તુવેરની દાળ ખાવાના ફાયદા તુવેરની દાળ ખાવાના ઘણા બધા ફાયદા છે..તુવેરની દાળ ખાવાથી કેટલા પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે, તથા પોષક તત્વોની ઉણપ પણ દૂર થાય છે. તુવેરની દાળમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ રહેલા છે. તેમાં જીંક, કોપર અને સેલેનિયમ, મેગ્નેશિયમ જેવા તત્ત્વો પણ રહેલાં છે. જેની મદદથી શરીરનું પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે.
તુવેરની દાળ માત્ર ખાવાથી જ સ્વાદિષ્ટ નથી હોતી. પરંતુ વાળ અને સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીનના નીખારની સાથે સાથે તેને કેટલીક અન્ય વસ્તુઓ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. તુવેર દાળને ઘણી ગુણકારી માનવામાં આવે છે. જેટલી સ્વાસ્થ્ય માટે સારી હોય છે એટલી જ સુંદરતા માટે પણ છે. તુવેરનો કાવો ત્વચાની એલર્જી માટે લાભકારી હોય છે.
આયુર્વેદના મતાનુસાર તુવેરની દાળમા સારી રીતે ઘી મેળવીને ખાવાથી એ શરીરને માફક આવે છે. તુવેરની દાળ એ ત્રિદોષહર હોવાથી એ સૌને અનુકુળ પડે છે. તુવેરની દાળ એ તુરી, રૂક્ષ, મધુર, શીતળ, પચવામા હલકી, ઝાડા રોકનાર, વાયુ કરનાર તમે જ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે.
ઉપરાંત તેમાં પ્રોટીનની માત્રા પણ ભરપૂર રહેલી છે. જે તમને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. તેના સિવાય હાઈ બ્લડપ્રેશર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ઘણી બધી રીતે તેનું સેવન કરી શકો છો પરંતુ એના કેટલાક નુકસાન પણ છે. તેથી જે લોકો ને આ દાળ અનુકૂળ ન આવતી હોય તેમને ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ દાળ ખાવી જોઈએ. તો ચાલો તુવેરની દાળ ના ફાયદા વિશે જાણીએ.
તુવેરની દાળ ખાવાના ફાયદા
વજન ઓછું કરવા માટે
તુવેર દાળ ખાવાથી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. તુવેરની દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ થયો છે જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, અને શરીરમાં આવશ્યક તત્વો પણ મળી રહે છે. એની મદદથી તમે જલ્દીથી તમારું વજન ઘટાડી શકો છો. સાથે જ પ્રોટીન શરીરની કોશિકાઓ ના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
બીપી
બીપી નિયંત્રણમાં રાખે છે તુવેરની દાળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જેની મદદથી હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હો તો હૃદયરોગનું જોખમ પણ રહે છે. માટે તમારા બીપીને નિયંત્રણમાં રાખવા માટે તો એનું સેવન કરી શકાય છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે- તુવેરની દાળ માં રહેલું પટેલ બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં આવશે કારક બને છે એમાં રહેલા પોટેશિયમ એકવાર વાસોડિલેટરના રૂપમાં કામ કરે છે. બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે જો કે ડાયાબિટીસ સાથે અન્ય કોઇ સમસ્યા હોય તો નિષ્ણાંતની સલાહ લીધા બાદ જ તુવેરની દાળ ખાવી જોઈએ.
પાચન તંત્ર માટે
પાચન તંત્ર માટે ફાયદાકારક છે તુવેરની દાળમાં ઉચ્ચ માત્રામાં ફાયબર રહેલું છે. જેની મદદથી ખોરાકનું પાચન સરળતાથી થાય છે. સાથે જ એના સિવાય ગેસ અને અપચાની ફરિયાદ પણ થતી નથી. ખોરાકનું સુવ્યવસ્થિત પાછળની સાથે-સાથે ઉર્જા પ્રદાન કરે છે. જેનાથી તમારું શરીર આખો દિવસ સ્ફૂર્તિલુ રહે છે.
ગર્ભાવસ્થામાં મદદગાર
ગર્ભાવસ્થા સમયે મહિલાઓ પણ તુવેરની દાળ ખાઈ શકે છે. એમાં ફોલિક એસિડ રહેલું છે. જે બાળકના વિકાસ માટે અતિ આવશ્યક હોય છે. આમાં તમે પોતાની સ્થિતિ પ્રમાણે ડોક્ટરની સલાહ લઈને તુવેરની દાળ ખાઈ શકો છો.
તુવેરની દાળ ના નુકસાન
– તુવેરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે. એવામાં કેટલીક ખાસ બીમારીમાં તુવેરની દાળ ખાવી હિતાવહ નથી. જો તમારું યુરિક એસિડ વધી જતું હોય તો, તુવેરની દાળ ખાવી જોઈએ નહીં.
-જો તમે દાળ ખાધા બાદ કોઇ પ્રકારની એલર્જીનો અનુભવ થતો હોય તો, દાળ ખાવી જોઈએ નહીં.
-તમે કિડની સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ તમારે તુવેરની દાળ સેવન કરવું જોઈએ નહીં..રાતના સમયમાં દાળનું સેવન કરવાથી બચવું જોઇએ કારણ કે, રાત્રે સારી રીતે પચી શકતી નથી.
-આનાથી વાળમાં કેટલાકે અમીનો એસિડ ઉપલબ્ધ હોતા નથી. જેથી શાકાહારી લોકોએ તુવેરની દાળ સાથે રોટી કે ભાગ લેવા જોઈએ. જેથી ભરપૂર માત્રામાં હોય છે મળી રહે.
તુવેરની દાળનો ઉપયોગ
– તુવેરની દાળ બનાવવા માટે આખી તુવેર ની દાળનો ઉપયોગ કરી શકો છો એનાથી તમારી તંદુરસ્તી જળવાઈ રહે છે.
– તુવેરની દાળ વગરની દાળ તડકા દાળ બનાવી શકાય છે આનાથી પાચનતંત્ર મજબૂત બને છે.
– તુવેરની દાળને પીસીને તેને ઘીમાં શેકીને ત્યારબાદ તેમાં ખાંડ મેળવીને પરાઠા પણ બનાવી શકાય છે. જેને પુરણપોળી કહેવામાં આવે છે.
– ચોખાની શાકભાજી સાથે મેળવીને સ્વાદિષ્ટ ખીચડી બનાવી શકાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની વિશેષ માહિતી તમને જરૂર પસંદ આવશે.