એવા અનેક ફળ છે જેના વિશે આપણને ખબર હોતી નથી. આપણે એના ગુણો વિશે પણ જાણતા નથી.એવું જ ફળ છે ફાલસા. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ ફાલસાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ ફળ ભારત સિવાય પાકિસ્તાન, થાઈલેન્ડ અને લાઓસ માં પણ ઉગાડવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે એના ફાયદા વિપુલ પ્રમાણમાં છે. તેમાં આયર્ન, ફોસ્ફરસ, વિટામિન એ, બી અને સી રહેલા હોય છે. ગરમીમાં ફાલસાનું સેવન અમૃત તુલ્ય છે. તો આજના લેખમાં એના ફાયદા વિશે જાણીએ.
ફાલસાના ફાયદા- health benefits of Phalsa
લુ સામે રક્ષણ આપે છે
આ ફળ જે ખુબ નાનું હોય છે, જે અત્યંત નાજુક હોય છે. આ ફળ ફક્ત ઉનાળામાં જ નજરમાં આવે છે. તે પણ મે – જૂન મહિનામાં, પરંતુ આ ફળમાં વિશેષ ગુણો રહેલા છે. એમાં અસંખ્ય વિટામીન અને મિનરલ રહેલા છે. ગરમીમાં લુ ને દૂર કરવામાં તે ઘણું જ અસરકારક છે. આ ફળ બહુગુણી છે અને ગરમીમાં નેચરલ ટોનિકનુ કામ કરે છે. હજારો વર્ષોથી આ ખાટુ મીઠું ફળ ભારતમાં ઊગે છે.
પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં વર્ણન
આ ફળ ની ઉત્પત્તિ ભારતમાં જ માનવામાં આવે છે. આ ફળ જ્યાં પણ પહોંચ્યું છે, ત્યાં ભારત માંથી જ ગયું છે, પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં ફળ નું વર્ણન કરવામાં આવ્યું છે, અને તેને ‘ પુરુષકં ‘ કહેવામાં આવ્યું છે. ગ્રંથોમાં એના રસનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. આજકાલ ભારત સિવાય પાકિસ્તાન, નેપાળ અને ભારતમાં પણ તે ઉપલબ્ધ છે અને ઉગાડવામાં આવે છે.
ફાલસા ખૂબ જ નાજુક ફળ હોય છે, અને તેને ઘણા લાંબા અંતર સુધી લઈ જઈ શકાતું નથી. તેથી તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવતું નથી, માટે તેનો સ્થાનિક રીતે વપરાશ થાય છે. અને તેનું ઉત્પાદન બે મહિનામાં પૂરું થઈ જાય છે. જે શહેરની આસપાસ ગામ હોય છે, ત્યાં આ ફળ પહોંચી શકે છે.
ફાલસાનો પાક અત્યંત સ્થાનિક અને સીમિત છે
વનસ્પતિ વિજ્ઞાન ના એક પ્રોફેસર દ્વારા ફળ અને શાકભાજી ની ઉત્પત્તિ અને તેના પ્રચાર-પ્રસાર માટે ખુબ જ સરસ લખાયું છે. તેમણે લખેલા પુસ્તકો અને શોધ દ્વારા વિશ્વભરમાં ફળો અને શાકભાજી તથા ડ્રાયફ્રુટ ના પાક ની ઉત્પત્તિ ના કેન્દ્ર ની જાણકારી મળી છે, પરંતુ એમણે ક્યાંય પણ ફાલસા નો ઉલ્લેખ કર્યો નથી. તેનો અર્થ છે કે ફાલસા ભારત નું ફળ છે. પરંતુ એનો પાક એકદમ સ્થાનિક અને સીમિત છે. એના સિવાય કોઈપણ પશ્ચિમના દેશોમાં ફાલસા ને લઈને કોઈપણ જાણકારી નથી.
ઉનાળામાં ફાલસાનું જ્યુસ અમૃત સમાન
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ફાલસામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, સલ્ફર, વિટામિન-એ, બી, સી રહેલા હોય છે. ઉનાળામાં એના જ્યુસનું સેવન અમૃત સમાન ગણાય છે. એનાથી પેટની બળતરા અને રક્ત સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે. કારણ કે એની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં એનું સેવન કરવાથી સૂર્યનાં વિકિરણો સામે પણ રક્ષણ મળે છે. એની એક વિશેષતા એ પણ છે કે, આયુર્વેદ સંબંધી સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે, અને યુરિન માં થતી બળતરા પણ દૂર કરે છે. ઉપરાંત થાક પણ ઉતારે છે.
કાચા ફાલસાનું સેવન કરવું જોઇએ નહીં
આયુર્વેદ માં કાચા ફાલસા નું સેવન ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ પ્રમાણે કાચા ફાલસા એ જલ્દી પચતા નથી. તે કઠણ અને ખાટાં તો હોય છે. સાથે પિત્તકારક પણ હોય છે, તેથી તેનું વધુ સેવન કરવું જોઇએ નહીં. મહત્વની વાત એ છે કે, પાકેલા ફાલસા શીતળ હોય છે, પરંતુ કાચા ફાલસાની તાસીર ગરમ માનવામાં આવે છે.
ફાલસા ખાવાથી અનેક લાભ મળે છે
ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં ફાલસા ખાવાથી આરામ મળે છે. રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.
યાદશક્તિ વધે છે
જો યાદશક્તિ નબળી હોય તો, ફાલસાનો રસ પીવાથી ફાયદો મળે છે. ફાલસામાં રહેલું વિટામિન સી અને આયર્ન દિમાગમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. રોજ નાસ્તામાં ફાલસાનો રસ પીવાનું રાખવું. ખાલી પેટ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આજના લેખમાં, અમે ફાલસાની વિશેષ માહિતી અને એના ગુણ વિશે જણાવ્યું. અમને આશા છે કે, આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.