ચહેરા પર ગ્લો લાવવા માટે જો તમારી ત્વચા પણ તૈલી ત્વચા છે તો આ માહિતી તમારા માટે જ છે. સ્કિન એક્સપર્ટનું કહેવું છે કે, ઓઇલી સ્કિન વાળી વ્યક્તિ કોઈપણ પ્રોડક્ટ આંખ બંધ કરીને વાપરી શકે નહીં. કેમ કે ઘરેલું હોય કે બજારની પ્રોડક્ટ હોય કોઈપણ વસ્તુ એમના માટે ફાયદાની જગ્યાએ આડઅસર કરાવી શકે છે. માટે ઓઇલી ત્વચા વાળા એ કંઈ પણ ઉપયોગ કરતા પહેલા વિચારવું અને જાણવું જરૂરી બને છે.
ઓઈલી સ્કિનને કારણે ત્વચા ચીકણી રહે છે. એના કારણે ચહેરા પર ખીલ પણ વધુ થાય છે. સાથે જ વધુ પડતો પરસેવો થવાને કારણે પણ ચહેરા પર ગંદકી જમા થાય છે.
જો તમારી ત્વચા પણ તૈલી ત્વચા છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપચાર એટલે કે ફેસપેક વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે ચહેરા પર કુદરતી ચમક લાવી શકો છો. મહત્વની વાત એ છે કે એનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. તો હવે તમને જણાવીએ એ ફેસપેક વિશે.
ચહેરો ગોરો કરવા માટે | ચહેરા પર ગ્લો લાવવા માટે
1. મસૂરની દાળનો ફેસપેક –
બે ચમચી મસૂરની દાળ લેવી. જેમાં એક ચમચી દહીં અને ગુલાબ જળ મિક્સ કરવું. આ ફેસપેકને સારી રીતે મિક્સ કર્યા બાદ ચહેરા પર લગાવો. આ ફેસપેક લગાવવાથી ઓઈલી સ્કિનની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત વધુ સુંદર અને સૉફ્ટ બને છે.
2. લીમડાનો ફેસપેક –
લીમડાનો ફેસપેક બનાવવા માટે લીમડાના થોડા પાન તોડીને એને ધોઈ લેવા. ત્યારબાદ એને પીસી લેવા પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરવો. આ ફેસપેકને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ચહેરા પર લગાવવો જોઈએ. આ ફેસપેક લગાવવાથી ઓઈલી સ્કીનથી તો છુટકારો મળે જ છે. પરંતુ ચહેરાના દાગ-ધબ્બા પણ દૂર થાય છે. સાથે ચહેરામાં કુદરતી નિખાર પણ આવે છે.
3. કાકડીના ફેસપેક –
સૌપ્રથમ કાકડીને ખમણી લેવી. ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને ફ્રીઝમાં રાખી દેવું. જ્યારે એ ઠંડુ થાય ત્યારે એના ચહેરા પર લગાવવું. જો તમે ઈચ્છો તો એને આઇસ ટ્રેમાં પણ રાખી શકો છો. જ્યારે એના ક્યુબ તૈયાર થાય ત્યારે એનાથી ચહેરા પર મસાજ કરી શકો છો. આ ઉપાય કરવાથી ઓઇલી સ્કીન છુટકારો મળે છે. આ ફેસપેકને અઠવાડિયામાં ત્રણ વાર લગાવવો જોઈએ.
આ સિવાય પણ ઓઇલી ત્વચાથી છુટકારો મેળવવા માટે તમે અન્ય ઘરેલુ ઉપચાર અજમાવી શકો છો જે આ પ્રમાણે છે.
1. એક ચમચી ચંદન પાઉડર માં ગુલાબ જળ મિક્સ કરવું. એનો પેક તૈયાર કરવો. એની પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. ત્યારબાદ ચહેરો ધોઈ લેવો.
2. એક ચમચી જવના લોટમાં 1 ચમચી સફરજનની પેસ્ટ એડ કરવી. આ પેસ્ટને પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવી ત્યારબાદ ચહેરો પાણીથી ધોઇ લેવો.
3. 1 મોટી ચમચી સંતરાની છાલનો પાવડર લેવો. એમાં કાચું દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને લેપ તૈયાર કરવો. આ લેપ ચહેરા પર લગાવવાથી ચહેરાની કુદરતી ચમક વધે છે. સાથે ઓઇલી સ્કિનથી છૂટકારો મળે છે.
4. એક નાની ચમચી દહીં અને એક ચમચી કાકડીનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવું. ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો.
5. એક મુઠ્ઠી કડવા લીમડાના પાન, એક ચમચી ચંદન પાઉડર, એક મુઠ્ઠી ગુલાબની પાંખડીઓ, ચપટી હળદર પાઉડર મિક્સ કરીને, પેસ્ટ બનાવીને 8 થી 10 મિનિટ સુધી લગાવીને રાખવું. સુકાઈ જાય પછી થપથપાવીને કાઢી નાખવું.
6. થોડા કાચા દૂધમાં હળદર, ઘઉંનો લોટ, 2 – 3 ટીપાં બદામનું તેલ મિક્સ કરીને. આ પેસ્ટને લગાવવી. સુકાયા બાદ હળવા હાથે ઘસીને એને કાઢી નાખો. આ ઉપચાર રોજ કરવાથી ખૂબ જ સારો ફાયદો મળે છે.
7. એક ચમચી ચણાનો લોટ અને 2-4 ટીપાં લીંબુનો રસ, ચપટી હળદર, એક મોટી ચમચી ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવવું. જ્યારે આ લેપ સૂકાઈ જાય ત્યારબાદ ચહેરો ધોઈ લેવો.
8. લીંબુ અને દહીંનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી પણ ચેહરા પરનું વધારાનું તેલ દૂર થઈ જાય છે. સાથે ખીલમાંથી પણ છુટકારો મળે છે અને ચહેરો ચમકદાર બને છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે આજની માહિતી અને ઉપાય આપને ચોક્કસ પસંદ આવશે અને ઉપયોગી થશે.
3 thoughts on “ચહેરા પર ગ્લો લાવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ”