચીને ગૂંચ અને ગાંઠો કાઢે છે. જેના કારણે વાળના ઇલાસ્ટીસિટીમાં ખેંચાણ થાય છે અને વાળ ખરવાની સમસ્યા વધે છે.
ફંગલમાં વધારો : –
રાત્રે વાળ બરાબર ન સુકાવાના કારણે, ભેજ રહી જાય છે અને ફંગલ અને ડેન્ડ્રફ થાય છે. ભીના વાળ એ ખુબ જ ઝડપથી ફંગલના ફેલાવાનું કારણ બની શકે છે, ને વાળ ખરવાની શકયતા વધી જાય છે.
શરદી – ખાંસી : –
રાત્રે ભીના વાળ ધોવાથી શરદી-ખાંસી અને એલર્જી થવાની શકયતા વધી જાય છે. વાળ ભીના રહી જવાના કારણે માથાના દુખાવાનું કારણ પણ બને છે. ભેજના કારણે માથું ઠંડુ રહે છે અને શરીર ગરમ રહે છે.
વિશેષ કાળજી : –
જો તમે પણ વિચારતા હોવ કે આનાથી બચવા શુ કરવું ! તો રાત્રે વાળ ધોતા હોવ તો જ્યા સુધી સરખી રીતે બરાબર કોરા ન થઈ જાય ત્યાં સુધી સુવાનું નથી. સુકાય ગયા બાદ વાળમાં ગૂંચ અને ગાંઠો ન પડે એના માટે સારા હેર સિરમ અથવા તો કન્ડિશરનો ઉપયોગ કરવો.
આ સિવાય જો તમે વાળ ખરવાની સમસ્યા સતાવતી હોય તો તમે નીચે જણાવેલ ઉપાયો પણ અજમાવી શકો છો.
તેલ માલિશ : –
પ્રથમ તો વાળ ધોવાના પહેલાં એમાં તેલ માલિશ (ચંપી ) કરવી જોઈએ. એ પણ વાળના મૂળમાં તેલ જાય એ રીતે માલિશ કરવી જોઈએ એનાથી જડોને પોષણ મળે છે અને વાળને મજબૂત બનાવવા માટે અને એના ગ્રોથ માટે જરૂરી છે. જો વાળ મૂળમાંથી મજબૂત હશે તો આપોઆપ ખરતા અટકશે. ઘણાં ને વાળમાં તેલ માલિશ કરવી અને વધુ સમય રાખવું પસંદ નથી હોતું તો વાળ ધોવાની આગલી રાત્રે અથવા થોડાં કલાકો બાદ હેર ઓઇલ કરી કરી શકાય.
વાળને કવર કરવા : –
વાળને ધૂળ, વધુ પડતા તાપ અને પ્રદુષણથી બચાવવા માટે શક્ય હોય તો સ્કાર્ફ કે હેટ અથવા કેપથી કવર કરવા બહાર જઈએ ત્યારે આટલી વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો પણ આપણે વાળને નુકશાનથી બચાવી શકીએ એટલે આપોઆપ વાળ મજબૂત બનશે અને ખરતા વાળના પ્રમાણમાં ઘટાડો થશે.
જો તમે પણ રાત્રે વાળ ધોતા હોય તો તમારી આ આદત સુધારી લેજો નહિ તો તમારા વાળ ખરવાનું ક્યારેય નહીં અટકે, અને સાથે જ અમે જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. આશા છે કે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થઈ હશે.