ઓમિક્રોન કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના બચાવ માટે કોઈ પણ ઉપાય કરવા તૈયાર છે. દરેક નો ઉદ્દેશ પોતાને સુરક્ષિત રાખવાનો છે. સામાન્ય નિયમોનું પાલન કરીને આપણે બધા જ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે પરંતુ કોરોના ના કારણે લાગેલી રોગ દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે ખિલવાડ કરી શકે છે.
આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે એની સામે લડવા માટે અને રક્ષણ મેળવવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં કેટલાક સુધારા કરવાની જરૂર છે. આ સામાન્ય બદલાવ આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. એની સાથે આપણને ખુશ પણ રાખવામાં મદદ કરે છે. થયેલા અધ્યયન પ્રમાણે જે લોકો મહામારી ના સમયે સૌથી વધુ તણાવ અને ચિંતા માંથી પસાર થયા એ વ્યક્તિઓમાં કોવિડ 19 થવાનો ભય વધી જાય છે. જોકે યોગ અને ધ્યાનનો સહારો લઈને દરેક વ્યક્તિ તણાવ અને ચિંતાથી મુક્ત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ એનાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. સાથે જ આનંદ પણ આપે છે અને ફેકસીબલ રાખે છે.
વોકહાર્ટ હોસ્પિટલના ચિકિત્સા સલાહકાર ડોક્ટર તુષાર પ્રસાદે સ્વસ્થ રહેવા માટેની કેટલીક બાબતો વિશે જણાવ્યું છે.
નકારાત્મક ભાવનાઓ થી દૂર રહેવું જોઈએ :
જો તમે ઇચ્છવા છતાં પણ ખોટું એટલે કે નકારાત્મક વિચારી રહ્યા છો તો એવું ન કરવું જોઈએ. ઘણી વખત નહીં થવા છતાં પણ ખોટા નકારાત્મક વિચારો આવતા હોય છે. એવા સમયે પોતાના પરિવારના સદસ્યો અને મિત્રો સાથે વિડીયો કોલ પર વાત કરવી જોઈએ. ઉપરાંત મિત્રો અને પરિવારના સદસ્યો સાથે વધુમાં વધુ સમય પસાર કરવો જોઈએ. એવું કરવાથી તમને આનંદ થશે અને તણાવ અને ચિંતાથી મુક્ત રહેશો. સાથે ખોટા વિચારો થી પણ બચી શકશો.
ઘરમાં પણ એક્ટિવ રહેવું જોઈએ :
તમે ઘરમાં પણ એરોબિક્સ, જુમ્બા, સ્ટ્રેચિંગ, વેઈટ ટ્રેનિંગ, યોગ કરી શકો છો. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ લગભગ અડધા કલાક સુધી આ ક્રિયાઓ કરવાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.
ખાવા-પીવાની આદતો નું ધ્યાન રાખવું :
રોજનું ભોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માટે ભોજન પોષક તત્વોથી ભરપૂર હોવું જોઈએ. એના માટે રોજિંદા આહારમાં તાજાં ફળ, લીલા શાકભાજી, દાળ, સાબૂત અનાજ, બીજ નો સમાવેશ કરવો જોઈએ. શરાબની ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.
આ હતા શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેની ટિપ્સ, જેને અપનાવીને તમે ઓમિક્રોનના ભય સામે રક્ષણ મેળવી શકો છો.ઓમિક્રોન લક્ષણો આ સિવાય પણ અન્ય ટિપ્સ અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો.
આમળા અને આદુ :
જો આહારમાં નિયમિત રીતે આમળા નો સમાવેશ કરવામાં આવે તો શરીરમાં શ્વેત રક્ત કોશિકાઓની સંખ્યા વધે છે. જેનાથી શરીરને બીમારીઓ અને સંક્રમણ સામે લડવામાં રક્ષણ મળે છે. આમળામાં આયરન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. આદુમાં જીન્જરોલ રહેલું છે. એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે. જે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. એ સિવાય શરદી ઉધરસમાં તો રક્ષણ આપે જ છે પરંતુ સુગર ને પણ નિયંત્રણમાં રાખે છે.
કોથમીર અને ફુદીનો :
કોથમીર અને ફૂદીનાના પાનમાં વિપુલ પ્રમાણમાં વિટામીન સી રહેલું છે. ફુદીનામાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી રહેલા છે. જે શરદી અને ખાંસી ને કારણે થતી બળતરાને દૂર કરે છે. એ રીતે કોથમીરમાં પણ એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. એ સિવાય કોથમીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા નો, એન્ટીબેક્ટેરિયલ અને detoxify ના ગુણ પણ રહેલા છે.
આ હતા કેટલાક ઓમિક્રોન સામે રક્ષણ મેળવવાના સામાન્ય ઉપાય જેને અપનાવીને તમે સ્વસ્થ રહી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.