શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો ? તો તમે મીઠા લીમડાનાં પાનના તેલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેનાથી વાળ ને ઘણા બધા ફાયદા મળે છે. હાલના સમયની ખરાબ જીવનશૈલી અને આહાર ના પોષક તત્વોની ઉણપના કારણે, હોર્મોન નું અસંતુલન અને અન્ય કારણોસર વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમારા વાળના ગ્રોથ માટે મીઠા લીમડાના પાન ના તેલ નો ઉપયોગ અને તેના આશ્ચર્યજનક ફાયદા વિશે જણાવીશું. આ તેનો ઉપયોગ નિયમિત કરવાથી તમે તમારા વાળના ગ્રોથને વધારી શકો છો. એને લાંબા, જાડા અને સુંદર બનાવી શકો છો.
મીઠા લીમડાના પાનમાં ઝીંક અને સેલેનિયમ જેવા પોષક તત્વો રહેલા છે. જે માથાના તાળવા ની ચામડી પર એન્ટી ગુણોની જેમ કામ કરે છે. આ તેલ વાળમાં ઠંડક બનાવીને રાખે છે. ઉપરાંત ખોડામાંથી છુટકારો અપાવે છે. તો હવે મીઠા લીમડાના પાનના ફાયદા વિશે જાણીએ.
મીઠા લીમડાના ફાયદા
ખોડો દૂર કરે છે
આ તેલ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે મહિલાઓને ખોડાને કારણે વાળ વધુ પડતા ખરતા હોય, તો તેઓ આ તેલનો ઉપયોગ કરી શકે છે. કારણ કે આ તેલમાં ખૂબ સારી માત્રામાં એંટી માઇક્રોબાયલ ગુણ રહેલા છે, આ સિવાય તેમાં એન્ટીવાયરલ અને એન્ટી સ્પેસમોડિક, એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો પણ રહેલા છે. જે વાળને ઘણી બધી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.
વાળનો ગ્રોથ વધારે છે
મીઠા લીમડાના તેલમાં એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સિડેન્ટ, મીર લેકસેટ, એનોલેજેસિક જેવા ગુણો રહેલા છે આ ઉપરાંત તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે ત્વચા માટે પણ મીઠા લીમડાના પાંદડા માંથી બનાવેલ તેલનો ઉપયોગ કરી શકાય છે. આ તેલ તંદુરસ્ત સ્કેલ્પ અને બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં મદદ કરે છે. ઉપરાંત વાળના મૂળને પણ મજબૂત બનાવે છે.
વાળ ચેપમાંથી છુટકારો અપાવે છે
મીઠા લીમડાના પાન માંથી તૈયાર કરેલું તેલ તમારા વાળને ખાલી પોષક તત્વો જ નહીં, પરંતુ સાથે વરસાદી ઋતુમાં વાળમાં લાગતા ચેપ સામે પણ રક્ષણ આપે છે. કારણ કે એમાં માઇક્રોબાયલ અને જંતુનાશક ગુણધર્મો રહેલા છે. તેથી વિવિધ પ્રકારના જીવાણુઓ નાશ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમારા વાળમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન, ફંગલ કે ડેન્ડ્રફ હોય તો તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો.
ખરતા વાળ અટકે છે
મીઠા લીમડાના તેલ સાથે નાખી મિક્સ કરીને ઉપયોગ કરવામાં આવે તો વાળના મૂડ અને વાળ મજબૂત બને છે. ખરતા વાળ અટકે છે. મીઠા લીમડાના તેલમાં ઘણાં શારીરિક અને ચિંતા વિરોધી ગુણ રહેલા છે. જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. આ તેલ નો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે, અને નવા વાળ ઉગાડવા માં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમે આ તેનો ઉપયોગ તમારું બગડેલું મૂડ સુધારવા માટે અને ચિંતામાં ઘટાડો કરવા માટે પણ કરી શકો છો. એના માટે આ તેલથી મસાજ કરવો.
ખંજવાળમાં ફાયદાકારક
મીઠા લીમડાના પાનનું તેલ અન્ય તેલ સાથે મિક્સ કરવું ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં હાજર રહેલા સૂક્ષ્મ જીવાણુને મારી નાખવાની ક્ષમતા રહેલી છે. આ તેલ વાળનો ગ્રોથ કરવામાં તો મદદરૂપ છે જ પરંતુ સાથે ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કે ખોડો, માથામાં ખંજવાળ આવવી વગેરે પણ છુટકારો મળે છે.
આ સિવાય તમને મીઠા લીમડાના પાનના આ ઉપાય પણ અજમાવી શકો છો.
મીઠા લીમડાના તેલનો ઉપયોગ સીધો કરવો જોઈએ નહીં. કારણ કે, એનાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે. હંમેશા કોઈ અન્ય સાથે તેલ મિક્સ કરીને મીઠા લીમડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. એના માટે તમે નારીયલ તેલ અથવા તો અન્ય કોઈ તેલમાં એક-બે ટીપાં નાખીને પણ એને ઉપયોગમાં લઈ શકો છો.
વાળના સારા ગ્રોથ માટે એક સાદું મિશ્રણ તૈયાર કરો, આમળા અને મેથી બંને વાળ માટે સારા છે. તમે મીઠા લીમડો ઉમેરીને હેર માસ્ક બનાવી શકો છો. જે હેર ગ્રોથ વધારશે. બે ચમચી મેથીના દાણા લઇને મિક્સરમાં પીસીને પાવડર તૈયાર કરો. 10-15 લીમડાના પાન, મેથીનો પાવડર અને 2 ચમચી આમળા પાવડર લો. આ ત્રણેયને પીસીને પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવીને 30 મિનિટ રાખો. પછી વાળ ધોઇ લો.
જો તમારા વાળને રફ થઇ ગયા હોય તો મીઠો લીમડો કારગર છે. 2 કપ પાણીમાં 10-15 મીઠા લીમડાના પાન નાંખો અને ઉકાળો. શેમ્પૂથી વાળ ધોયા પછી આ પાણીથી વાળને ફરી ધૂઓ. આ ઉપાયથી વાળ સિલ્કી અને સોફ્ટ થઇ જશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી અમે જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.