વજન ઘટાડવા અને બહાર નીકળેલી ફાંદને ઘટાડવા માંગો છો ? તો જાણી લો આ ઉપાય

વજન

મોટાભાગે લોકો મોટાપાથી પરેશાન રહેતા હોય છે. પોતાની લટકતી ફાંદ જાણે શરમનો વિષય બની જાય છે. કોઈપણ ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ પેટને ઘટાડી શકતા નથી. વળી બજારમાં મળતી વિવિધ દવાઓનો શરીર પર વિવિધ વિપરીત અસર થવાનો ભય પણ રહેલો છે. જેના કારણે આપણે દવાઓ ઉપયોગમાં લઇ શકતા નથી. વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે.

વધતા વજન ને કારણે થાક પણ વધુ લાગે છે. જેના કારણે કસરત પણ યોગ્ય રીતે કરી શકાતી નથી. તો પછી આ વધેલી ફાંદને ઘટાડવા માટે કયા ઉપાય કરવા જોઈએ, તે ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ હવે ગભરાવાની જરૂર નથી કારણ કે,.આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસખા વિશે જણાવીશું, જેનો ઉપાય કરવાથી થોડા દિવસમાં જ તમારું વજન ઘટવા લાગશે અને તમારી લટકતી ફાંદ પણ ઓછી થઈ જશે.

સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પાણી 

પાણી તો આપણે દરરોજ પીએ છીએ, પરંતુ પાણી પીવા ની સાચી રીત વિશે મોટાભાગે લોકો અજાણ હોય છે. માટે આજે અમે તમને પાણી પીવાની અને કઈ રીતે પાણી પીવાથી વજન ઘટી શકે એ વિશે જણાવીશું. રોજ સવારે એક કપ થોડું ગરમ પાણી પીવું જોઈએ, અને દિવસ દરમિયાન તમારે ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઇએ. સાથે પાણી એક જ ઘૂંટડે નહીં પરંતુ શાંતિથી પીવું જોઈએ પછી જુઓ એનું પરિણામ, તમારું વજન અને ફાંદ બંને ઘટવા લાગશે.

વજન

આમળાના જ્યૂસનું સેવન 

જો તમે આમળાના જ્યૂસનો નિયમિત ઉપયોગ શરૂ કરી દો તો પણ તમારી લટકતું ફાંદ અને વજન ઓછું કરી શકો છો કારણ કે, આમળાને સુપર ફુડ માનવામાં આવે છે અને તે વજન ઘટાડવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. નિયમિત પણે ફક્ત આખા દિવસમાં એક કપ આમળાનો રસ પીવાથી થોડા જ દિવસમાં તમને એનાથી ફરક જોવા મળે છે.

લીંબુ અને મધનું મિશ્રણ 

લીંબુ અને મધ વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. રોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે એક કપ હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ અને ત્રણ ચમચી લીંબુનો રસ અને ચપટી કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરીને પી લેવું. એનાથી ઝડપથી વજન ઊતરે છે.

કારેલા કારેલા નું નામ સાંભળીને જ ઘણાં લોકોના મોઢા બગડી જતા હોય છે, મોઢા માં કડવાશ આવી જાય છે પરંતુ જો તમે વધતા વજનને તમારી ફાંદને ખરેખર ઓછી કરવા માંગો છો તો, કડવાશ ભૂલી જઈને કારેલા ખાવાનું શરૂ કરી દો. કારેલા વજન ઘટાડવા માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. એના માટે અઠવાડીયામાં ત્રણ કે ચાર વખત કારેલાનું જ્યુસ બનાવીને તમે પી શકો છો. અથવા તેનું શાક પણ ખાઈ શકો છો.

ટામેટા 

ટામેટા પણ આપણે ઘરની અંદર રોજિંદા વપરાશમાં મોટાભાગે લેવામાં આવે છે. ટામેટા ની અંદર રહેલું એમિનો એસિડ શરીરમાં રહેલા વધારાના ફેટને દૂર કરવાનું કામ કરે છે. ટામેટા ઓછી કેલરીવાળો આહાર માનવામાં આવે છે. જેના કારણે તમારું વજન વધતું નથી.માટે તમે રોજિંદા આહારમાં ટામેટાનું સેવન કરો છો તો વજન ઘટાડવા માટે ખૂબ જ સારું રહે છે.

દહીંનું સેવન 

બપોરના જમવામાં તમે દહીનું સેવન કરી શકો છો. દહી ખોરાક પચાવવા અને સ્વાદ વધારવા માટે પણ ખાવામાં આવે છે. તમે દહી સિવાય રાયતાનું પણ સેવન કરી શકો છો.

ગ્રીન ટી 

આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક મનાય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળને પણ ખરતા રોકે છે.

જમવાના અડધા કલાક પહેલા પેટભરીને પાણી પીવું જોઈએ. તેનાથી વધારે ખાવાનું મન થશે નહીં. વધારે ઓઈલી વસ્તુઓ જેવી કે, બર્ગર, પિત્ઝા અને પનીર ખાવાનું ટાળવું. આ સિવાય ખાંડવાળી ચીજોનું સેવન પણ ઘટાડવું. કારણ કે, એનાથી વજન વધે છે.

વરિયાળી

વરિયાળી વિશે એવું કહેવામાં આવે છે કે, તમને વરિયાળીનું સેવન કર્યા બાદ ભૂખ ઓછી લાગે છે. ઉપરાંત વરિયાળીના પાણીથી વજન પણ ઘટી શકે છે. વરિયાળીનું સેવન જો તમે ભૂખ્યા પેટે કરો તો, ખૂબ જ ફાયદો થાય છે અને તમારા પેટની ચરબી પણ ઓગળી જાય છે.

ધાણા

સૂકા ધાણાનું પાણી પીને પણ તમે વજન ઉતારી શકો છો. ધાણા નું પાણી બનાવવા માટે ફક્ત બે મિનિટનો સમય લાગે છે. ધાણાનું પાણી શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે. અત્યારે દોડતા સમયમાં બોડીનો શેપ જાળવવો એ જાણે સ્પર્ધા થઇ ગઇ છે. અને બોડીને શેપમાં રાખવા માટે મહિલાઓ જાણે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે.

ફુદીનો

ફક્ત વાનગીઓના સ્વાદને વધારે તો નથી પરંતુ એ સાથે પણ એના અનેક ઘણા ઉપયોગ છે. ફુદીનાનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટની ચરબી ઘટે છે. ફુદીના મા કેલરીની માત્રા ઓછી અને ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જેમને તુરંત જ એનર્જી પ્રદાન કરે છે.

અશ્વગંધા

અશ્વગંધાનાં બે પાંદડાં લઈને તેની પેસ્ટ બનાવીને આ પેસ્ટ સવાર માં ગરમ પાણી સાથે પીવાથી વજન ઘટે છે. તણાવને કારણે બધી ચરબી અને વજન અને અશ્વગંધા રોકે છે. તણાવમાં કોરસીટોલ નામના હોર્મોન્સ વધારે પડતી માત્રાને કારણે એવું થતું હોય છે. રિસર્ચ પ્રમાણે અશ્વગંધા કોરસીટોલ સ્તરને ઘટાડે છે.

તજ

બે-ત્રણ મહિના સુધી નિયમિત રૂપે તેના પાવડરને મધ સાથે મિક્સ કરીને લેવામા આવે તો પણ વજન ઉતરે છે.

તમે ક્યારેક સાંભળ્યું હશે કે, વજન ઘટાડવા માટે દિવસમાં ત્રણ વાર નહીં પરંતુ પાંચ ભોજન કરવું જોઇએ. વજન ઘટાડવા માટે તમારે દિવસમાં પાંચ વાર ભોજન કરવું પડશે પરંતુ ખોરાકનું સેવન કેમ કરવો તે જાણી લેવું જોઈએ. પાંચ વખત ખોરાકને થોડી-થોડી માત્રામાં લેવો જોઈએ.

આ પણ વાચો :- દાંતનો દુખાવો અને પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાય

બ્લેક કોફી

બ્લેક કોફીમાં રહેલું કેફીન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. એ ઉપરાંત બ્લેક કોફીમાં રહેલું કેફીન એ મેટાબોલિઝમના કાર્યમાં સુધારો કરે છે. આહાર દ્વારા બનતી ઉર્જા ની પ્રક્રિયા ને સુધારે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજ ના લેખ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment