આજના સમયમાં દરેક ઘરમાં ફ્રીજ હોઇ છે એ એકદમ સામાન્ય વાત થઈ ગઈ છે અને એનો ઉપયોગ ફક્ત પાણી ઠંડુ કરવા માટે જ નહીં પરંતુ વિવિધ વસ્તુઓ અને સ્ટોર કરવા માટે થાય છે. કોઈપણ વસ્તુ આપણે બજારમાંથી લાવી એટલે એને સાચો માનવ વિચાર કરીએ કે પહેલાં જ મગજમાં ફ્રીજ આવે. આજે અમેં તમને એના એ વિશે જ જણાવીશું કે, કયા ફળો અને શાકભાજી ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. જેથી તમે ગંભીર બિમારીઓથી દૂર રહી શકો અને એના વિશે માહિત ગાર થઇ શકો. જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.
આપણે ઘણીવાર તે સમયના અભાવે અથવા સમય બચાવવા માટે ઘણી બધી વસ્તુઓ વધુ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ. ફળો અને શાકભાજી નહીં પરંતુ એ સિવાયની ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ ને આપણે ફ્રીજ માં રાખીએ છીએ.
મોટાભાગે આપણે ઘણી બધી વસ્તુઓ ને વધુ દિવસ સુધી સ્ટોર કરવા માટે ફ્રીઝમાં રાખતા હોઈએ છીએ. લાંબા સમય સુધી આ રીતે સ્ટોર કરેલા ખાદ્ય પદાર્થો હોય કે ફળો શાકભાજી હોય સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે,
અને એના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તું કયા ખાદ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા જોઇએ નહીં એના વિશે આજે અમે તમને જણાવીશું.
આ ફળ ને ફ્રિજમાં મૂકવા જોઈએ નહીં : –
કેરી અને તરબૂચ ને કાપ્યા પછી ફ્રિજમાં મૂકવા જોઈએ નહીં. એ સિવાય કેળાને પણ ફ્રીજમાં રાખવા નહીં. કારણકે ફ્રિજમાં રાખેલા કેળા ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે. સાથે જ ફ્રીજમાં રાખેલી અન્ય વસ્તુઓ પણ બગડી શકે છે.
આ ઉપરાંત જો તમને મધનું સેવન કરવાની આદત હોય તો મધની પણ ફ્રિજમાં મૂકવું નહીં. કારણકે મધને ફ્રીજમાં મૂકવાથી તમારું સ્વાસ્થ્ય સારું થવાની જગ્યાએ બગડી શકે છે. કારણકે મધને ફ્રીજમાં મૂકવાથી એમાં ક્રિસ્ટલ બનતા હોય છે.
આ શાકભાજી ફ્રીઝ માં મુકવા જોઈએ નહીં : –
બટાટાની ફ્રિજમાં મૂકવા જોઈએ નહીં કારણ કે તેને ફ્રીઝમાં મુકવાથી તેનું સ્ટાર્ચ સુગર બદલાઈ જાય છે. આ કારણથી ડાયાબિટીસના દર્દીઓની તકલીફ વધી શકે છે. ઘણા લોકો જાણી-અજાણી એ ફ્રીજમાં ન મુકવાની શાકભાજી પણ એમાં સ્ટોર કરતા હોય છે. જેમ કે લસણ, ડુંગળી, બટાકા શાકભાજીને ક્યારેય ફ્રીજમાં રાખવા નહીં. કોળું પણ ફ્રિજમાં રાખવું નહીં. એને હવાની અવર-જવર વાળી જગ્યાએ ખુલ્લામાં રાખો. એ જગ્યા સૂકી અને ઠંડી હોવી જોઈએ.
બટેટાને સુરક્ષિત રાખવા માટેનો ઉપાય : –
મિત્રો બટેટા ની વાત કરીએ તો મોટા વેપારીઓ અને અલગથી કોલ્ડ સ્ટોરેજમાં રાખતા હોય છે. એ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય પરંતુ ફ્રીઝમાં રાખી શકાય નહીં. બટાકાની પેપરની બેગમાં મૂકીને ખુલ્લી જગ્યામાં રાખવાથી તે સુરક્ષિત રહે છે. એ સિવાય લસણ ડુંગળી ને પણ કાયમ ખુલ્લી જગ્યામાં જ રાખવા ફ્રિજમાં સ્ટોર કરવા નહીં. એનાથી એની સુંગધ બીજી ચીજ વસ્તુઓમાં ભળી શકે છે.
એ સિવાયના એવા ઘણા ખાદ્ય પદાર્થો છે જેને ફ્રીજમાં રાખવા જોઇએ નહીં.
બ્રેડ : બ્રેડ ને ફ્રીઝમાં રાખવાથી તે ડ્રાય થઇ જાય છે. જો તમે સેન્ડવીચ બનાવી લીધી હોય અને વધેલી બ્રેડ તમે ફ્રીઝમાં મૂકો તો એ ઠીક છે પરંતુ એનાથી પણ બ્રેડ જલ્દી ચવડ બની જાય છે.
કોફી : કોફી ની સોડમ અને તાજગીને જાળવી રાખવા માટે તેને સુકી અને અંધારી જગ્યાએ મુકવી જરૂરી છે. એને ફ્રીજમાં રાખવી નહીં. કોફી હોય કે કોફી ના બીજ અને એરટાઈટ ડબામાં ભરીને રાખવા. જો વધુ પ્રમાણમાં તમારી પાસે કોફી હોય અને તમારે એને સ્ટોર કરવી હોય તો વ્યવસ્થિત રીતે એરટાઇટ ડબામાં પેક કરીને એને ફ્રિજમાં સ્ટોર કરવી. આ રીતે એક મહિના સુધી સાચવી શકાય છે.
ઓલિવ ઓઇલ : ઓલિવ ઓઇલ ને ફ્રિજમાં રાખવું નહીં કારણ એ હાર્ડ બની જાય છે. એને ઠંડી અને અંધારી જગ્યાઓમાં મુકવું નહીં તો એ માખણ જેવું ઘટ્ટ બની જશે.
અથાણા : ઘણા બધા ને ફ્રિજમાં અથાણા મૂકવાની ટેવ હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે અથાણામાં ઘણા પ્રિઝર્વેટિવ હોય છે. ફ્રીજમાં રાખવા તેની ગુણવત્તામાં ફરક પડે છે.
ઈંડા : ઈંડા ને માં રાખવા જોઈએ નહિ. એને ફ્રીઝમાં રાખવાથી એના કુદરતી સ્વાદ અને ફ્લેવર નાશ પામે છે. માટે એને હંમેશા રૂમ ટેમ્પરેચર પર રાખવા જોઈએ.
કેચપ : કે પાણી પ્રકારના પ્રિઝર્વેટિવ રહેલા છે એના કારણે તે એક વર્ષથી પણ વધુ બહાર પણ સારો રહી શકે છે. જો તેની ગુણવત્તા જાળવી રાખવી હોય તો તેને ફ્રીઝમાં રાખવો નહિ. જો એની જોઈ ની બોટલ ખોલી નાખી હોય તોપણ એને બહાર રાખી શકાય છે.
અમને આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપને જરૂર થી પસંદ આવશે.