આજના સમયમાં મહિલાઓ ઘરની સાથે બહાર કામ કરવા પણ સક્ષમ છે. પરંતુ રોજ ની ભાગદોડ ભરી જીવનશૈલીના કારણે તે પોતાના શરીર અને દિમાગનો સારી રીતે ધ્યાન રાખી શકતી નથી. એવી ઘણી બધી સમસ્યાઓ હોય છે જેના પર મહિલાઓ ક્યારેય ધ્યાન આપતી નથી. અને આ જ નાની-નાની સમસ્યાઓ આવનારા સમયમાં ભયંકર રૂપ ધારણ કરી લેતી હોય છે.
ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારમાં માટે તો સમય કાઢી ને ધ્યાન આપે છે પરંતુ એ પોતાનું ધ્યાન રાખતી નથી. પરિવાર અને પ્રિયજનો ધ્યાન રાખવા માટે મહિલાએ પ્રથમ પોતાનું ધ્યાન રાખવું પડે, અને પોતે જ સ્વસ્થ રહેવું પડે.
એના માટે આજે અમે સ્વાસ્થ્યને લગતી એવી કેટલીક નાની નાની બાબતો વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારું પોતાનું ધ્યાન રાખી શકો.
ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું જરૂરી છે. જેથી એનું દિલ દિમાગ અને શરીર સ્વસ્થ રહે. એના માટે આજે અમે તમને કેટલીક હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું.
મહિલાઓ માટે સ્વાસ્થ્ય ને લગતી ખાસ ટિપ્સ :-
હેલ્ધી ડાયટ ફોલો કરો :
જો તમે હૃદયરોગ સ્ટ્રોક અને દૂર રાખવા માંગતા હોય તો હેલ્ધી ડાયટ અપનાવો.
વધુમાં વધુ ફળ અને શાકભાજી ખાઓ
ખાવા માટે સાબૂત અનાજ નો ઉપયોગ કરો. અને સફેદ ની જગ્યાએ બ્રાઉન રાઈસ ખાવા માટે વાપરો.
મેંદાનીજગ્યાએ ઘઉં થી બનેલી વાનગીઓ ખાઓ.
આહારમાં પ્રોટીનને વધુ સામેલ કરો.
ખાંડ, મીઠું અને જંક ફૂડથી પરહેજ કરો.
જો તમે એક હેલ્ધી ડાયટ અપનાવો છો તો એમાં ફ્લેક્સિબિલિટી, લચીલાપણું ખૂબ જરૂરી છે. અને જો તમે એક સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરવા માંગો છો તો ઉપર જણાવ્યું છે એ ડાયટ આપનાવો એ જરુરી છે. અને આ ડાયટ પ્લાન ફોન ન કરવો હોય તો તમારા માટે જરૂરી હોય એનો આહારમાં સામેલ કરવો.
વજનને નિયંત્રણમાં રાખવા માટે :
જો તમેં વજનને નિયંત્રણમાં રાખો તો હૃદય રોગ, ડાયાબીટીસ, કેન્સરનો ખતરો ટળી શકે છે.
વજનને નિયંત્રણમાં રાખવા માટે વ્યાયામ ખૂબ જરૂરી છે. સપ્તાહમાં 300 મિનિટ વ્યાયામ કરવો.
બને ત્યાં સુધી એલજી પોષ્ટિક આહાર લેવો. એનાથી વજન નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તમારા ડાયટ દ્વારા તમે શું કરે પણ નિયંત્રણમાં રાખી શકો છો. કોલ્ડ્રિંક્સ અને ખાંડવાળા પદાર્થોથી પણ બચવું જોઈએ.
નિયમિત વ્યાયામ કરો :
તમે જેટલા સક્રિય રહો છો એટલું જ તમારા માટે સારું રહે છે. નિત્ય વ્યાયામ આપણા હૃદયને હેલ્ધી રાખે છે. ઉપરાંત માંસપેશીઓ અને હાડકાંને પણ મજબૂત બનાવે છે
અઠવાડિયામાં બેથી ચાર કલાક મધ્યમ ગતિવિધિ જેમ કે ઝડપથી ચાલવું, મનપસંદ નુત્ય કરવું. એ સિવાય અઠવાડિયામાં 1 કલાક અને 15 મિનિટ સુધી દોડવાની અથવા ટેનિસ રમવા જેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
જો તમે ઓફિસના કામમાં વ્યસ્ત હોવ તો આખો દિવસ નાની-નાની ક્રિયાઓ કરવી જોઈએ. જેમ કે દિવસમાં ઓછામાં ઓછા 10 હજાર ડગલાં ચાલવાં જોઈએ. લિફ્ટ ની જગ્યાએ સીડીનો પ્રયોગ કરવો.
યોગ્ય સમયે ડોક્ટર પાસે તપાસ કરાવવી.
તમારી સમયે પોતાના શરીરનો ડોક્ટર પાસે નિદાન કરાવવું જોઈએ. એનાથી તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.
તમારા સ્વાસ્થ્ય સંબંધિત વાતો તમારા ડોક્ટરને પૂછો.
તણાવથી દૂર રહો.
જો તમે તણાવ અને ચિંતામાં રહો છો તો તમારા શરીર પર તેની વિપરીત અસર પડી શકે છે. હા તમે એને દૂર ન કરી શકો, પરંતુ તમે એના પ્રભાવને ઓછું જરૂર કરી શકો છો. તમારી તણાવના પ્રભાવને દૂર કેવી રીતે કરવો એ વિશે જાણીને તણાવને ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ.
બીજી અન્ય ટિપ્સ પણ તમે અપનાવી શકો છો જે નીચે મુજબ છે
જેટલું પણ બને મહિલાઓએ ખાસ તણાવથી દૂર રહેવું જોઈએ. તણાવના કારણે હૃદય રોગ, ડિપ્રેશન, ચિંતા નું જોખમ રહે છે.
ડાયટિંગ નો અર્થ એવો નથી કે તમને ભાવતું ભોજન તમે સદંતર બંધ કરો. પરંતુ વધુ કેલરી યુક્ત અને ચરબી યુક્ત પદાર્થો થી દૂર રહેવું. તમારા ભોજનમાં પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ યુક્ત આહાર લેવો.
વધુ પડતા કેલ્શિયમનું સેવન ન કરવું એનાથી પથરી થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. જો તમે 50 થી ઓછી ઉંમરના છો તો 1, 000 મિલીગ્રામ થી વધુ કેલ્શિયમ ના લેવું. જયારે ૫૦થી વધુ વર્ષની ઉંમરની મહિલાઓ એ 1,200 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ ન લેવું.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.