પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવા માટેના સરળ ઉપાય

આંખ, નાક, કાન ની જેમ જ દાંત પણ આપણાં શરીરનું મહત્વનું અંગ છે. જેવી રીતે જીભ દ્વારા આપણને વિવિધ સ્વાદ ચાખવા મળે છે. તો દાંત દ્વારા એ પદાર્થોને ચાવીએ છે. માટે જ દાંતની કાળજી આપણાં માટે આવશ્યક છે. એની સફેદી અને મુસ્કુરાહટ જાળવી રાખવા માટે તમારે બે ટાઈમ બ્રશ કરવું આવશ્યક છે.

મોટાભાગ ના લોકો દાંતની પીળાશથી પરેશાન હોય છે. જેમાં મોટાભાગે પ્લાકની પરત જામી જતી હોય છે. આ તમારા માટે શરમનું કારણ પણ બની શકે છે. પેહલાંના જુના જમાનામાં લોકો પોતાના દાંત સાફ કરવા માટે એક વિશિષ્ટ છોડના ઉપયોગ કરતા હતા.

આ પરંપરા આજે પણ અપનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બ્રશ કરવું અને આયુર્વેદિક રીતે દાંત સાફ કરવા બંનેમાં ખૂબ જ ફરક છે. જો તમારાં દાંત પીળા થઇ ગયા છે તો એ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે પણ આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જે દાંતની સફેદી તો લાવે જ છે પરંતુ બેક્ટેરિયાની દુર્ગંધ ને પણ દૂર કરે છે.

pila-dantane-ne-safed-karavana-upay

દાંત સફેદ કરવાના ઉપાય

સંતરાની છાલ :

સંતરાને  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એ સિવાય તેની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે. સંતરાની છાલ દાંતની પીળાશને દૂર કરવામાં ઉપયોગી છે. સંતરાની છાલને તડકામાં સુકવીને એનો પાઉડર બનાવી લેવો. આ પાઉડર રાત્રે દાંત પર ઘસવો આનાથી દાંતની પીળાશ દૂર થાય છે.

એલોવેરા જેલ : 

એલોવેરા જેલ એ તને પ્રેમ માટે લાભદાયી છે. પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જેલનો દાંત માટે ઉપયોગ કરવાથી પ્લાક અને ગંદકીને આસાનીથી દૂર કરી શકાય છે. એલોવેરા એલોવેરા જેલ માં લીંબૂનો રસ અને ગ્લિસરીન મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં દાંત પર ઘસો. ત્યારબાદ ધોઈને સુઈ જાઓ તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.

બેકિંગ સોડા અને મીઠું : 

જો તમારા દાંત પર પણ પ્લાક જામી ગયો છે તો એને દૂર કરવા માટે બેકિંગ સોડા અને મીઠું ખૂબ જ ગુણકારી છે. પરંતુ બેકિંગ સોડા અને મીઠું બંનેમાં એસિડની માત્રા પણ વધુ રહેલી છે. બેકિંગ સોડા દાંત પર જમા થયેલી પરત અને દૂર કરે છે. એના માટે બેકિંગ સોડામાં નારીયલ તેલ અથવા સરસવનું તેલ મિક્સ કરીને દાંત પર રગડવું.

હળદર અને સરસવનું તેલ : 

હળદર અને સરસવના તેલ મિક્સ કરીને દાંતોને સાફ કરવામાં આવે તો ખૂબ જ લાભદાયી નીવડે છે. એના માટે એક ચમચી તેલ અને અડધી ચમચી હળદર મિક્સ કરીને દાત ઉપર ઘસવું. આ ઉપાયથી દાંત સાફ થશે અને દાંતના પેઢામાંથી નીકળતું લોહી પણ બંધ થશે.

કેળાની છાલ : 

દાંતને મજબૂત અને ચમકદાર બનાવવા માટે કેળા ની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. એના માટે તમારે કેળાની છાલ નો સફેદ ભાગ અલગ કરી લેવો. એ સફેદ ભાગને દાંત પર ઘસવો. કેળાની છાલના સફેદ ભાગમાં પોટેશિયમ,  મેગ્નેશિયમ, મેંગેનીઝ રહેલું છે. જેમાં મિનરલ્સ પણ રહેલા છે. જે દાંત માટે ફાયદાકારક તો છે જ અને એ દાંતની પીળાશ પણ દૂર કરે છે.

આ સિવાય દાંતની પીળાશ દૂર કરવાની દાંતને સ્વસ્થ રાખવા માટે બીજા અન્ય ઉપાય નીચે મુજબ છે જેને અપનાવીને તમે દાંતને સ્વસ્થ ચમકીલા અને રાખી શકો છો.

લીંબુ અને સિંધવ મીઠું : 

લીંબુની છાલ માં સિંધવ મીઠુ ઉમેરીને એને દાંત પર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. એનાથી દાંત પર જામી ગયેલી પરત દૂર થાય છે. લીંબૂમાં રહેલું વિટામીન-સી અને મીઠું બંને મળીને દાંતની ની ગંદકી સાફ કરે છે.

હળદળ : 

અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરીને બ્રશ દ્વારા અથવા તો આંગળી વડે દાંત પર ઘસવી. એના દ્વારા દાંતની પીળાશ દૂર થાય છે.

લાકડાનો કોલસો  : 

તમે જાણો છો કે માર્કેટમાં અત્યારે કોલસા વાળી ટુથપેસ્ટ પણ ઉપલબ્ધ છે. જે દાંતને ચમકદાર બનાવવા નું કામ કરે છે, પરંતુ તમે ચૂલામાં રહેલા કોલસાની દાંત પર ઘસો તો, દાંત થોડા જ દિવસમાં ચમકવા લાગશે. એના માટે કોલસાનો નો ભૂકો કરી લેવો. એને પોતાની આંગળી વડે 1 થી 2 મિનિટ સુધી દાંત પર ઘસવો.  આ ઉપાય કરવાથી દાંત સાફ અને સ્વચ્છ રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલ ઉપાય આપને અવશ્ય પસંદ આવશે.

1 thought on “પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવા માટેના સરળ ઉપાય”

Leave a Comment