જો મહિલાઓ આટલું ધ્યાન નહીં રાખે તો 40 ની ઉંમર બાદ થશે હેરાન

ઘરના કામ પુરા કરવાની ભાગ-દોડમાં સ્ત્રીઓ ઝડપથી કામ પૂરું કરવાની ઉતાવળમાં અજાણપણે ઘણી એવી આદતો અપનાવી લેતી હોય છે જેના કારણે આપણે ઘણી શારીરિક તકલીફ સહન કરવી પડતી હોય છે.

એમાંય વળી 40 ની ઉંમર પછી તો આવી ખોટી આદતોના કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને એમાંની એક છે પગનો દુખાવો. 40 ની ઉંમર વટાવ્યા બાદ સ્ત્રીઓમાં આ તકલીફ વધી જતી હોય છે. આ તબક્કે પગની પાનીનો દુખાવો, નસ ફૂલી જવી અને હાડકાના ઘસારાની તકલીફ વધી જતી હોય છે. સાથે જ કમરના દુખાવાની તકલીફ પણ વધી જતી હોય છે. આ બધા માટે ક્યારેક આપણી ખોટી આદતો પણ જવાબદાર બનતી હોય છે.

જેવી કે મોટાભાગનું કામ ઊભા રહીને કરવું એના કારણે શરીરનું વધુ લોહી પગ તરફ જમા થવા લાગે છે અને એનો પ્રવાહ પણ ઝડપી હોય છે. તો તકલીફ એ થાય છે કે પગ ઓર વધુ વજન આવવાથી પગને વધુ તાકાત કરવી પડે છે.

જેના કારણે ઘૂંટણનો ઘસારો અને ઘુંટણના દુખાવાની તકલીફ ઊભી થાય છે અને પગની પાનીનો દુખાવો, ગોઠણનો દુખાવો અને નાની-મોટી તકલીફો ઉભી થાય છે.

ઉભા ઉભા કામ કરવાથી રાત્રે પણ પગમાં વધુ પડતી બળતરા, કળતર  અને દુખાવો થાય છે. આનાથી છુટકારો યોગ્ય પ્રમાણમાં કસરત કરવાથી અને ચાલવાથી અને નિયમિત વ્યાયામથી મેળવી શકાય છે. આ બધું જ સરળતાથી કરી શકાય એવું છે અને આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. એ સિવાય અમુક આસનો નિયમિત કરીને પણ આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે જેમકે સર્વાંગાસન અને શીર્ષાસન નિયમિત કરવાથી પણ તકલીફ દૂર થાય છે. આ બધી જ બાબતો ઉભા ઉભા કામ કરવાથી તકલીફથી છુટકારો મેળવવા માટે ખૂબ જ મહત્વની છે.

એક મોટું કારણ એ પણ છે 40 પછી સ્ત્રીઓમાં પિરિયડ બંધ થતાં હોવાથી આ સમયગાળામાં સ્ત્રીઓમાં હોર્મોન્સ ઇન બેલેન્સ થાય છે. એમાં પરિવર્તન આવે છે.

સવારમાં અલગ અલગ પ્રકારની એક્સરસાઈઝ અને પ્રાણાયામ અને નાની – નાની કસરતો કરવાથી હોર્મોન્સને બેલેન્સ કરી શકો છો. એ રીતે જ તમે તમારી તકલીફથી છુટકારો મેળવી શકો છો. હોર્મોન્સમાં મોટા ફેરફાર થાય છે. આ સમયે તમારા શરીરમાં રહેલું મોટાભાગનું કેલ્શિયમ બહાર નીકળી જાય છે.

આ કુદરતી છે આમાં તમે કંઈ ન કરી શકો પણ તમે જ કરી શકો છો એ તમારે કરવાનું છે. આ સિવાય આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને આ તકલીફને દૂર કરી શકાય છે. જેમકે ગોળ-ચણાનો ઉકાળો અને મેથી દાણાના સેવન થી તમે આ તકલીફથી છુટકારો મેળવી શકો છો.

આ સિવાય કેટલાક એવા ઉપાયો પણ જાણીશું જેનાથી પગના દુખાવામાં રાહત મળી શકે. જો રાત્રે પગનો દુખાવો વધી જાય તો પગને ઊંચા રાખવા એના માટે પગના નીચે ઓશીકું રાખી શકાય જેનાથી લોહીનું પરિભ્રમણ સામાન્ય સ્થિતિમાં આવી જાય છે, અને પગના દુખાવામાં રાહત મળે છે. આ પદ્ધતિનો દરરોજ અપનાવી જોઇએ.

એ સિવાય પગના દુખાવાને દૂર કરવા માટે રાત્રે હળદરવાળું દૂધ પીવું જોઇએ. જેનાથી થાક ઊતરે છે અને શરીરમાં ઉર્જા અને શક્તિનો સંચાર થાય છે. આનાથી પગમાં થતી પીડા તો દૂર થશે જ પણ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે.

સુતા સમયે પગ માં થતા દુખાવાને દૂર કરવા માટે પગમાં મસાજ પણ કરી શકે છે. જેના કારણે પગ ના કરશો અને પોષણ મળે છે અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે.

એ સિવાય રાત્રે થોડું ચાલવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને  ખોરાકનું પાચન પણ યોગ્ય રીતે થાય છે.

આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાથી અને કેટલીક સ્વાથ્ય માટેની સારી આદતોને નિયમિત રીતે અપનાવવાથી આ પગના દુખાવાની તકલીફથી છુટકારો મેળવી શકાય છે.

તો આવી નાની નાની વસ્તુનું ધ્યાન મહિલાઓ ખાસ રાખવું જોઈએ જેથી તમેં 40 ની ઉંમર પર પણ રેસો એક દમ ફિટ

આશા છે કે તમને આ અમારી માહિતી યોગ્ય લાગી હશે તો તમારા ગ્રુપ માં આ  માહિતી જરૂર શેર કરો.

Leave a Comment